મળતી માહિતી મુજબ પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપનો સુબેદાર અહેમદ ખાનને નિયંત્રણ રેખાના નાકિયલા સેક્ટરમાં 17 ઓગસ્ટના રોજ ઠાર મરાયો હતો. જ્યારે તેને ઠાર મરાયો ત્યારે તે ભારતમાં ઘુસણખોરોને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં અભિનંદનને જ્યારે પકડી લેવામાં આવ્યો હતો ત્યારે જે તસવીરો સામે આવી હતી તેમાં દાઢીવાળો સૈનિક ખાન ભારતીય પાયલટ અભિનંદનની પાછળ ઉભેલો જોવા મળે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહેમદ ખાન નૌશેરા,સુંદરબની અને પલ્લનવાલા સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરાવતો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પણ ભારતીય સીમામાં પ્રવેશ કરવામાં ખાન મદદ કરતો હતો.