કોચ્ચિઃ ભારતીય નૌસેનાનું એક જહાજ માલદીવથી 200થી વધુ ભારતીયને લઇ મંગળવારે સાંજે અહીં પહોંચ્યું હતું. જે કોરોના વાઇરસના કારણે લાગુ પડેલા લોકડાઉનને લીધે ફસાયેલા હતા.
કોચીન બંદરે ટ્રસ્ટના એક નિવેદન અનુસાર, ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ બીજા ભારતીય નોસૈનિક આઇએનએસ મગર માલદીવથી 202 ભારતીયોને લઇને મંગળવારે સાંજે લગભગ પોણા છ કલાકે કોચીન બંદરે પહોંચ્યું હતું.
જેમાં જણાવવામાં આવ્યું છે કે, પરત આવનારા ભારતીયોમાં 91 નાગરિક કેરળ, 83 તમિલનાડૂ 28 અને અન્ય 15 બીજા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના છે.
જહાજના બીટીપી જેટી પર ઉભું રાખવામાં આવ્યું છે તથા યાત્રીઓને ઉતારવાની ઔપચારિક્તાઓ પુરી કરવામાં આવી રહી છે.
એર્ણાકુલમ જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને અન્ય સરકારી એજન્સીઓ યાત્રીઓના પરિવહન, ક્વોરન્ટાઇન કેન્દ્રો તથા એમ્બ્યુલન્સની વચ્ચે સમન્વય કરી રહી છે.
અધિકારીઓના જણાવ્યાં અનુસાર, તમિલનાડૂના લોકો તે બસોથી જઇ રહ્યા છે, જેનો બંદોબસ્ત તમિલનાડૂ સરકારે કર્યો છે. જેમાં તમિલનાડૂના એક નાગરિકના પગમાં ફ્રેક્ચર પણ છે.
પહેલા ચરણમાં આઇએનએસ જલાશ્વથી માલદીવમાં ફસાયેલા 698 ભારતીયોને 10મેના દિવસે પરત લાવવામાં આવ્યા હતા.