ETV Bharat / bharat

ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ: ( IBS) - અદ્રાવ્ય ફાઇબર

આ સમસ્યા ધરાવનારા લોકોને પેટમાં દુખાવો, ગેસ, ઝાડા અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય છે. કેટલાંક લોકો આહાર, જીવનશૈલી અને તણાવનું નિયમન કરીને બિમારીનાં લક્ષણોને નિયંત્રિત કરી શકે છે. ઇટીવી ભારત સુખીભવ સાથે વંદના કાકોડકરને થયેલી વાતચીતના અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છેઃ

ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ
ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ
author img

By

Published : Oct 4, 2020, 8:13 PM IST

ન્યૂઝ ડેસ્ક: આ સમસ્યા ધરાવનારા લોકોને પેટમાં દુખાવો, ગેસ, ઝાડા અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય છે. કેટલાંક લોકો આહાર, જીવનશૈલી અને તણાવનું નિયમન કરીને બિમારીનાં લક્ષણોને નિયંત્રિત કરી શકે છે. ઇટીવી ભારત સુખીભવ સાથે વંદના કાકોડકરને થયેલી વાતચીતના અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છેઃ

નીચેની સ્થિતિમાં IBSનાં લક્ષણો વણસી શકે છેઃ

આહારઃ ઘણાં લોકો જ્યારે ઘઉં, ડેરી ઉત્પાદનો, ખાટાં ફળો, કઠોળ, કોબીજ, દૂધ અને ઠંડાં પીણાં સહિતના ચોક્કસ ખોરાક કે પીણાંનું સેવન કરે, ત્યારે તેમનામાં IBSનાં લક્ષણો વધુ તીવ્ર થતાં હોય છે.

તણાવઃ IBS ધરાવનારા ઘણા લોકો જ્યારે વધુ તણાવ અનુભવે, ત્યારે તે સમયગાળા દરમિયાન બિમારીનાં લક્ષણો વકરતાં હોય છે અથવા તો લક્ષણો વારંવાર જોવા મળે છે. એક વાત સમજી લેવા જેવી છે કે, તણાવથી લક્ષણો તીવ્ર જરૂર થાય છે, પણ, લક્ષણોનું કારણ તણાવ નથી હોતો.

હોર્મોન્સઃ મહિલાઓમાં IBS થવાની શક્યતા બમણી છે, જે હોર્મોનલ ફેરફારો બિમારીમાં ભાગ ભજવતા હોવાની શક્યતા સૂચવે છે. ઘણી મહિલાઓના જણાવ્યા પ્રમાણે, માસિક સ્રાવ દરમિયાન બિમારીનાં લક્ષણો વધુ ઉગ્ર થાય છે.

પોષણ: IBSની સંભાળ લેવામાં આહાર મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણાં લોકોએ તેમના આહારમાંથી લેક્ટોઝ, હાઇ ફ્રૂક્ટોઝ, ગ્લુટેન (ઘઉંમાં, મેંદામાં તે વધુ પ્રમાણમાં હોય છે) દૂર કરવાની જરૂર છે. તેના કારણે કેટલીક પોષણ સંબંધિત ઊણપો સર્જાઇ શકે છે.

સાથે જ, કેટલાંક લોકોમાં સફરજન, કેરી, પેર (નાસપતી), તડબૂચ જેવાં ફળો તથા કોબીજ, ફ્લાવર જેવાં શાકભાજીના કારણે લક્ષણો વકરતાં હોવાનું પણ નોંધાયું છે.

આમ, ચોક્કસ ખોરાક ખાવાથી દૂર રહેતી વખતે અત્યંત કાળજી રાખવી જરૂરી છે, કારણ કે તેનાથી શરીરમાં અમુક ઊણપ સર્જાઇ શકે છે.

કાર્બોહાઇડ્રેટ્સ: ચોખા, ઓટ્સ, ક્વિનોઆ, મકાઇ, રાગી, જવાર ખાઇ શકાય છે, પણ ઘઉં, જવનો ત્યાગ કરવો જોઇએ.

પ્રોટિન: ઇંડાં, ચિકન, માછલી વગેરે માંસાહારી ચીજો તથા મગની દાળ, તુવેરની દાળ, લીલા ચણા, વટાણા વગેરે મર્યાદિત માત્રામાં લઇ શકાય. દહીં અને છાશનું સેવન હિતકારક છે. ગૌમાંસ, પ્રોસેસ કરેલું માંસ, ચણા, મસૂર, કઠોળ અને દૂધ જેવી ખાદ્ય ચીજોથી દૂર રહેવું.

ફેટ: તેલ, ઘી મર્યાદિત પ્રમાણમાં લેવામાં કશો વાંધો નથી, પણ એવોકાડો, બદામ અને પિસ્તા ન ખાવાં.

વિટામિન અને ખનીજ તત્વો: કોબીજ, ફ્લાવર, ડુંગળી, લસણ તથા તીવ્ર ગંધ ધરાવતાં કઠોળથી લક્ષણો વકરી શકે છે. આવા પદાર્થો ટાળવા. પરંતુ, ગાજર, ટામેટાં, ભીંડા, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, બટેટા, શક્કરિયાં જેવાં અન્ય શાકભાજી સૂક્ષ્મપોષકતત્વો માટે આરોગી શકાય.

દ્રાક્ષ, સ્ટ્રોબેરી, અનાનસ, પપૈયું, કેળાં જેવાં ફળો ઇચ્છો તેટલી માત્રામાં ખાઇ શકાય, પણ સફરજન, નાસપતી, કેરી, તડબૂચ મર્યાદિત પ્રમાણમાં જ ખાવાં.

ફાઇબર: આંતરડાં સંબંધિત તકલીફો ધરાવનારા લોકો માટે ફાઇબર બેધારી તલવાર છે. ફાઇબર કબજિયાત મટાડે છે, તો થૂલી જેવું ઊંચું ફાઇબર ધરાવતો ખોરાક શરીરમાં ગેસ કરી શકે છે.

દ્રાવ્ય ફાઇબર:

તે પાણી શોષવાનો ગુણ ધરાવે છે. આ ફાઇબર પાણી શોષીને જેલ (gel)નું સ્વરૂપ ધારણ કરીને આંતરડામાં સ્પંજ જેવું કામ કરે છે. તેના કારણે ખોરાક પચવાના પ્રમાણમાં ઘટાડો થાય છે અને ગ્લુકોઝ શોષાવામાં વિલંબ થાય છે.

જેલ જેવા સ્વરૂપના કારણે ખોરાક લાંબા સમય સુધી પડ્યો રહે છે, જેના કારણે પેટ ભરાયેલું હોવાની લાગણી થાય છે.

આ પ્રકારનું ફાઇબર ફળો તથા શાકભાજીના પલ્પ, ઓટ્સ, કઠોળ, અનાજ, દાળ, ચિયા સીડ્ઝ, ફ્લેક્સીડ્ઝ (અળસી), ઇસબગુલમાંથી મળે છે. IBSથી પીડાતી વ્યક્તિએ ઉપર જણાવ્યા પ્રમાણેનાં ચોક્કસ ફળો, કઠોળ વગેરે ટાળવાં જોઇએ.

અદ્રાવ્ય ફાઇબર:

આ પ્રકારનું ફાઇબર પાણીમાં અદ્રાવ્ય હોય છે અને તે સાવરણીનું કામ કરે છે, અર્થાત્ આંતરડાંની સફાઇમાં મદદરૂપ થાય છે. તે પાણીને શોષી લઇને નકામી સામગ્રીને એક કરે છે અને મળનો જથ્થો વધારે છે, જેના કારણે તેનો નિકાલ સરળતાથી થઇ શકે છે અને અપચો તેમજ કોલન કેન્સર જેવી બિમારીઓને અટકાવે છે.

અદ્રાવ્ય ફાઇબર શાકભાજી અને ફળોની છાલ, ઘઉં, ચોખા, મકાઇ, ઓટ્સ, બાજરી, જવ વગેરે અનાજ તથા સૂકા મેવામાંથી મળે છે.

વ્યક્તિને ઝાડા છે કે કબજિયાત, તે લક્ષણોના આધારે તેણે ફાઇબરની પસંદગી કરવાની રહેશે. ડાયેટ પ્લાન માટે ડાયેટિશ્યનની સલાહ અનુસરવી જરૂરી છે.

કન્સલ્ટન્ટ ડાયેટિશ્યન વંદના કાકોડકર MES કોલેજ ખાતે વિઝિટિંગ ફેકલ્ટી છે અને GIPARDનાં રિસોર્સ પર્સન છે. તેઓ નેસ્લે, સેસા ગોવા, MRF તેમજ ગોવાની વિવિધ શાળા-કોલેજો માટે નિયમિતપણે ટ્રેનિંગ સેશન હાથ ધરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.