ETV Bharat / bharat

શું હવે કોરોનાનો સામુદાયિક પ્રસરણનો તબક્કો આવશે? - coronavirus safety

ભારત જેવા વસ્તી ગીચતાવાળા દેશ કે જ્યાં કુલ વસતી 1.3 અબજ લોકોની છે. ત્યાં કોવિડના માત્ર 223 પોઝિટિવ કેસ સામે ઘણા નિષ્ણાતોને શંકા થઇ રહી છે. તેમના મનમાં એક જ વિચાર ચકરાવો લઇ રહ્યો છે કે, શું ભારત સરકાર દેશમાં કોરોનાના કેસની સંખ્યા હકીકત કરતાં ઓછી બતાવી રહી છે?

કોરોનાનો સામુદાયિક પ્રસરણનો તબક્કો આવશે?

author img

By

Published : Mar 21, 2020, 6:52 PM IST

ન્યૂઝડેસ્ક : કોવિડ-19ના ટેસ્ટિંગ માટે કડક ઋઢિચુસ્ત માપદંડો છે. અત્યારે માત્ર એવા લોકોના ટેસ્ટ થઇ રહ્યાં છે જેઓ છેલ્લા 14 દિવસમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોય અને કોરોના વાયરસના લક્ષણો દર્શાવી રહ્યા હોય તેમજ જે લોકો પુષ્ટિ કરાયેલા કેસોના સંપર્કમાં આવ્યા હોય. શ્વાસની ગંભીર બીમારીથી પીડાતા હોય અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય તેમ છતાં કોઇ ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી ધરાવતા ના હોય તેવા લોકોના ટેસ્ટ નથી કરાઈ રહ્યા.

જોકે, આ બાબત સરકારની “શંકાસ્પદ કેસ”ની પોતાની વ્યાખ્યા સાથે વિરોધાભાસ દર્શાવે છે. સરકારની શંકાસ્પદ કેસની વ્યાખ્યામાં આવી કોઇ હિસ્ટ્રી ના ધરાવતા હોય તેવા લોકોનો પણ સમાવેશ થયેલો છે. અન્ય શબ્દોમાં કહીએ તો, ટ્રાવેલ અને કોન્ટેક્ટ હિસ્ટ્રી ના ધરાવતા તેવા “શંકાસ્પદ કેસો”ના ટેસ્ટિંગ કરવામાં આવતા નથી.

કોઇ વ્યક્તિમાં કોવિડ-19 માટેનો ટેસ્ટ પોઝિટિવ આવે છે અને તેને ચેપ ક્યાંથી લાગ્યો તેની કોઇ માહિતી ના હોય ત્યારે સામુદાયિક પ્રસરણ થાય છે. ફ્લુ જેવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓ અને “શંકાસ્પદ કેસો”નું ICMRમાન્ય અને NABLમાન્ય લેબોરેટરીઓ મારફતે મોટા પાયે ટેસ્ટિંગ થવું જોઇએ. જ્યાં સુધી મોટી સંખ્યામાં “શંકાસ્પદ કેસો”નું ટેસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી કોઇ પણ વ્યક્તિ એવા તાર્કિક તારણ પર નહીં આવી શકે કે, કોરોનાના સામુદાયિક પ્રસરણના કોઇ પુરાવા નથી.

સામુદાયિક પ્રસરણ છે કે નહીં તે જાણવું કેમ અતિમહત્વનું છે? સૌપ્રથમ, ચોકસાઇભર્યા નિદાનથી બીમાર લોકોને સચોટપણે ઓળખવામાં મદદ મળશે જેથી કરીને તેમને યોગ્ય સારવાર આપી શકાય. સમુદાયમાં રહેલા જે લોકો હળવા લક્ષણો સાથે પોઝિટિવ આવ્યા છે તેમને સેલ્ફ ક્વૉરન્ટાઇન (પોતાની જાતને અન્ય લોકોના સંપર્કથી સંપૂર્ણપણે દૂર કરી દેવી)ની સલાહ આપી શકાય જેથી કરીને લાંબા ગાળે, વાયરસના અતિઝડપી ફેલાવાને ઘટાડવામાં મદદ મળી શકે. બીજું, જો કોઇ વ્યક્તિમાં ટેસ્ટ પોઝિટિવ આવે તો તમે તે વ્યક્તિ જે લોકોના સંપર્કમાં આવ્યો હોય તેમને શોધી શકો અને તેમના ટેસ્ટ કરી શકો છો. જો તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ પણ પોઝિટિવ આવે તો તેમને પણ આઇસોલેટ કરી શકાય. ત્રીજું, “શંકાસ્પદ કેસ”નું ટેસ્ટિંગ, હોસ્પિટલને તે સંભાવના અંગે સજ્જ થવા માટે તક પૂરી પાડે છે કે, તેને હજુ કેટલા લોકોની સારવાર કરવાની છે.

અત્યાર સુધી ભારતે માત્ર 14,000 લોકોના ટેસ્ટ કર્યા છે. આ આંકડો દક્ષિણ કોરિયા જેવા નાના દેશની તુલનાએ અત્યંત ઓછો છે. દક્ષિણ કોરિયા ભારતના એક રાજ્ય તામિલનાડુની વસતી જેટલી જ વસતી ધરાવે છે તેમ છતાં તે દરરોજ 12,000થી 15,000 લોકોના ટેસ્ટ કરી રહ્યું છે.

સિંગાપોર, હોંગકોંગ, તાઇવાન, ચીન અને દક્ષિણ કોરિયા સમુદાયોમાં પરિશ્રમપૂર્વકના ટેસ્ટિંગના નવીન અભિગમો (બીમારીના દૈનિક આંકડાઓને તબીબી સેવાદાતાઓ માટે મેનેજેબલ સ્તરે રાખી શકાય તેવા પગલાં) અપનાવીને કોરોનાના કેસોની સંખ્યા ઘટાડવામાં સફળ રહ્યા છે.

“સામાજિક અંતર” સુનિશ્ચિત કરવાના પ્રયાસના ભાગ રૂપે અત્યારે દેશના માત્ર સાત રાજ્યોએ જાહેર સ્થળો બંધ કર્યા છે.

કોરોના વાયરસ બીમારીના કોઇ લક્ષણો બહાર આવવા દેતો નથી અને તે વિશાળ સમુદાયમાં હળવા ચેપ સાથે જોડાયેલો છે તેમ છતાં 5 ટકા દર્દીઓ એવા હોય છે કે જેમને ICU સંભાળ આપવાની જરૂર પડે છે. ભારતમાં પ્રતિ 1,000 વ્યક્તિની વચ્ચે માંડ એક હોસ્પિટલ બેડની સુવિધા છે. ભારતમાં દર વર્ષે ICUમાં દાખલ કરવા પડે તેવા 50 લાખ દર્દીઓની સામે માત્ર 70,000 ICU બેડની ક્ષમતા છે. ના કરે નારાયણ અને જો સામુદાયિક પ્રસરણ જો પૂર્ણ કક્ષાની મહામારીમાં ફેરવાય તો ભારત આ ઘાતક સંકટનો સામનો કરવામાં વામન પુરવાર થશે.

(ડૉ. પી. રઘુ રામ એ KIMS- ઉષાલક્ષ્મી સેન્ટર ફોર બ્રેસ્ટ ડિસીઝના ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ સર્જન છે)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.