નવી દિલ્હીઃ વિદેશથી ભારતીયોને લાવવા વંદે ભારત મિશન ચાલી રહ્યું છે, ત્યારે આ પ્રક્રિયામાં કાળજી માટે ભારતીય કસ્ટમ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અંગેનો એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. આ વીડિયોમાં મિશનને સફળ બનાવવા માટે દેશના તમામ એરપોર્ટ પર કસ્ટમ્સ, સીઆઈએસએફ ગ્રાઉન્ડ સ્ટાફ અને અન્ય સંસ્થાઓ દ્વારા કેટલી સુવિધા આપવામાં આવી રહી છે અને સુરક્ષા જવાનો જાતે સલામતી લઈને લોકોને મદદ કરી રહ્યાં છે.
તમે આ વીડિઓની શરૂઆતમાં પણ જોઈ શકો છો કે, કેવી રીતે દિલ્હી એરપોર્ટ પર સ્ટાફ લોકોને પી.પી.ઇ કીટ પહેરીને તપાસી રહ્યો છે, જ્યારે મુંબઇ એરપોર્ટ પર એક્સ રે મશીન પર બેઠેલા સુરક્ષા કર્મીઓ દ્વારા પી.પી.ઇ કીટ પહેરી લેવામાં આવી છે.
આ વીડિયોમાં તમે ચેન્નાઈ અને બેંગ્લોર એરપોર્ટનું દૃશ્ય પણ જોઈ શકો છો, જ્યાં ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો સામાજિક અંતર જાળવીને કેવી રીતે તબીબી ચકાસણી અને ક્લિયરન્સ જાળવી રહ્યાં છે.
વીડિયોમાં મેંગ્લોર અને ઇન્દોર એરપોર્ટ પર સીઆઈએસએફ સ્ટાફ દ્વારા મેટલ ડિટેક્ટર મશીન દ્વારા લોકોની તપાસ કરી રહ્યાં છે. આજ રીતે લખનઉ, શ્રીનગર, કોચી અને ત્રિચય એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓ લોકોનું ચેકીંગ અને અન્ય કામગીરી કરી રહ્યાં છે.
આ વીડિયોથી ભારતીય કસ્ટમ વિભાગે તમામ દેશવાસીઓને સંદેશ આપ્યો છે કે, લોકડાઉન દરમિયાન પણ કસ્ટમ વિભાગ દેશ અને મુસાફરોની સુરક્ષા માટે હંમેશા તત્પર રહ્યું છે.