પિથૌરાગઢ : ભારત અને નેપાળમાં લોકડાઉનના પગલે ત્રણ મહિનાથી પેન્શન નહીં મળવાથી મુશ્કેલીમાં મુકાયેલા નેપાળી પેન્શનરોને રાહત મળી છે. નેપાળી પેન્શનરો માટે ત્રણ દિવસ માટે આંતરરાષ્ટ્રીય ઝૂલા પુલ ખોલવામાં આવશે. જ્યારે 8થી 10 જૂલાઇ સુધી ધારચૂલા, જૌલજીબી અને ઝૂલાઘાટના પુલ ખોલવામાં આવશે. તે દરમિયાન અન્ય લોકોનું આવન-જાવન સંપૂર્ણ રીતે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, સેના સહિત અન્ય વિભાગોના રિટાર્યડ થયેલા નેપાળના હજારો લોકો આંતરરાષ્ટ્રીય પુલ બંધ થવાથી ભારતીય બેંક પાસેથી પેન્શન નથી લઇ શકતા. મહત્વનું છે કે, ભારતની ગોરખા રેજીમેન્ટ સહિત કેટલાક વિભાગોમાં હજારો નેપાળી પેન્શનર એવા છે, જે પેન્શન માટે ભારતીય બેંક પર નિર્ભર છે. કોરોના વાઇરસના પ્રકોપના પગલે બંને દેશ વચ્ચે ઝૂલા પુલ બંધ થવાથી પેન્શનર આર્થિક રીતે ભાંગી પડ્યા છે. નેપાળી પેન્શનરોની ફરીયાદના આધારે ભારત અને નેપાળના તંત્રએ પુલ ખોલવાની મંજૂરી આપી છે.