નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે એક વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર પરિષદની અધ્યક્ષતા કરશે. સંમેલનમાં દુનિયાના વિવિધ દેશોના 20 ટોર્ચના રોકાણકારોના પ્રમુખો આ પરિષદમાં ભાગ લેશે. સંમેલનમાં આર્થિક અને રોકાણનું પરિદર્શય, ઢાંચાગત વિસ્તારમાં સુધારો અને ભારતને 5,000 અરબ ડૉલરની અર્થવય્વસ્થા બનાવવાના સરકારના દર્ષ્ટિકોણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
ભંડોળની સંચાલન હેઠળની સંપત્તિઓ 6,000 અરબ ડોલર
આર્થિક મામલના સચિવ તરુણ બજાજે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે, સંમેલનમાં દુનિયાના સરકારી ભંડોળ અને પેન્શન ભંડોળ સહિત બધા મોટા વૈશ્વિક રોકાણકારો ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનમાં ભાગ લેનાર રોકાણકારોને લઈ તેમની સ્વીકૃતિ અમને પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે, સંમેલનમા ભાગ લેનારા આ ભંડોળની સંચાલન હેઠળની સંપત્તિઓ 6,000 અરબ ડોલરથી વધુ છે.
રોકાણકારો પ્રથમવખત ભારત સરકારની સાથે ચર્ચા કરશે
સંમેલનમાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસ સિવાય દેશના પ્રમુખ ઉદ્યોગસાહસિક નાણા બજારોના નિયામકો દ્વારા કરવામાં આવશે. વૈશ્વિક સંસ્થાગત રોકાણકારોમાં અમેરિકા, યૂરોપ, કેનેડ, દક્ષિણ કોરિયા, જાપાન, પશ્ચિમ એશિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર સહિત દુનિયાના મુખ્ય સંસ્થાકીય રોકાણકારો ભાગ લેશે. જેમાં કેટલાક રોકાણકારો પ્રથમવખત ભારત સરકારની સાથે ચર્ચા કરશે. દુનિયાના મુખ્ય સંસ્થાકીય ભંડોળ સિવાય ભારત તરફથી 6 મુખ્ય ઉદ્યોગપતિ પણ ભાગ લેશે. જેમાં એચડીએફસીના દીપક પારેખ, સન ફાર્માના દિલીપ સાંધવી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના લિમેટેડના મુકેશ અંબાણી ઈન્ફોસિસના નંદન નીલેકણિ, ટાટા સમૂહના રતન ટાટા અને કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક સામલ છે.
વિદેશી રોકાણકારો 35.7 અરબ ડોલર થયું
તેમણે કહ્યું કે, આ કાર્યક્રમથી દુનિયાના અગ્રણી રોકાણકારો અને ભારતીય ઉદ્યોગપતિઓ એકબીજાને મળી અને નીતિઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરશે. દેશમાં ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારો 35.7 અરબ ડોલર થયું છે. જે કોઈ પણ વર્ષના પ્રથમ 5 મહિનામાં અત્યારસુધીમાં મોટા ભાગના રોકાણ છે. ગત્ત વર્ષની તુલનામાં આ 13 ટકા વધુ રહ્યું છે.