ETV Bharat / bharat

રામ મંદિર ભૂમિ પૂજનમાં ઇકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, PMને આપશે ભેટ

રામ મંદિર ટ્રસ્ટે સોમવારે બાબરી મસ્જીદના પૂર્વ પક્ષકાર ઇકબાલ અંસારીને મંદિર ભૂમિ પૂજન માટે આમંત્રણ આપ્યું છે. ઇકબાલ અંસારીએ કહ્યું કે, હું વડાપ્રધાન મોદીને રામચરિતમાનસ ભેટ કરીને કાર્યક્રમમાં સામેલ થઈશ.

Ekbal Ansari
Ekbal Ansari
author img

By

Published : Aug 4, 2020, 7:03 AM IST

અયોધ્યાઃ આગામી 5 ઓગસ્ટે રામ મંદિર ભૂમિ પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ 5 ઓગસ્ટે અયોધ્યામાં આવશે. દેશમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ કાર્યક્રમમાં ખૂબ જ ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં છે.

રામ મંદિર ટ્રસ્ટે સોમવારે બાબરી મસ્જિદના પૂર્વ પક્ષકાર ઇકબાલ અંસારીને પણ મંદિર ભૂમિ પૂજન માટે આમંત્રણ મોકલ્યું હતું. જેને લઇને ઇકબાલ અંસારીએ કહ્યું કે, હું આ કાર્યક્રમમાં પીએમ મોદીને રામચરિતમાનસ ભેટ કરીશ.

ભૂમિ પૂજનમાં ઇકબાલ અંસારીને મળ્યું આમંત્રણ

રામ મંદિર ટ્રસ્ટે મંદિર ભૂમિ પૂજનને અનુષ્ઠાનમાં ઇકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલ્યું છે. તેમણે કહ્યું કે, મંદિરના ભૂમિ પૂજનના અનુષ્ઠાનમાં હું રામ નવમી ગમછા અને રામચરિતમાનસની પુસ્તક ભેટ કરીને પીએમનું સ્વાગત કરીશ. આ સાથે જ તેમણે કહ્યું કે, વડાપ્રધાન સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો તો અયોધ્યામાં વિકાસ અને રોજગારની વાત પણ કરવામાં આવશે.

રામ મંદિર ભૂમિ પૂજનમાં ઇકબાલ અંસારીને મળ્યું આમંત્રણ

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની આધારશિલા 5 ઓગસ્ટને તેમના જન્મના મુહૂર્તકાલમાં રાખવામાં આવશે. સોમવારે સવારે ગૌરી-ગણેશની પૂજા કરવાની સાથે મંદિર નિર્માણનું અનુષ્ઠાન શરૂ થઇ ચૂક્યું છે. સોમવારે સવારે 8 કલાકે ગૌરી ગણેશનું પૂજન કરવામાં આવ્યું હતું.

નવ રત્નોથી જડિત વસ્ત્ર ધારણ કરશે રામલલ્લા

રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે રામલલ્લા માટે વિશેષ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યાં છે. ભગવાન શિલાન્યાસના દિવસે નવ રત્નોથી જડિત વસ્ત્ર ધારણ કરશે. પહેલા લીલો રંગ અને બીજા કેસરીયા રંગનું વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આ પહેલો અવસર હશે, જ્યારે ભગવાન એક દિવસમાં બે વસ્ત્ર ધારણ કરશે.

ભગવાન રામ માટે લગભગ 30 વર્ષોથી વસ્ત્ર તૈયાર કરતા આવી રહેલા દરજી ભગવત પ્રસાદે જણાવ્યું કે, અયોધ્યાના ધર્માચાર્ય પંડિત કલ્કિ રામે પોશાક માટે ઓર્ડર આપ્યો હતો. અલગ-અલગ દિવસો માટે અલગ રંગનો પોશાક તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતે કેસરીયા રંગની પોશાક ભગવાનને પહેરાવવા માટે બનાવવામાં આવી છે. સોમવારે હનુમાનગઢીમાં પૂજન બાદ રામ જન્મભૂમિમાં ગૌરી-ગણેશ પૂજનથી રામ મંદિર ભૂમિ પૂજનના અનુષ્ઠાનની શરૂઆત થઇ ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.