નવી દિલ્હીઃ ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન કોર્પોરેશને (IRCTC) કોરોના વાઇરસના સંકટને પગલે છેલ્લા સાત દિવસમાં ગરીબ અને જરૂરીયાતમંદ 1.86 લાખથી વધુ લોકોને ભોજન પુરૂં પાડ્યું છે.
લૉકડાઉનની જાહેરાત બાદ રેલવેના કેટરિંગ અને પર્યટન વિભાગ દ્વારા સ્થાનિકોના સ્વાદને ધ્યાને રાખીને દક્ષિણમાં લેમન રાઇસથી લઇને પૂર્વમાં ખીચડી ચોખા અને ઉત્તરમાં કઢી અને ભાત સુધીના વિવિધ પ્રકારના ભોજન આપવામાં આવ્યા હતા.
IRCTCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 28 માર્ચથી તેમણે જરૂરિયાતવાળા 1,86,140 લોકોને ભોજન પુરૂં પાડ્યું છે. જે IRCTCના પ્રમુખ રસોડામાં તૈયાર કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં ફેલાયેલા IRCTCના 13 રસોડામાં આ પ્રકારના વિતરણ માટેના સ્થળ બન્યા છે. બેઝ રસોડામાં આવેલા સ્થળોએ કાગળની પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે.
રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, 28 માર્ચે 2500 ભોજન સાથે શરૂઆત કરીને ભારતીય રેલવેના કેટરિંગ આર્મે 29 માર્ચે 11,030ને અને 30 માર્ચે 20,320 અને 31 માર્ચે 30,850 ભોજનનું વિતરણ કર્યું હતું.
રેલવે પેટા કંપનીએ 1 એપ્રિલે 37,370, 2જી એપ્રિલે 1,40,870 અને 3 એપ્રિલે 43,100 લોકોને ભોજન પુરૂં પાડ્યું હતું.
આ ઉપરાંત RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા જરૂરિયાતમંદ લોકોને અન્ન વિતરણમાં પણ મોટો ફાળો આપવામાં આવ્યો છે.