અગાઉ, સંસદની સ્થાયી સમિતિએ દેશમાં તબીબી ક્ષેત્રનાં ધોરણોમાં વિવિધ છિદ્રો વિશે જ ધ્યાન નથી દોર્યું પરંતુ તેણે એમ પણ કહ્યું છે કે, દેશમાં તબીબી શિક્ષણમાં કોઈ ધોરણ નથી જેનાથી દેશની આરોગ્ય જરૂરિયાતો સંપૂર્ણ રીતે સંતોષાઈ શકે. લાખો મેડિકલ કર્મચારીઓ અને વિશેષજ્ઞોની સેવાઓ આ દુર્દશામાંથી બહાર આવવા જરૂરી છે. 15મા નાણા પંચે નિમેલી AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ) નવી દિલ્હીના નિયામક ડો. રણદીપ ગુલેરિયાના નેતૃત્વવાળી છ સભ્યોની સમિતિની મહત્ત્વની ભલામણો આવનારાં પાંચ વર્ષના અંતરાલમાં દેશભરમાં તબીબી અને આરોગ્ય ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તનને લક્ષ્ય કરતી હોય તેમ જણાય છે.
સમિતિ જે 'આરોગ્ય'ને મૂળભૂત અધિકાર જાહેર કરવાની તરફેણમાં છે, તે 'આરોગ્ય કાળજી'ને રાજ્યની યાદીના બદલે સમવર્તી સૂચિમાં મૂકવા ઈચ્છે છે. રણદીપ સમિતિએ MBBS અભ્યાસક્રમનું પુનર્વલોકન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સાથે એમ પણ સૂચવ્યું કે, વર્ષ 2025 સુધીમાં દેશમાં MBBS બેઠકોને સમકક્ષ આરોગ્ય કાળજીમાં અનુસ્નાતક અભ્યાસની સંખ્યા વધારાવી જોઈએ. વ્યાપક શ્રેણીના સુધારાના ભાગરૂપે, તેણે દરેક બીજા અને ત્રીજા વર્ગના શહેર અને નગરમાં ઓછામાં ઓછી 3 હજારથી 5 હજાર પથારીની એક ખાનગી હોસ્પિટલ સ્થાપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. MBBS સ્તરે વિશિષ્ટીકરણ (સ્પેશિયલાઇઝેશન) દાખલ કરવાની ભલામણને પ્રતિસાદ આપવાની જરૂરિયાત છે જેના દ્વારા આરોગ્ય કાળજીના ક્ષેત્રમાં જમીન સ્તરની સ્થિતિ સુધરશે. મેડિકલ કોલેજોની અછત છે તેવા પરિદૃશ્યમાં, ખાનગી અને સરકારી હોસ્પિટલો પી.જી. વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ માટે ઉપયોગમાં લે તે જરૂરી છે. સરકારે આ ભલામણો પર ખૂબ જ કાળજી સાથે નિર્ણય લેવાની જરૂર છે.
ભારત વિશ્વની કુલ વસતિના 17 ટકાનું ઘર છે. સત્તાવાર અંદાજ છે કે, 27 ટકા નવજાત શિશુનાં મૃત્યુ, 21 ટકા મૃત્યુ પાંચ વર્ષથી નીચેનાં બાળકોનાં અને 20 ટકા મૃત્યુ આંતરરાષ્ટ્રીય રોગના લીધે આ દેશમાં થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના (WHO) અંદાજ મુજબ, દર 1 હજાર લોકોના વિસ્તારમાં ઓછામાં ઓછો એક તબીબી અધિકારી/ડોક્ટર હોવો જોઈએ. જોકે એવું વિશ્લેષણ કરાય છે કે, આ ધોરણને પહોંચી વળવા ભારતે આજથી ઓછામાં ઓછા એક દાયકા સુધી રાહ જોવી પડશે અને આ વિશ્લેષણ પોતે જ કહે છે કે, દેશમાં દાખલ કરાઈ રહેલી આરોગ્ય યોજનાઓ કેમ સંતોષજનક નથી. સુધારાના પગલા તરીકે MBBS બેઠકોને સમાંતર અનુસ્નાતક (પીજી) બેઠકો દાખલ કરવાની દરખાસ્ત કરાઈ રહી છે. જોકે આ પગલું લેવાનો સરકાર પર ખર્ચ માત્ર ખર્ચ પરિબળ પર આધારિત છે.
હાલમાં દેશમાં MBBS બેઠકોની સંખ્યા 80 હજાર છે. બીજી બેઠકો આ સંખ્યાના એક તૃત્તીયાંશ જેટલી છે. કેન્દ્રએ પાંચ મહિના પહેલાં જાહેર કર્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2021-22 સુધીમાં 75 નવી સરકારી તબીબી કોલેજોમાં 15 હજાર 700 MBBS બેઠકો પ્રાપ્ય બનાવાશે. જો ક્યાંય પણ સરકારી મેડિકલ કોલેજોમાં MBBS અને PG બેઠકો વધુ મંજૂર કરાશે તો રાજ્યોએ આંતરમાળખા વિકાસ માટેના ખર્ચમાં 40 ટકા વધારો કરવો પડે. આ ગણતરી પ્રમાણે, જો અગાઉ અને વર્તમાન MBBS બેઠકો જેટલી જ PG બેઠકો દાખલ કરવામાં આવે તો રાજ્ય સરકારોએ આંતરમાળખા અને અન્ય વિકાસ માટે જંગી ખર્ચ વહોરવો પડે, જેથી PG અને MBBS એ બંને બેઠકોને સમાન રીતે સમાવવાનું સંભવ બને.
વધુ સારું એ છે કે, કેન્દ્ર સરકાર પ્રવર્તમાન નિયમોમાં ફેરફાર કરે જેથી રાજ્યો કે જે પહેલાં જ આર્થિક કટોકટી હેઠળ દબાયેલાં છે, તેમને વધુ અસર ન થાય. વર્તમાનમાં, દેશમાં નવા ચેપી રોગો પગપેસારો કરી રહ્યા છે. વ્યવહારુ જરૂરિયાતો મુજબ તબીબી શિક્ષણમાં પ્રવેશને વધારવા, કેન્દ્ર માટે પ્રાથમિકતાવાળી કાર્યસૂચિ શિક્ષણમાં શ્રેષ્ઠ ધોરણો સ્થાપવાની અને ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવાની હોવી જોઈએ. ગરીબ હોય કે ધનવાન, તેના સામાજિક આર્થિક દરજ્જાની પરવા કર્યા વગર બ્રિટન તેના તમામ નાગરિકો માટે રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓ (એનએચપી) યોજના લાગુ કરી રહ્યું છે. ત્યારે જર્મની તેની વસતિના એક તૃત્તીયાંશ માટે ફરજિયાત આરોગ્ય વીમા યોજના લાગુ કરી રહ્યું છે. સ્વિત્ઝર્લેન્ડ તેની જમીન પર રહેતા દરેકના આરોગ્યની સુરક્ષા કરવા તમામ સાવધાનીઓ લઈ રહ્યું છે. ચીન, ઈટાલી અને ગ્રીસ વૈશ્વિક આરોગ્ય સુરક્ષા યોજનાઓના અમલમાં સ્પર્ધા કરી રહ્યાં છે. નાગરિકના તેની તબીબી અને આરોગ્ય જરૂરિયાતો પ્રત્યે સ્વ ખર્ચ કાઢવાનું પ્રમાણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 18 ટકા છે. જોકે, ભારતમાં તે 63 ટકા છે, જ્યાં નાગરિકોએ તેમની આરોગ્ય જરૂરિયાતો પૂરી કરવા પોતાના ખિસ્સામાંથી જ નાણાં ખર્ચવાના હોય છે.
સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે જેવા દેશોમાં સકળ ઘરેલુ ઉત્પાદનના (GDP) દસ ટકા નાગરિકોની તબીબી અને આરોગ્ય જરૂરિયાતો માટે ફાળવવામાં આવે છે જેના દ્વારા આ દેશો જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ઉદાહરણરૂપ દેશો બન્યા છે. જોકે ભારતમાં, જાહેર આરોગ્ય માટે જીડીપીના માત્ર 1.5 ટકા જ ફાળવાય છે, જેના દ્વારા ભારતીય નાગરિકે બહુ મોટા પાયે પોતે જ તબીબી ખર્ચ વહન કરવો પડે છે.
ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યો સિવાય, તેલુગુ રાજ્યોના આરોગ્ય કાળજી ખાતાવહી પણ જીએસડીપી (સકળ રાજ્ય ઘરેલુ ઉત્પાદન)ની રીતે ખાસ પ્રોત્સાહક નથી. રણદીપ સમિતિએ કહ્યું કે વર્ષ 2025 સુધીમાં રાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય કાળજી પાછળ ફાળવણી રાષ્ટ્રીય જીડીપીના 2.5 ટકાથી નીચી ન હોવી જોઈએ અને પાયાની તબીબી સારવાર માટે જીડીપીના બે તૃત્તીયાંશ જેટલી રકમ એક બાજુએ મૂકી દેવી જોઈએ. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે, સ્વાસ્થ્ય સેવાઓની પ્રાપ્યતા અને ગુણવત્તાના આધારે, ભારત 195 દેશોની યાદીમાં હજુ પણ 145મા ક્રમે છે.
જવાબદાર સરકારોની ફરજ છે કે, જાહેર આરોગ્ય કાળજી માટે યોગ્ય ખાતાવહી ફાળવણી જવાબદેહી બને, કર્મચારીઓની ખાલી જગ્યા ભરવામાં આવે, જરૂરી સાધનો અને દવાઓ પૂરી પાડવામાં આવે અને પારદર્શક નિરીક્ષણ થાય. જ્યારે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારો આ પ્રક્રિયામાં સફળ થશે ત્યારે જ અસર પામેલા લોકો રાહત અનુભવી શકશે અને તેઓ તેમનો 'જીવવાના અધિકાર'નો ઉદ્ઘોષ કરી શક્યા તેમ કહી શકાશે.