સારી ક્ષમતા ધરાવતા ડ્રાઇવર, પ્લમ્બર અને સુથાર ઓનલાઇન મળી જાય છે. જે લોકો ઓનલાઇનમાં પાર્ટટાઇમ કામ કરે છે. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં દિગ્ગજ ગણાતી કંપની જેમકે ટીસીએસ, ઇન્ફોસીસ, વીપ્રો અને એચસીએલ પણ પાર્ટ ટાઇમ કરતા લોકોની મદદ આર્કીટેક્ટ, ઓટોમેશન, સર્વેક્ષણના કામોમાં માટે લે છે. ઇન્ડીયન સ્ટાફીંગ ફેડરેશન ( આઇએસએફ) અંદાજ લગાવ્યો હતો કે આઇટી અને આઇટીઇએસ સેક્ટર્સમાં 2018માં પાંચ લાખ લોકો કામ કરતા હતા. જો કે 2021 સુધીમાં આ સંખ્યા વધીને 7.20 લાખ સુધીની થવાની શક્યતા છે. આઇએસએફના કહેવા મુજબ પાર્ટ ટાઇમ અને ગીગ વર્કર્સની સંખ્યા 33 લાખ છે જે વધીને 2021 સુધીમાં આ સંખ્યા 61 લાખ થવાની શક્યતા છે. જેમાંથી 55 ટકાથી વધારે લોકો બેંકીંગ, વીમા , આઇટી સેક્ટર્સમાં કામ કરે છે. ભારત હવે અમેરિકા, ચીન, બ્રાઝીલ અને જાપાનની માફક ફ્રીલાન્સ અને પાર્ટ ટાઇમ નોકરીની તકો બની રહી છે. આઇએસએફ દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે હરીયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને તેંલગાનામાં આ પ્રકારની વર્કર્સમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં 70 ટકાથી વધારે કંપનીઓ એક તબક્કે પાર્ટ ટાઇમ કામ કરતા લોકોની મદદ વિવિધ પ્રોજેક્ટ માટે લઇ રહી છે.
એક અંદાજ મુજબ 2018માં ગીગ માર્કેટ 20400 કરોડ યુએસ ડોલરની ક્ષમતા ધરાવતુ હતુ.જે કુલ માર્કેટના 50 ટકાનો હિસ્સો છે. તો 2023 સુધીમાં આ માર્કેટ 455000 કરોડ યુએસ ડોલર સુધી પહોચવાની શક્યતા છે. જ્યારે 2025 સુધીમાં એક અંદાજ લગાવવામાં આવ્યો છે કે ફ્રીલાન્સ ક્ષેત્રનું માર્કેટ 300 કરોડ યુએસ ડોલર એટલે કે 2.10 કરોડ રુપિયા સુધી થવાની શક્યતા છે. આજના સમયે ચાર પૈકી એક ફ્રીલાન્સર ભારતમાંથી છે. ભારતમાં થતા શરુ થયેલા સ્ટાર્ટ અપ કલ્ચરલના કારણે ગીગ વર્કર્સની સંખ્યા વર્ષોવર્ષ વધી રહી છે. પણ દરેક સ્ટાર્ટ અપ ધારે છે કે ગીગ વર્કર્સ ઓછા દરે કામ કરે છે. પેપલ સર્વે મુજબ નિષ્ણાંત ફ્રીલાન્સર્સ પ્રતિવર્ષ રુ.20 લાખની 69 લાખની કમાણી કરે છે. જો કે બધા ગીગ વર્કર્સ નોંધપાત્ર કમાણી નથી કરી શકતા.. જે લોકો નિષ્ણાંત છે તે ગીગ વર્કર્સ જ સારી આવક મેળવી શકે છે. જે વેબ, મોબાઇલ ડેવેલોપમેન્ટ, વેબ ડીઝાઇનીંગ, ઇન્ટરનેટ રિસર્ચ અને ડેટા એન્ટ્રીના ક્ષેત્રમાં મેળવે છે. તેમજ કેટલાંક ગીગ વર્કર્સ લેખન, જોબ એપ્લીકેશન અને ન્યુઝ આર્ટીક , ડાન્સ અને સંગીતનું કામ ઓનલાઇન મેળવે છે.
જો કે એક કડવી હકીકત એ છે કે કગીગ વર્કર્સની નોકરીની સલામતી નથી, કાયમી આવક નથી અને નિવૃતિ પહેલાનું કોઇ આયોજન નથી હોતુ. પણ હાલની સ્થિતિ મુજબ ઘણુ શક્ય બની રહ્યુ છે કારણ કે આ ક્ષેત્ર રોજગારીની ઉત્તમ તક આપી રહ્યુ છે. ગીગ વર્કર્સ વધારાની આવક માટે કામ કરે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો સ્વીગી, ઝોમેટો, ઓલા અને ઉબર સાથે જોડાયેલા છે. તે લોકો આવક મેળવે છે અને પરિવારને મદદ કરે છે. જેમાં કેટલાંક લોકો ઓલો અને ઉબર માટે લોન પર કાર લે છે. પણ કારના હપ્તા અને જાળવણીનો ખર્ચ બાદ કરતા ધાર્યા કરતા ઓછુ વળતર મેળવે છે. આ કારણે 2018માં ઓલા અને ઉબર ના ડ્રાઇવર્સ કમિશનના મુદે હડતાળ પર ગયા હતા.
ફ્રીલાન્સર આવક વધારવા માટે અનેક નોકરીઓ બદલે છે અને ડીજીટલ પ્લેટફોર્મ મેળવીને સફળતા મેળવે છે. સેલ્સ અને માર્કેટીંગ દરેક ક્ષેત્રમાં સૌથી મહત્વનું છે. બેંકીંગ, વીમો, નાણાંકીય, એફએમેસીજી અને ફાર્મા સેક્ટર્સમાં સેલ્સ સાથે જોડાયેલા લોકોની સંખ્યા સૌથી વધારે છે. ટુ વ્હીલર અને અને ઘરે ઘરે જઇને વેચાણ કરતા યુવાનો સૌથી વધારે આ ક્ષેત્રમાં જોડાયેલા છે. આ યુવાનો 20 થી 29 વર્ષના છે. જે ગીગ્સ ક્ષેત્રની તરફ આકર્ષે છે. એક અંદાજ મુજબ 20 થી 45 ટકા સેલ્સ પર્સન ગીગ્સ સેક્ટર તરફ વળે છે. ડીજીટલ કંપનીઓ હવે તેમના સ્ટાફ માટે ફ્રીલાન્સર ને શોધવા માટે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરે છે. હેલો વેરીફાઇડ 2018માં લોન્ચ કરાયુ હતુ. જે ઓલા, એક્સીસ બેક અને ઇન્ફોસીસ સહિતની 110 જેટલી કંપનીઓ માટે 50 લાખ જેટલા અરજદારોની પ્રાથમિક બાબતોની ચકાસણી કરી હતી. આ પહેલા અરજદારોની માહિતી ચકાસવા માટે ઘણા દિવસો જતા હતા અને પણ હવે ટેકનોલોજીના એડવાન્ટેજના કારણે આ બાબત ગણતરીની મિનિટોમાં શક્ય બની છે.
ભારતના યુવાનો મોટાભાગે કાયમી નોકરી પસંદ કરે છે. પણ એક અંદાજ મુજબ 56 ટકા લોકો માત્ર માટે જ હંગામી ધોરણે નોકરી મેળવે છે. ટેકનોલોજીના ફાયદાને કારણે સારા ઓર્ગોનાઇઝેશનમાં મળેલી નોકરીમાં અનઓર્ગોનાઇઝ થઇ જાય કારણ કે હંગામી ધોરણે કામ કરતા લોકોને રજા નથી મળતી, ઓવર ટાઇમ પેમેન્ટ નથી મળતુ, તેમજ આરોગ્ય વીમા અને નોકરીની સ્થિરતાની ગેંરટી નથી મળતી.. હાલ મજુર સંબધિત કાયદામાં ફ્રીલાન્સરનો સમાવેશ કરાતો નથી. જેના કારણે પરિણામ આવ્યુ કે કંપનીઓએ ફ્રી લાન્સરને અપાતા મહેનતાણામાં ઘટાડો કરે છે. ડીસેમ્બર 2019માં લોકસભામાં સામાજીક સુરક્ષાનો કોડ પાર્ટ ટાઇમ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોની સ્થિતિ સુધારવા માટે પસાર કરાયો. આ કોડ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ, ગીગ વર્કર્સ કે જે ફુડ ડીલેવરી બિઝનેસ અને કેબ કંપનીના પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. કેન્દ્ર સરકારે કંપનીઓને સલાહ આપી હતી કે તેમની સાથે સંકળાયેલા કર્મચારીઓને તમામ રીતે વીમાનુ પુરતુ કવચ આપવુ. જેના કારણે તેમને સામાજીક સુરક્ષાનો અહેસાસ થાય. કેલીફોર્નીયામાં એક બીલ પાસ કરાયુ હતુ કે ઉબર સહિત અન્ય કંપનીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને સામાન્ય કર્મચારીની જેમ ગણવા. તો યુરોપીયન યુનીયને પણ ઓર્ડર રજુ કર્યો હતો કે ગીગ વર્કર્સને તેમના વધુને વધુ હકો આપવા. ભારતમાં સામાજીક સુરક્ષાની વાત પણ આ બંને નિર્ણયોને આધારે તૈયાર કરવામાં આવી છે.
ભારતના શહેરોમાં ઘણી ગૃહિણીઓ સ્વીગી અને ઝોમટો , નાની ઘર એપ, હોમ ફુડી જેવી એપમાં આઉટ સોર્સ કરીને સારી આવક મેળવી શકે છે. કરીફુલ એપ્લીકેશનની સ્થાપના બેન મેથ્યુએ કરી હતી અને તેમને અંદાજ છે કે 2022 સુઠધીમાં 10 લાખ લોકો તેમની સાથે જોડાશે. રેબલ ફુડ 2012માં 301 ક્લાઉડ કીચન અને 2200 ઓનલાઇન ફુડ ડીલેવરી રેસ્ટોરન્ટ સાથે શરુ થયુ હતુ. ભારતમાં પણ આ માર્કેટ 100 કરોડ સુધી વધશે.ભારતની સૌથી મોટી ફુડ ડીલેવરી કંપની લગભગ 1000 જેટલા ક્લાઉડ કીચન સાથે જોડાયેલુ છે અને અને તેને જાળવવા માટે રુ.250 કરોડનુ રોકાણ કર્યુ છે.