IPL 2020ની ફાઈનલ 24 મે 2020ના દિવસે રમવામાં આવશે. ટૂર્નામેન્ટ 29 માર્ચથી શરૂ થવાની છે. 45 દિવસથી વધુ દિવસનો સમય મળી રહેશે.
સૂત્રના જણાવ્યા અનુસાર, આખો કાર્યક્રમ હજૂ તૈયાર થયો નથી, પણ ફાઇનલ 24 મે-ના રોજ રમાશે. જો કે, ટૂર્નામેન્ટ 29 માર્ચથી શરૂ થાય છે, 45 દિવસથી વધુ સમય હશે. એક દિવસમાં એક મેચની સંભાવના વધુ રહે છે. તેના બદલે તે લોકો માટે સરળતા રહશે કે જેઓ કહેતા હોય છે કે, 57 દિવસમાં મેચ કેવી રીતે રમાશે.
TRP નિશ્ચીતરૂપે મહત્વનો મુદ્દો છે, પરંતુ આ એક જ બાબતે દરેક વાત નિર્ભર કરતી નથી. તમે ખુદ જોઈ શકો છો કે, ગત સિઝન મેચ કેટલી વારમાં પુરો થતો હતો. જે લોકો સ્ટેડિયમમાં મેચ જોવા આવતા હતા. તેમને ઘરે પરત ફરવા માટે કેટલી મુશ્કેલી પડી હતી. આ સિઝનમાં 7 કલાક અને 30 મીનિટે શરૂ થઈ જશે.
ફ્રેન્ચાઈઝીએ મેચનો સમય બદલાવવા બદલ વાંધો ઉઠાવ્યો
ફ્રેન્ચાઈઝીએ મેચનો સમય બદલાવવા બદલ વાંધો છે. તેમનું માનવું છે કે, આ સમયે દર્શકોને સ્ટેડિયમમાં આવવું મુશ્કેલ છે. ફ્રેન્ચાઇઝી અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, જો તમે મેટ્રોમાં રહેતા હોય, તો તમે જાણતા હશો કે, દિલ્હી, મુંબઇ અને બેંગાલુરૂમાં ટ્રાફિક કેવો હોય છે. શું તમને ખરેખર એવું લાગે છે કે, છ વાગ્યા પછી લોકો તેમની ઓફિસો છોડી દે છે? પછી શું તમે મેચની શરૂઆત સુધી પરિવાર સાથે સ્ટેડિયમમાં આવી શકશે? જે માટે અમે મેચના સમયમાં બદલાવ કર્યો છે.