આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ
જાતિ વેતન તફાવત : પુરુષની સરેરાશ આવકના સંદર્ભે પુરુષ અને સ્ત્રીની સરેરાશ આવક વચ્ચેનો ફરક એટલે જાતિ વેતન તફાવત.
- જાતિ વેતન તફાવત
- તમામ પ્રદેશોમાં મહિલાઓને પુરુષોની સરખામણીએ ઓછું વળતર ચૂકવાય છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો, જાતિ વેતનનો આ તફાવત આશરે 23 ટકા જેટલો છે.
- મહિલાઓ અને છોકરીઓની જાતિ સમાનતા અને સશક્તિકરણનો મુદ્દો ઐતિહાસિક રીતે ચાલ્યો આવ્યો છે. મહિલા અને પુરુષ વચ્ચેના અસમાન અધિકારો ધરાવતા માળખા, ગરીબી અને સ્ત્રોતો સુધીની પહોંચમાં અસમાનતા અને પ્રતિકૂળતા તેમજ મહિલાઓ અને છોકરીઓની ક્ષમતાઓને મર્યાદિત કરતી તકોને કારણે આ સમસ્યા સૈકાઓથી પ્રવર્તમાન છે.
ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ (વૈશ્વિક જાતિ તફાવત આંક) 2020ના અહેવાલ મુજબ
- આ અહેવાલમાં રજૂ કરાયેલા અંદાજો અનુસાર આવકમાં તફાવતો ઘણા બહોળા છે ઃ મહિલાઓની વૈશ્વિક સરેરાશ આવક આશરે $ 11,000 (ખરીદશક્તિ સમાનતા - પીપીપીના સંદર્ભે) છે, જ્યારે પુરુષોની સરેરાશે આવક $ 21,000 (પીપીપીના સંદર્ભે) છે.
- વર્ષ 2020ના જેન્ડર ગેપ ઈન્ડેક્સ મુજબ, ભારત વર્ષ 2018માં 108મા સ્થાનેથી સરકીને 112મા ક્રમે પહોંચ્યો છે.
- હાલના પ્રવાહોને ધ્યાન ઉપર લઈને ભવિષ્યનો અંદાજ બાંધીએ તો, એકંદર વૈશ્વિક જાતિ તફાવત 99.5 વર્ષ રહેશે.
ભારતમાં વેતન તફાવત માટે કયાં કારણો જવાબદાર છે
- ભારત જેવા દેશ માટે જાતિ વેતન તફાવત માટેના કારણો થોડાં વધુ જટિલ છે અને તેને સામાજિક-આર્થિક પરિસ્થિતિથી માંડીને માળખાકીય સ્થિતિ જેવાં વિવિધ પાસાંઓ સાથે સાંકળી શકાય એમ છે.
- ઘણીવાર છોકરીઓને શાળાકીય અભ્યાસથી વંચિત રાખવામાં આવે છે અથવા તો શાળામાંથી વહેલી ઉઠાડી લેવામાં આવે છે.
- તેઓ ભણતર મેળવે તો પણ અનેક મહિલાઓને તેમના પરિવારો કામ કરવાની મંજૂરી આપતા નથી.
- કામ કરતી મહિલાઓને પ્રસૂતિ તેમજ બાળકની સંભાળ માટે તેમજ પરિવારના અન્ય સભ્યોના સ્વાસ્થ્યની કાળજી માટે પણ અવારનવાર રજાઓ લેવાની જરૂર પડે છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2020 મુજબજાતિ વેતન સમાનતા તરફ આગળ ધપી રહેલા ટોચના ચાર દેશો વિશેની સંક્ષિપ્ત માહિતી આ મુજબ છે
- આઈલેન્ડ
આઈલેન્ડમાં શ્રમિકોના બજાર (17મા)માં 85.8 ટકા મહિલાઓ છે, એટલું જ નહીં, પરંતુ તેઓ ઘણીવાર સીનિયર અને મેનેજરિયલ ભૂમિકા પણ હાંસલ કરે છે (વરિષ્ઠ અધિકારીઓમાં 41.5 ટકા મહિલાઓ સાથે આઈલેન્ડનો ક્રમ 21મો છે). ઉપરાંત, કંપનીઓના બોર્ડ મેમ્બર્સમાં 43 ટકા મહિલાઓ છે અને અન્ય રૂઢિગત દેશોની સરખામણીએ માતૃત્ત્વ માટેની રજાઓમાં ઓછી ઉદાર નીતિ હોવા છતાં આઈલેન્ડે આ સિદ્ધિ હાંસલ કરી છે. દાખલા તરીકે, પ્રસૂતિની રજાઓ દરમ્યાન મહિલાને તેના કુલ પગારમાંથી ફક્ત 68 ટકા પગાર મળે છે, જ્યારે નોર્વેમાં આ ટકાવારી 94 ટકા અને સ્વીડનમાં 77.6 ટકા છે, જ્યારે ફ્રાંસમાં મહિલાઓને પ્રસૂતિ દરમ્યાન 90 ટકા પગાર મળે છે. રાજકીય સશક્તિકરણની દ્રષ્ટિએ આઈલેન્ડ સમગ્ર વિશ્વમાં ટોચના સ્થાને છે, જેનું મુખ્ય કારણ દેશના સર્વોચ્ચ સ્થાને મહિલાઓના લાંબા શાસનકાળનું છે. (છેલ્લાં 50 વર્ષોમાંથી 22 વર્ષ મહિલાઓએ દેશનું સુકાન સંભાળ્યું છે). સાથે સાથે મહિલાઓનું પ્રતિનિધિત્ત્વ પણ સંસદમાં 38.1 ટકા તેમજ મંત્રીમંડળમાં 40 ટકા જેટલું નોંધપાત્ર છે. આર્થિક ભાગીદારી અને તકોની દ્રષ્ટિએ પણ સમગ્ર વિશ્વમાં આઈલેન્ડ બીજા ક્રમે સૌથી સારો દેખાવ ધરાવે છે અને હજુ તેમાં સુધારો થઈ રહ્યો છે.
નોર્વેમાં શ્રમિકોની ભાગીદારીની વાત કરીએ તો મહિલાઓ 94.5 ટકા સાથે લગભગ પુરુષોની સમકક્ષ છે અને પ્રોફેશનલ તેમજ ટેકનિકલ કામદારોમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. જોકે, વહીવટી પદો ઉપર પુરુષોની સરખામણીએ મહિલાઓની ઓછો રસ ધરાવે છે. વરિષ્ઠ ભૂમિકામાં મહિલાઓ 35.6 ટકા, જ્યારે પુરુષો 64.4 ટકા છે. ઉપરાંત, વેતન અને આવકનો તફાવત હજુ પણ અનુક્રમે 26 ટકા અને 21 ટકા જેટલો છે, જેને પૂરવાની જરૂર છે. રાજકીય સશક્તિકરણની વાત કરીએ તો, નોર્વે એકંદરે બીજા ક્રમે હોવા છતાં મહિલાઓની ટકાવારી સંસદ (40.8 ટકા) અને મંત્રીમંડળ (42 ટકા), બંનેમાં 50 ટકા કરતાં ઓછી છે.
- ફિનલેન્ડ : રાજકીય સશક્તિકરણ તફાવત, જેમાં સંસદમાં મહિલાઓની ભાગીદારી મહિલા અને પુરુષો વચ્ચે સમાન હિસ્સાની નજીક છે. અલબત્ત, પાછલી આકારણીમાં આ હિસ્સો 42 ટકાથી વધીને 47 ટકા થયો છે, જેની સામે મંત્રીમંડળના વિવિધ પદો ઉપર મહિલાઓની ભાગીદારી સહેજ ઘટીને 37.5 ટકા નોંધાઈ છે. વર્ષ 2018માં વરિષ્ઠ પદો ઉપર મહિલાઓની સંખ્યા 31.3 ટકાથી વધીને હાલ 31.8 ટકા થઈ છે, જોકે હજુ પણ તેમાં વિશાળ જાતિ તફાવત જોવા મળે છે. તેમાં હજુ 50 ટકા કરતાં વધુ તફાવત પૂરવાનો બાકી છે. આર્થિક ભાગીદારી અને તક વચ્ચેના તફાવતના બાકીનાં પાસાં લગભગ યથાવત્ રહ્યાં છે. શ્રમિકોની ભાગીદારીમાં તફાવત પ્રમાણમાં ઘણો ઓછો છે (અત્યાર સુધીમાં 96 ટકા) અને કૌશલ્ય ધરાવતી ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારી પુરુષો કરતાં વધુ છે, જ્યારે વેતન અને આવકનો તફાવત હજુ પણ અનુક્રમે 20 ટકા 28 ટકા જેટલો રહ્યો છે.
- સ્વીડન : શ્રમિકોમાં મહિલાઓની ભાગીદારીની વાત કરીએ તો સ્વીડને શ્રમ બજારમાં 81 ટકા મહિલાઓ સાથે વિશ્વના ટોચના 15 દેશોમાં સ્થાન જાળવી રાખ્યું છે અને આવકની દ્રષ્ટિએ જાતિ તફાવત 76.9 ટકા છે. ઉપરાંત, વહીવટી પદો ઉપર 38.6 ટકા મહિલાઓ છે, જ્યારે કૌશલ્ય ધરાવતા કામદારોમાં 50 ટકાથી વધુ મહિલાઓ છે. એસટીઈએમ કાર્યક્રમો દ્વારા નોર્ડિક દેશોમાં સ્વીડન સૌથી વધુ મહિલા સ્નાતકો ધરાવે છે. સ્વીડનની 15.7 ટકા મહિલા સ્નાતકોએ ટેકનિકલ કાર્યક્રમમાં પદવી હાંસલ કરી છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે મહિલાઓની સંખ્યાની વાત કરીએ, તો સ્વીડન કંપનીઓના બોર્ડ ઓફ મેમ્બર્સમાં 36.3 ટકા મહિલાઓ સાથે વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે.
ભારતમાં જાતિ તફાવત વિશે સંક્ષિપ્ત નોંધ
- એકંદર ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન 112મું છે અને દેશ 66.8 ટક સાથે લગભગ બે તૃતિયાંશ જાતિ તફાવત પૂરી દીધો છે.
- બારતમાં ખાસ કરીને આર્થિત જાતિ તફાવત વધુ ઘેરો છે. ભારત ફક્ત એક તૃતિયાંશ તફાવત પૂરી શક્યો છે. અભ્યાસમાં ધ્યાન ઉપર લેવાયેલા 153 દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જેમાં રાજકીય જાતિ તફાવત કરતાં આર્થિક જાતિ તફાવત વધુ મોટો છે.
- શ્રમ બજારમાં 82 ટકા પુરુષોની સરખામણીએ ફક્ત એક ચતુર્થાંશ મહિલાઓ જ સક્રિય રીતે (એટલે કે કામ કરતી હોય અથવા કામની શોધમાં હોય) કાર્યરત છે. આ દ્રષ્ટિએ ભારત વિશ્વભરમાં 145મા ક્રમે સૌથી ઓછી ભાગીદારી ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે.
- મહિલાઓએ કમાયેલી અંદાજિત આવક પુરુષોની આવકના એક પંચમાંશ (20 ટકા) જેટલી નજીવી છે, જેમાં ફરી ભારતનું સ્થાન વિશ્વભરમાં સૌથી નીચે છે.
- નેતૃત્ત્વ ધરાવતી ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારી માત્ર 14 ટકા છે અને પ્રોફેશનલ તેમજ ટેકનિકલ કામદારોમાં મહિલાઓનો હિસ્સો 30 ટકા છે.
- હેલ્થ એન્ડ સર્વાઈવલ સબઈન્ડેક્સમાં ભારતનો ક્રમ છેક 150મો છે. જાતિ ગુણોત્તર વિષમ હોવાને કારણે દેશમાં દર 100 છોકરાઓની સામે છોકરીઓની જન્મ સંખ્યા ફક્ત 91 છે, આ ગુણોત્તર કુદરતી કરતાં ઘણો નીચો છે.
- હિંસા, બળજબરીથી લગ્ન અને સ્વાસ્થ્ય સંબંધિત પહોંચમાં ભેદભાવ વ્યાપક પ્રમાણમાં છે.
- શિક્ષણમાં જાતિ તફાવતની દ્રષ્ટિએ સ્થિતિ અને પ્રવાહો વધુ સકારાત્મક બન્યા છે.
- પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ જોઈએ તો, છોકરાઓની સરખામણીએ છોકરીઓની શાળાકીય હાજરી સ્પષ્ટ રીતે વધુ છે. સાક્ષરતાના દરમાં વિશાળ તફાવત યથાવત્ છે, 82 ટકા પુરુષોની સરખામણીએ ફક્ત બે તૃતિયાંશ મહિલાઓ અક્ષરજ્ઞાન ધરાવે છે. મહિલાઓની રાજકીય ભાગીદારી ઓછી છે, સંસદમાં મહિલાઓનો હિસ્સો ફક્ત 14.4 ટકા (વિશ્વમાં 122મો ક્રમ) છે, જ્યારે મંત્રીમંડળમાં મહિલાઓની ભાગીદારી ફક્ત 23 ટકા (વિશ્વમાં 69મું સ્થાન) છે.