ETV Bharat / bharat

INX મીડિયા કેસ: સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની રિવ્યૂ પિટિશન અરજી ફગાવી - પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ

પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની રિવ્યૂ પિટિશન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

INX મીડિયા કેસ: સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની રિવ્યૂ પિટિશન અરજી ફગાવી

author img

By

Published : May 22, 2020, 6:44 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ધરપકડની વિરુદ્ધ કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે કરેલી રિવ્યૂ પિટિશન અરજી ફગાવી દીધી છે.

ન્યાયાધીશ આર. ભાનુમતી અને ન્યાયાધીશ એ.એસ બોપન્નાની ખંડપીઠે પૂર્વ નાણા પ્રધાનની રિવ્યૂ પિટિશન અરજી ફગાવી દીધી છે.ગયા વર્ષે 5 સપ્ટેમ્બર 2019 ના રોજ, સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે ઈડી ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં પૂછપરછ અને ધરપકડ કરવા માટે મુક્ત છે.જે બાદ સીબીઆઈએ 15 મે 2017 ના રોજ મીડિયા કંપની આઈએનએક્સ મીડિયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.

305 કરોડ રૂપિયાના વિદેશી ભંડોળ લેવા આઈએનએક્સ મીડિયા ગ્રુપને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) ની મંજૂરીમાં ઘણી અનિયમિતતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા.પી ચિદમ્બરમ જ્યારે કેન્દ્રીય નાણા પ્રધાન હતા ત્યારે 2007 દરમિયાન કંપનીને રોકાણ માટે મંજૂરી આપવામાં આવી હતી.

સીબીઆઈએ તારીખ 15મી મે, 2017ના દિવસે આઈએનએક્સ મીડિયા સામે કેસ દાખલ કર્યો હતો.કંપનીને વિદેશી રોકાણની મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે.આઈએનએક્સ મીડિયામાં 305 કરોડ વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી હતી અને તે સમયે ચિદમ્બરમ નાણાપ્રધાન હતા.

ચિદમ્બરમ ઉપર આરોપ છે કે, આઈએનએક્સ મીડિયા સામેની સંભવિત તપાસને અટકાવવા માટે તેમણે દસ લાખ ડોલરની માગણી કરી હતી.સીબીઆઈનો દાવો છે કે, આઈએનએક્સ મીડિયાના પૂર્વ ડાયરેક્ટર ઇંદ્રાણી મુખરજીએ સીબીઆઈની પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત કરી હતી.સીબીઆઈનો દાવો છે કે, દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં આ સોદો નક્કી થયો હતો.ઉલ્લેખનીય છે કે ઇંદ્રાણી ઉપર તેમનાં પુત્રી શીના બોરાની હત્યા કરવાનો આરોપ છે અને હાલમાં તેઓ જેલમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.