ETV Bharat / bharat

ભારતીય જાહેર આરોગ્ય પ્રણાલિ ક્રિટિકલ કેરમાં આવી ગઈ છે!

ભારતમાં જાહેર આરોગ્ય કાળજીનાં અન્ય પ્રાથમિક પાસાંઓમાં સંકલિત પ્રયાસ દેખાતો નથી સરેરાશ જીવનનું આયુષ્ય વધ્યું છે અને માતા તેમજ બાળકનાં મૃત્યુના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. રાષ્ટ્રીય સ્તરે પણ, તબીબી સેવાઓની ઉપલબ્ધતાના સંદર્ભમાં વિવિધ રાજ્યો વચ્ચે તદ્દન વિપરીતતા છે. સ્વસ્થ વસતિએ કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટેની પૂર્વશરત છે.

ભારતીય જાહેર આરોગ્ય પ્રણાલિ ક્રિટિકલ કૅરમાં આવી ગઈ છે!

author img

By

Published : Oct 20, 2020, 2:22 PM IST

સરેરાશ જીવનનું આયુષ્ય વધ્યું છે અને માતા તેમજ બાળકનાં મૃત્યુના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. તે નોંધનીય પ્રગતિ થયાને દાયકાઓ થઈ ગયા છે, તેમ છતાં ભારતમાં જાહેર આરોગ્ય કાળજીનાં અન્ય પ્રાથમિક પાસાંઓમાં સંકલિત પ્રયાસ દેખાતો નથી. દેશ આંતરરાષ્ટ્રીય આરોગ્યસંભાળ ધોરણો અને નિયમોને પૂર્ણ કરવાથી દૂર છે. રાષ્ટ્રીય સ્તરે પણ, તબીબી સેવાઓની ઉપલબ્ધતાના સંદર્ભમાં વિવિધ રાજ્યો વચ્ચે તદ્દન વિપરીતતા છે. સ્વસ્થ વસતિ એ કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટેની પૂર્વશરત છે. આ જ કારણ છે કે ઘણા દેશો સ્વાસ્થ્ય સંભાળ પ્રણાલીઓના નિર્માણ અને સુધારણા માટે તેમના જીડીપીનો મોટો હિસ્સો ફાળવે છે. માથાદીઠ કુલ આરોગ્ય ખર્ચ માટે સર્વે કરાયેલા ૧૯૦ દેશોની યાદીમાં ભારત ૧૪૧મા ક્રમે છે. કૉવિડ-૧૯ના સંદર્ભમાં, સ્થાનિક આરોગ્ય ક્ષેત્રે હાલની પ્રણાલિઓમાં નબળાઈઓ અંગે આત્મનિરીક્ષણ અને સમીક્ષા કરવાની જરૂર છે.

૨૦૨૦-૨૧ના કેન્દ્રીય વહીખાતામાં આરોગ્યકાળજી ક્ષેત્ર માટે ફાળવવામાં આવેલા રૂ.૬૯૦ અબજ એ કુલ જીડીપીના માત્ર એક ટકા છે. ભારત જેવા ઉચ્ચ વસતિવાળા દેશની સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે આ ભંડોળ એકદમ અપૂરતું છે. આયોજન પંચ (૨૦૧૧) એ આરોગ્ય ક્ષેત્રને જીડીપીના બે ટકા આપવાની ભલામણ કરી હોવા છતાં, કોઈ પણ સરકારે તેનો અમલ કરવાની દરખાસ્ત મૂકી નથી. સપ્ટેમ્બર ૨૦૧૮માં, વડા પ્રધાન મોદીએ વંચિતો માટે સ્વાસ્થ્ય સહાય માટે મફત પ્રવેશ આપવા આયુષ્માન ભારત તરીકે ઓળખાતી પ્રધાન જન આરોગ્ય યોજના (પીએમજેવાય)ની શરૂઆત કરી. વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના હોવાનું કહેવાય છે તે પાત્ર વસ્તી માટે રૂ. પાંચ લાખનું વીમા કવચ પૂરું પાડે છે. આર્થિક, જાતિ અને સામાજિક વસતિ ગણતરીના આધારે, વસ્તીના ૪૦ ટકા એટલે કે ૧૦ કરોડ પરિવારો અથવા ૫૦ કરોડ લોકો આ યોજનાના લાભાર્થીઓ છે. અત્યાર સુધીમાં લગભગ ૭૨ લાખ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. પરંતુ આ યોજના ફક્ત મર્યાદિત સંખ્યામાં રોગો માટે કવરેજ પ્રદાન કરે છે. જોકે આયુષ્માન ભારતે ૨૦૨૨ સુધીમાં ૧.૫ લાખ આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ આ લક્ષ્યાંકનો પા ભાગ જેટલો પણ હજુ પ્રાપ્ત કરાયો નથી.

પીએમજેવાયના અમલ માટે જવાબદાર સર્વોચ્ચ સંસ્થા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં વીમા ચુકવણીની બાબતમાં વિવિધ રાજ્યો વચ્ચેના અંતરાલોને પ્રકાશિત કર્યા છે. સૌથી ગરીબ રાજ્યો (બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ) એ ભંડોળનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો છે જ્યારે કેરળે આ યોજના હેઠળ સૌથી વધુ હૉસ્પિટલમાં દાખલ થયાની નોંધ લીધી છે. ૧૧૫ આકાંક્ષિત જિલ્લાઓમાંથી કોઈ પણ એકમાં આરોગ્ય કાળજી કેન્દ્ર આયુષ્માન ભારત સાથે ભાગીદારી કરી શક્યું નથી. આ જિલ્લાઓની ખાનગી હૉસ્પિટલો પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે અનિચ્છા બતાવે છે. મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સિવાય, મોટા ભાગનાં રાજ્યોએ માત્ર વિકસિત જિલ્લાઓમાં ખાનગી હૉસ્પિટલોને આ યોજનાઓમાં સૂચિમાં સત્તાવાર સમાવિષ્ટ (એમ્પેનલ) કરવામાં આવી છે. સત્તાવાર આંકડા મુજબ, વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) ની ૧:૧૦૦૦ની ભલામણ સામે દેશમાં ડૉક્ટર-વસતિનું પ્રમાણ ૧: ૧૪૫૬ છે. આ ગુણોત્તરમાં સુધારો કરવા માટે સરકારે મેડિકલ કૉલેજોને જિલ્લા હૉસ્પિટલો સાથે જોડવાની જાહેરાત કરી હતી. હાલમાં, દેશભરમાં ૫૨૬ સરકારી મેડિકલ કૉલેજો છે. પાછલાં બે વર્ષોમાં, આ કૉલેજોમાં બેઠકોની સંખ્યા ૮૨,૦૦૦ થી વધીને ૧,૦૦,૦૦૦ થઈ ગઈ છે. સરકાર દ્વારા સંચાલિત અને ખાનગી હૉસ્પિટલો વચ્ચે અસમાનતા વધી રહી છે. દેશભરમાં આશરે ૫૮ ટકા હૉસ્પિટલો અને ૨૯ ટકા હૉસ્પિટલ બેડ ખાનગી ક્ષેત્રમાં છે. ૮૧ ટકા ડૉકટરો ખાનગી ક્ષેત્રમાં કાર્યરત છે. કેન્દ્ર પૂરતી ક્ષમતાવાળી હૉસ્પિટલોમાં નેશનલ બૉર્ડ ઑફ ઍક્ઝામિનેશન હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમો આપવાનો આશય ધરાવે છે.

શિક્ષણ અને જાહેર આરોગ્યમાં સરકારની ભૂમિકા ઓછી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકારી હૉસ્પિટલોમાં એમબીબીએસથી આગળ તાલીમ લેનારા ઉમેદવારો માટે ઓછી સુવિધાઓ છે. કુશળ ચિકિત્સકોની સ્પષ્ટ અછત છે. દેશની કૉર્પોરેટ હૉસ્પિટલો તબીબી ઉપકરણોની શ્રેષ્ઠ શ્રેણીથી સજ્જ છે. તેઓ સરકારી પ્રોત્સાહનોનો લાભ લે છે. કેટલીક ખાનગી હૉસ્પિટલોને તેમના ડૉકટરોને વિદેશમાં તાલીમ અપાવવાનું પરવડી શકે તેમ છે. તેમની સેવાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય પરીક્ષા બૉર્ડ તબીબી વિદ્યાર્થીઓને પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશની સુવિધા આપી શકે છે. કઠોર વાસ્તવિકતા એ છે કે ઘણા તબીબી વિદ્યાર્થીઓને ફરજ પરના ડૉકટરો તરીકે રોજગારી આપવામાં આવે છે અને દર્દીઓ સાથે વાતચીત કરવાની તક આપ્યા વિના તેમને સ્નાતક ડિગ્રી આપવામાં આવે છે. નીતિ આયોગે મેડિકલ કૉલેજોને જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે જિલ્લા હોસ્પિટલો સાથે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઘણી ખાનગી મેડિકલ કૉલેજોમાં આનુષંગિક હૉસ્પિટલો એટલી મોટી હોતી નથી જેથી તેને સાંકળી શકાય. નીતિ થિંક ટેન્કે રાજ્ય સરકારોને ખાનગી મેડિકલ કૉલેજોને સસ્તા દરે જમીન ફાળવવા જણાવ્યું હતું. જેથી તેઓને હૉસ્પિટલો સ્થાપવામાં મદદ મળી શકે. કેટલાંક રાજ્યો આ દરખાસ્ત અંગે વિરોધી મંતવ્યો ધરાવે છે. તે ખૂબ અનિશ્ચિત છે કે ખાનગી હૉસ્પિટલોને જિલ્લા હૉસ્પિટલો સાથે જોડવામાં આવશે તો ડૉકટરોની તંગીનો અંત આવી શકે છે.

દેશમાં અગ્રતાવાળી ચિકિત્સામાં આંતરમાળખાની કમી છે. ભારતને આગામી પાંચ વર્ષમાં અગ્રતાવાળી તબીબી સેવાઓ અને માળખાગત સુવિધાના નિર્માણ માટે રૂ. ૫,૩૮,૩૦૫ કરોડની આવશ્યકતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૧૫મા આયોજન પંચ સમક્ષ આ દરખાસ્ત મૂકી હતી. છતાં, આરોગ્યસંભાળ માળખાના નિર્માણ માટે ઉદાર ફાળવણીના કોઈ રેકોર્ડ નથી. પ્રાથમિક આરોગ્યસંભાળને મજબૂત બનાવવાની જરૂર છે. વિશ્વના આરોગ્યપ્રદ દેશોની યાદીમાં ભારત ૧૨૦મા ક્રમે છે. આ યાદીમાં પ્રથમ બે સ્થાનો પર સ્પેન અને ઇટાલીનો કબજો છે. નોંધનીય છે કે ઇટાલી પણ એવા દેશોમાંનો એક છે કે જેને કૉવિડ-૧૯ દ્વારા ભારે અસર થઈ હતી. દક્ષિણ એશિયાના દેશોમાં શ્રીલંકા (૬૬), બાંગ્લાદેશ (૯૧) અને નેપાળ (૧૧૦)એ ભારત કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. રોગચાળાએ હાલની આરોગ્યકાળજી પ્રણાલિની ખામીઓ જાહેર કરી દીધી છે. પ્રથમ પ્રણાલિગત ખામી વાઇરૉલૉજી લેબની અછતના સ્વરૂપમાં આવી. ૧૯૫૨માં સ્થપાયેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજી (એનઆઈવી) એ ભારતની સૌથી મોટી વાઇરૉલૉજી રિસર્ચ સંસ્થા છે. તેને 'હૂ' સાથેના સહયોગથી વાઇરસ પરના ઘણા અદ્ભુત સંશોધનનો શ્રેય મળે છે. દુર્ભાગ્યે, તે દેશની એક માત્ર સંસ્થા છે જે રોગચાળાની ઘટનામાં બચાવ માટે આગળ આવે છે.

રોગચાળાએ દરેક રાજ્યમાં આવી સંસ્થાઓની સ્થાપના કરવાની જરૂરિયાત બતાવી દીધી છે. નિદાન અથવા સારવારમાં ઘાતક વિલંબને રોકવા માટે, દેશના દરેક ખૂણામાં વધુ વાઇરૉલૉજી લેબ સ્થાપવી આવશ્યક છે. આવી લેબ ખૂબ જ ચેપી રોગનાં સ્રોતોને ઓળખવામાં મોટી સહાય કરે છે. ખાસ કરીને કોવિડ -૧૯ વખતે, એનઆઈવીએ તેનાં લક્ષણો અને ફેલાવાની હદના સંશોધન ઉપરાંત કોરોના વાઇરસની પ્રકૃતિનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હાલની કૉવિડ-૧૯ જેવી કટોકટીઓ લોકોનીઆજીવિકા છિનવી લીધી છે ત્યારે લોકો જાહેર આરોગ્યની કટોકટી દરમિયાન પ્રણાલિની કામગીરીની નિંદા કરે છે પરંતુ અન્યથા આત્મસંતુષ્ટ રહેવાનું પસંદ કરે છે. ડિમોનેટાઇઝેશન અને જીએસટીએ સ્થાનિક ફાર્મા ઉદ્યોગનો નાશ કર્યો છે. હાલના સંજોગોમાં ફાર્મા ક્ષેત્રને પ્રોત્સાહન અને રોકાણોના રૂપમાં મોટો વેગ મળ્યો છે. ચીન મોટાભાગની દવાઓ માટે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (એપીઆઈ) પૂરો પાડે છે. હાલના વાતાવરણને જોતાં, ચીન પર વધુ પડતો આધાર રાખવો તે નુકસાનકારક ચાલ સાબિત થઈ શકે છે. તેથી ઘરેલુ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પુનર્જીવિત કરવો હિતાવહ છે. જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય વિકાસ એકબીજા સાથે સંકળાયેલા છે. આ જ સમય છે કે નીતિનિર્માતાઓ ઝડપી રાહતથી દૂર જાય અને દેશના આરોગ્ય ક્ષેત્રને મજબૂત બનાવવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરે.

તાજેતરના રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ અહેવાલમાં જાણવા મળ્યું છે કે બીજી બીમારીઓ કરતાં મેલેરિયા, વાઇરલ હિપેટાઇટિસ, મરડો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, અછબડા, ઓરી, એન્સેફ્લાઇટિસ (મગજનો સોજો), ફાઈલેરીઆસિસ, ટાઇફૉઇડ અને ક્ષય રોગ જેવા ચેપને લીધે ભારતમાં સંખ્યાબંધ લોકો બીમાર પડી રહ્યા છે. સરકારે આ મુદ્દાઓને ધ્યાનમાં લેવા મોટી રકમ ભંડોળ તરીકે ફાળવવી પડશે. જો એક સામાન્ય ચેપમાં નોંધપાત્ર ભંડોળ અને સંસાધનોની જરૂર હોય, તો કોરોના જેવા રોગચાળાને પહોંચી વળવા માટે આપણી આરોગ્યસંભાળ પ્રણાલિ કેવી રીતે તૈયાર હોવી જોઈએ? નિર્ણાયક માળખાકીય સુવિધાઓ બનાવવા અને જાહેર આરોગ્ય ક્ષેત્રે સુધારણા કરવા સરકારોએ ભંડોળની ફાળવણીના મહત્ત્વને ઓળખવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.