ETV Bharat / bharat

ભારતીય સેના અધ્યક્ષ મનોજ નરવાણે સેન્ટ્રલ કમાન્ડ ઓફિસની મુલાકાતે, ભારત-ચીન સરહદ વિવાદ અંગે રણનીતિ ઘડશે - Army chief Manoj narwane would visit lucknow

ચીન અને નેપાળ સાથે જોડાયેલી ભારતીય સરહદો પરની પરિસ્થિતિ અને જોખમ સામે લડવાની તૈયારીઓ અંગે સમીક્ષા કરવા માટે આર્મી ચીફ મનોજ નરવાણે શુક્રવારે લખનઉની મુલાકાતે પહોંચ્યા હતા. આર્મી ચીફ બન્યા બાદ સેન્ટ્રલ કમાન્ડની તેમની આ પ્રથમ મુલાકાત છે.

ભારતીય સેના અધ્યક્ષ મનોજ નરવાણે લખનઉની મુલાકાતે, સેન્ટ્રલ કમાન્ડ ઓફિસ ખાતે ભારત-ચીન સરહદ વિવાદ અંગેની રણનીતિ ઘડશે

author img

By

Published : Aug 7, 2020, 4:09 PM IST

ઉત્તર પ્રદેશ: ચીન અને નેપાળ સાથે જોડાયેલી ભારતીય સરહદો પરની પરિસ્થિતિ અને જોખમ સામે લડવાની તૈયારીઓ અંગે સમીક્ષા કરવા માટે આર્મી ચીફ મનોજ નરવાણે શુક્રવારે લખનઉની મુલાકાતે પહોંચ્યા હતા. આર્મી ચીફ બન્યા બાદ સેન્ટ્રલ કમાન્ડની તેમની આ પ્રથમ મુલાકાત છે.

ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવાણે શુક્રવારે ભારત-ચીનની સરહદી સમસ્યા પર ચર્ચા કરવા માટે લખનઉ સ્થિત સેન્ટ્રલ કમાન્ડ ઓફિસ આવી રહ્યા છે. જ્યાં તેઓ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરશે.

ઉત્તરાખંડની સરહદ પર લીપુલેખ પાસે ચીન દ્વારા તૈનાત સેનાના જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ વિસ્તાર સેન્ટ્રલ કમાન્ડ હેઠળ આવ્યો હોવાથી આ સરહદ પર ભારતીય સેનાની કાર્યવાહી તેમજ જોખમ વિશે ચર્ચા કરવામાં આવશે.

વિશેષ સર્વિસ વિમાન દ્વારા તેઓ ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે. અહી હેલિકોપ્ટર દ્વારા તેઓ સેન્ટ્રલ કમાન્ડના હેલિપેડ પર ઉતરી સડક માર્ગે તેઓ ઓફિસ સુધી પહોંચશે. અહી સેના અધ્યક્ષ ઇકરૂપ સિંહ ઘુમન સાથે તેઓ ચીન અને નેપાળને અડતી સરહદો પર સંઘર્ષની તૈયારીઓને લઇને ચર્ચા વિચારણા કરશે.

લાઈન ઑફ એકચ્યુઅલ કન્ટ્રોલ પર સતત ચીનની હેરાનગતિ વધી રહી છે જે દેશ માટે ચિંતાનો વિષય છે. આ અંગે સતત ઉચ્ચ સ્તર પર ચીન સાથે વાટાઘાટો ચાલી રહી છે પરંતુ હજીસુધી સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી . આથી હવે આર્મી ચીફ આ મુદ્દે અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી આગામી રણનીતિ તૈયાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.