ભારતે વાયુસેનાના સૌથી મોટુ વિમાન સી-17 ગ્લોબમાસ્ટરને મેડીકલ સામ્રગી સાથે ચીનમાં મોકલવાની અને કોરોના વાઇરસથી પ્રભાવીત ચીનના હુબઇ પ્રાંતથી 100થી વધારે ભારતીયોને પરત લાવવા માટેની યોજના જાહેર કરી હતી.
ભારતે ચીનને એરફોર્સના વિમાનને ચીન લઈ જવા દેવામાં વિલંબ અંગે સ્પષ્ટતા કરી છે. નવી દિલ્લીમાં ચીનના દૂતાવાસે કહ્યું છે કે, કોરોના વાઇરસની કારણે પરવાનગી લેવામાં વિલંબ થયો છે.
ભારતે વિમાનમાં જગ્યા રહેશે તો બીજા દેશોના નાગરીકોને પણ ત્યાંથી બહાર લાવવા માટે કહ્યુ હતું.
વિમાનને મંજૂરી આપવામાં થઇ રહેલા વિલંબ અંગેના સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયે કહ્યુ કે, બંન્ને દેશોના અધીકારીઓ વચ્ચે આ મુદ્દે સંવાદ અને સંકલન થયું હતું.
પરંતુ, જવાબમાં ફ્લાઇટને ક્યારે મંજુરી આપવામાં આવશે તે જણાવાયુ નથી.
આ વિમાન મેડીકલ સામગ્રી લઇ વુહાન જશે અને ત્યાં ફસાયેલા ભારતીયોને લઇ પરત ફરશે.
ભારતીય અધિકારીઓએ કહ્યુ હતું કે, ચીનની સરકારે મંજૂરી ન આપતા ફ્લાઇટને મોકલવામાં વિલંબ થયો છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે શુક્રવારે પોતાની ઓનલાઇન મીડિયા બ્રિફિંગમાં કોઇ પણ કારણથી વિલંબ થયો હોય તેને નકાર્યો હતો, પરંતુ ફ્લાઇટને વુહાન ન જવા દેવા માટે કોઇ કારણ આપ્યું ન હતું.
નવી દિલ્હીમાં રવિવારે ચીની દુતાવાસે કહ્યુ હતું કે, ચીન હમેશા ચીનમાં રહેતા ભારતીય નાગરીકોને સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા માટે ઘણુ મહત્વ આપે છે અને ભારતીયોને પરત ફરવા માટે પણ સહાયતા કરે છે.
દુતાવાસે જણાવ્યું હતું કે, હુબઇ પ્રાંતમાં રોગચાળાની સ્થિતિ ગંભીર છે અને કોરોનાના નિવારણ અને નિયંત્રણ મહત્વપૂર્ણ ચરણમાં છે અમે જમીની સ્થિતિનું સાવધાની પૃર્વક નિરિક્ષણ કરી રહ્યા છીએ. બન્ને દેશોના અઘિકારીઓ આ બાબતે સંપર્કમાં છે અને વઘુમાં જણાવ્યું હતું કે, એવી કોઇ વાત નથી કે ચીન જાણી જોઇને ફ્લાઇટને મંજૂરી આપવામાં વિલંબ કરી રહ્યા છે.