નવી દિલ્હીઃ ગુગલે વૈશ્વિક બિન લાભકારી સંગઠન ઈન્ટરવ્યૂઝને 10 લાખ ડૉલર આપવાની જાહેરાત કરી છે. જેનાથી ભારતીય પ્રજામાં સમાચાર સાક્ષરતામાં વધારો કરવામાં પ્રોત્સાહન મળશે.
કંપનીના જણાવ્યાનુસાર, ફંડિગ ગીગલ ડૉટ orgના મીડિયા સાક્ષરતા માટે 10 લાખ ડૉલર આપવાની ખાતરી આપી છે. જેમાં ગુગલ ન્યૂઝ ઈનીશિયએટીવ (GNI) પણ સહયોગી થશે.
ઈન્ટવ્યૂઝમાં 250 પત્રકારો, ફેક્ટ ચેકર્સ, શિક્ષાવિદ અને બિનસરકરારી સંગઠનોના કાર્યકરોની એક ટીમ પસંદ કરશે. જેમને વૈશ્વિક અને ભારતીય નિષ્ણાતો દ્વારા વિકસિત કોર્સ પર તાલીમ આપવામાં આવશે.
નોંધનીય છે કે,આ વ્યવસ્થાન સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ લોકલ લીડર્સ ભારત નોન મેટ્રો શહેરમાં પણ નવા ઈન્ટરનેટના ઉપયોગકર્તાઓને તાલીમ આપશે. જેનાથી તેઓ ઈન્ટરનેટનો વધુ સારો ઉપયોગ કરી શકે મહત્વની જાણકારી મેળવી શકે.