ઇન્દોર (મધ્ય પ્રદેશ): ફિલ્મ નિર્માતા નિર્દેશક એકતા કપૂરની વેબ સિરીઝ 'ટ્રિપલ એક્સ -2' વિવાદોમાં ઘેરાઈ રહી છે. આ અંગે ઇન્દોર પોલીસે ગુનો પણ નોંધ્યો છે. હકીકતમાં સાકેત નગરમાં રહેતી નીરજ યાજ્ઞીક અને અન્ય એક વ્યક્તિએ ઇંન્દોરના અન્નપૂર્ણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં એકતા કપૂરે બનાવેલી વેબ સિરીઝમાં ભારતીય સેનાનો ગણવેશ ફાડવાનો, અભદ્ર સામગ્રી આપવાની અને અન્ય ઘણી બાબતોમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા.
તેથી લિહાજા પોલીસે ફરિયાદ સાથે હાજર પુરાવાઓની નોંધ લઈ નિર્માતા એકતા કપૂરની ફિલ્મના કલાકારો અને ટીમના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
અન્નપૂર્ણા પોલીસ સ્ટેશન ઇંન્દોરના ઇન્ચાર્જ સતીશ દ્વિવેદીએ પણ આ મામલે ચર્ચા કરી હતી
નોંધપાત્ર વાત એ છે કે, 'ટ્રિપલ એક્સ -2' નામની વેબ સિરીઝ એકતા કપૂર માટે સમસ્યા બની ગઈ છે. હકીકતમાં ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં પણ 'ટ્રિપલ એક્સ -2' અંગે સૈન્ય કર્મચારીઓ દ્વારા ફરિયાદ પણ નોંધાઈ છે.
’ટ્રિપલ એક્સ -2' સૈન્યના જવાનોના જીવન પર આધારિત છે અને આ વેબ સિરીઝ પર બહુ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે મુંબઈના વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ આ જ કેસ માટે મુંબઈમાં બાલાજી ટેલિફિલ્મ નિર્દશકે એકતા કપૂર વિરુદ્ધ FIR પણ નોંધાવી હતી..