જોકે બોલસેનારોની પસંદગીથી કેટલીક નેણો જરૂર તણાઈ હતી કારણકે તેઓ તેમનાં અતિ જમણેરી મંતવ્યો માટે જાણીતા છે અને તેમને નારીદ્વેષી તેમજ સજાતીય સંબંધો ધરાવનારાઓથી ડરનાર તરીકે પણ ગણાવવામાં આવે છે. પૂર્વ સૈનિક અધિકારી બોલસેનારો વર્ષ 2018 સુધી બ્રાઝિલના રાજકારણમાં પ્રમાણમાં ઓછા મહત્ત્વના હતા. જો કે, તેઓ હાઉસ ઓફ ડેપ્યુટીઝમાં સતત સાત અવધિ સુધી સભ્ય હતા. જો કે, દિગ્ગજ ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ લુલા ગેરલાયક ઠરતાં, બોલસેનારો માટે ઉચ્ચ પદનો માર્ગ મોકળો થઈ ગયો. બોલસેનારોનાં ચર્ચાસ્પદ મંતવ્યો છતાં, તેમને ઉભરતા અર્થતંત્રવાળા લોકશાહી દેશના કાયદેસર ચૂંટાયેલા પ્રમુખ તરીકે બોલાવવામાં આવ્યા હતા, નહીં કે તેમની વ્યક્તિગત ક્ષમતાના આધારે.
કોઈ એમ પૂછી શકે કે આટલા બધા મોટા અને મિત્ર રાષ્ટ્રોમાંથી બ્રાઝિલ જ કેમ? આનાં કારણો શોધવા અઘરાં નથી. બ્રાઝિલે વર્ષ 2006માં ભારત સાથે સંધિ કરી છે અને તે ભારતના વ્યૂહાત્મક ભાગીદાર પૈકીનું એક છે. તે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા), આઈબીએસએ (ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા) અને G-20 જેવાં સમૂહોનું સભ્ય પણ છે. તે G-4 (બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન)ના સભ્ય તરીકે બ્રાઝિલ અને ભારતે સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના વિસ્તરણ વખતે તેના કાયમી સભ્ય પદની એકબીજાની ઉમેદવારીને ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોમાં બ્રાઝિલે ત્રાસવાદ, એસડીજી અને શાંતિ પહેલો પર ભારતને હંમેશાં ટેકો આપ્યો છે.
વાણિજ્ય બાજુએ, બ્રાઝિલ મંદીની ઝપટમાં આવ્યા પછી વર્ષ 2010માં બંને ઉભરતાં અર્થતંત્રોએ વર્ષ 2010માં લગભગ એક સરખા જીડીપી સાથે, સાથે કૂચ કરી હતી અને તાજેતરમાં ભારતીય અર્થતંત્રએ પણ સુસ્તીના સંકેતો દર્શાવવાના શરૂ કર્યા હતા. જોકે બ્રાઝિલ આપણા માટે હજુ પણ અગત્યનું છે કારણકે તેની પાસે વિશ્વમાં સૌથી મોટી લોખંડનો ભંડાર છે અને તે સંકર (હાઇબ્રિડ) ઊર્જા માટે ઇથેનોલનો સૌથી મોટો સ્રોત છે. કાચા તેલના કિસ્સામાં પણ બ્રાઝિલ પાસે લગભગ 82 અબજ બેરલનો કાચા તેલનો ભંડાર છે, જે ખાડીના પ્રદેશમાં હાલ જે અનિશ્ચિત પરિસ્થિતિ ચાલી રહી છે તેને જોતાં તે પરંપરાગત ઊર્જાનો સ્રોત આપણા માટે હોઈ શકે છે.
આપણે આ ક્ષેત્રમાં પહેલાં જ સહકાર વ્યવસ્થા છે. બ્રાઝિલ શર્કરા, કોફી, સોયાબીનનું પણ સૌથી મોટું ઉત્પાદક છે. તે તેની કૃષિયોગ્ય જમીનનો માત્ર 20 ટકા જમીનનો જ ઉપયોગ કરી રહ્યું છે. (જે ભારત કરતાં 2.7 ગણી છે). તેમાં વિશ્વના વનના 20 ટકાથી વધુ વનપ્રદેશ (એમેઝોન વરસાદી વન) આવેલો છે. તે જૈવ વૈવિધ્ય અને તબીબી વનસ્પતિની રીતે પણ સમૃદ્ધ છે. બ્રાઝિલે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં જે જોર દેખાડ્યું છે તેનાથી આપણે બોધપાઠ લઈ શકીએ છીએ અને સંભવિત સહકાર પણ કરી શકીએ છે. એ નોંધનીય છે કે 1896માં આપણા ગીર પ્રદેશમાથી અંદાજે 700 ગાયોને તેણે આયાત કરી હતી. બ્રાઝિલ હવે સૌથી મોટું માંસ નિકાસકાર અને દુગ્ધ ઉત્પાદનોનું સૌથી મોટું ઉત્પાદક તેમજ જનીનની રીતે સુધારેલા પશુધનવાળું બની ગયું છે. આપણે મર્કોસુરની સાથે મુક્ત વેપાર સમજૂતી પણ હસ્તાક્ષરિત કરી છે જેનું બ્રાઝિલ સૌથી અગત્યનું સભ્ય છે.
સામાજિક રીતે, તેની ગરીબ વસતિને ઉપર ઉઠાવવા માટે બ્રાઝિલનો કાર્યક્રમ પણ પ્રશંસનીય છે. તેનો કાર્યક્રમ 'બોલ્સા ફેમિલા' (પરિવાર માટે પેકેજ) કે જે નિયમિત રીતે નજર રખાતા આંકડાઓ પર આધારિત છે, તે પરિવારની મહિલાના (પુરુષ નહીં) ખાતામાં દર મહિને સહાય રકમ સીધી હસ્તાંતરિત કરીને ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડે છે. જેમાં શરત એ છે કે, પરિવારે એ સાબિત કરવાનું હોય છે કે, તેઓ નિયમિત રીતે આરોગ્ય તપાસ કરાવે છે અને બાળકો નિયમિત રીતે શાળાએ જાય છે. ભારતે તાજેતરમાં તેનો આંશિક અમલ કર્યો છે. આ રીતે બ્રાઝિલ પરસ્પર વિકાસને સુનિશ્ચિત કરવા માટે આપણા માટે અગત્યનો દેશ બને છે.
ચાલુ મુલાકાત દરમિયાન બંને દેશોએ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, આરોગ્ય, પરંપરાગત ઔષધિઓ, કૃષિ, ઊર્જા, ખાણકામ, શોધ, પશુ સંવર્ધનથી લઈ સંરક્ષણ ઉત્પાદનનાં વિવિધ ક્ષેત્રોમાં 15 જેટલાં એમ.ઓ.યુ./સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા, જેના પર જ્યારે અમલ કરાશે ત્યારે તેનાથી આપણા અર્થતંત્રને નવું ઉત્તેજન મળશે.
- જે. કે. ત્રિપાઠી