ETV Bharat / bharat

ભારતીય સંશોધનકારોએ કોરોના વાઈરસની જીનોમ સીક્વન્સ પર કામ કરવાનું શરૂ કર્યુ - કોરોવાઈરસ સંશોધન

નોવેલ કોરોના વાઈરસ એક નવો વાઈરસ છે અને હાલ વિશ્વભરના સંશોધનકારો તેના અલગ અલગ પાસાઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેન્ટર ફોર સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR), સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, હૈદરાબાદ (CCMB) અને ઇન્સ્ટીટ્યુટ ઓફ જીનોમીક્સ એન્ડ ઇન્ટીગ્રેટીવ બાયોલોજી, નવી દિલ્હી (IGIB) દ્વારા કોરોના વાયરસની જિનોમીક સીક્વન્સ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે.

coronavirus news
coronavirus news
author img

By

Published : Apr 9, 2020, 11:41 PM IST

ન્યૂઝડેસ્ક : ઇન્ડિયા સાયન્સ વાઈરસના સીનીયર સાયન્ટીસ્ટ, જ્યોતિ શર્માં સાથેની વાતચીતમાં CCMBના ડીરેક્ટર ડૉ. રાકેશ મીશ્રાએ જણાવ્યુ હતુ કે, “આ સંશોધનથી વાઈરસની ઉત્ક્રાંતિ વીશે જાણી શકાશે કે આ વાઈરસ કેટલા ગતીશીલ છે અને તે કેટલો ઝડપથી આગળ વધી શકે છે. આ અભ્યાસ દ્વારા એ પણ જાણી શકાશે કે આ વાઈરસની ઉત્ક્રાંતિ કેટલી ઝડપથી થઈ શકે છે અને તેનુ ભવિષ્ય શું હોઈ શકે છે.”

કોઈપણ જીવાણુના DNAની સીક્વન્સ જાણવા માટે આખી જીનોમ સીક્વન્સનો અભ્યાસ કરવો જરૂરી છે.

કોરોના વાઈરસની સીક્વન્સને જાણવા માટે કોરોનાના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લેવામાં આવે છે અને ત્યાર બાદ તેને સીક્વન્સીંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે.

દરેક ઇન્સ્ટીટ્યુટમાં 3 થી 4 લોકો સતત આખી જીનોમ સીક્વન્સ પર કામ કરી રહ્યા છે.

આગામી 3-4 અઠવાડિયામાં સંશોધનકારો 200-300 સેમ્પલ પર કામ કરી શકશે અને તેની માહિતીનો ઉપયોગ કરીને તેઓ આ વાઈરસના ભવિષ્યના વર્તન વીશે નીષ્કર્શ પર આવી શકશે.

આ પ્રયોગ માટે પુનેની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (NIV) પાસેથી પણ આ વૈજ્ઞાનિકોએ અલગ અલગ જગ્યાએથી ભેગા કરેલા વાઈરસના સેમ્પલની માંગણી કરી છે.

તેનાથી વૈજ્ઞાનિકો દેશભરમાંથી મેળવેલા વાઈરસના સેમ્પલને પોતાના અભ્યાસમાં સમાવી શકશે અને એક સ્પષ્ટ ચીત્ર મેળવી શકશે.

તેનાથી વૈજ્ઞાનિકોને વાયરસનું ફેમેલી ટ્રી બનાવવામાં પણ મદદ મળશે.

ડૉ. મીશ્રાના કહેવા પ્રમાણે, આ અભ્યાસના આધારે તેઓ જાણી શકશે કે વાઈરસનુ ઉત્પતીસ્થાન કયુ છે, વાઈરસના કયા જૂથમાં સમાનતા છે, તેમનામાં ક્યારે પરીવર્તન આવે છે, કયા પ્રકારના વાઈરસ મજબૂત છે અને કયા પ્રકારના વાઈરસ નબળા છે. તેઓ કહે છે, “આ અભ્યાસથી કેટલાક આંકડાકીય તારણો મળશે જેનાથી વાઈરસને સમજવામાં મદદ મળશે અને પરીણામે ભવિષ્યમાં વધુ સારી આઇસોલેશન સ્ટ્રેટજી અપનાવી શકાશે.”

આ ઉપરાંત આ સંસ્થાઓએ પોતાની પરીક્ષણ ક્ષમતામાં પણ વધારો કર્યો છે.

મોટા પ્રમાણમાં લોકો ટેસ્ટીંગની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને આગળ તેમનું માસ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.

આ પ્રક્રીયાથી વૈજ્ઞાનિકો પોઝિટિવ કેસને અલગ તારવીને તાત્કાલીક તેમને આઇસોલેશન કે કોરોન્ટાઇનમાં મોકલી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.