હૈદરાબાદઃ 9/11 પછી યુએસ સૈનિકોએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરીને શાંતિ સ્થાપવા માટે તક આપીને તાલિબાનને તક આપી છે. જેના આધારે લાગી રહ્યુ છે કે તાલિબાન વિરૂધ્ધ યુધ્ધ કઇક અંશે સમાપ્ત થવાની નજીક છે પણ હજુ પણ ઘણા સ્થળોએ હિંસા જોવા મળી રહી છે.
યુએસ અને તાલિબાન વચ્ચે લગભગ બે દાયકાના યુધ્ધ બાદ થયેલી શાંતિ ડીલને કેટલાંક વિશ્લેષકો ટીકાની દ્રષ્ટિએ જુએ છે. જેમ યુધ્ધથી ઘેરાયેલા અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનો અને આ ક્ષેત્રમાંથઠી સૈન્યને પરત ખેંચવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ યુએસ સૈનિકો માટે અફઘાનિસ્તાનમા પસાર થયેલા સમયને ખુબ જ લાંબી અને આકરી મુસાફરી ગણાવી હતી. અને તેમણે એમ પણ કહ્યુ હતુ કે આટલા વર્ષો પછી સૈનિકોને ઘરે પરત આવવાનો સમય આવી ગયો છે.
તો અફઘાનિસ્તાનમાં ભારતે આપેલા યોગદાનથી નોંધપાત્ર બદલાવ આવ્યો છે. ભારતે અફઘાનિસ્તાનમાં રસ્તા બનાવવા, શાળાનું નિર્માણ કરવુ, સંસદ ભવનમાં ફાળો આપવાની બાબતમાં મહત્વનું કાર્ય કર્યુ છે. પરંતુ, યુએસ સાથેની વાટાધાટમાં તાલિબાનને સાથે લાવવા માટે પાકિસ્તાનની ભુમિકા પણ એટલી જ નોંધપાત્ર રહી છે.
કોમોડોર (નિવૃત) ઉદય ભાસ્કર કે જે સોસયટી ફોર પોલિસી સ્ટ્ડીઝના ડિરેકેટર છે.
તેમણે અફઘાનિસ્તાનમાં બદલાઇ રહેલી પરિસ્થિતિ અંગે ભારતની નીતિ સંદર્ભમાં બિલાલ ભટ સાથે ચર્ચામાં આ વાત કરી હતી.