નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ભારતીય સેનાએ આકરા પગલાઓ લેવાનું શરૂ કર્યું છે. જવાનોના મોબાઈલમાંથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત 89 એપ્લીકેશનોને 15 જુલાઈ સુધીમાં અનઇન્ટોલ કરવાનો આદેશ આપ્યો છે.
આ પ્રકારના આદેશ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ અધિકારીઓ દ્વારા આવા આકરાં આદેશો આપવામાં આવ્યા છે, પરંતુ આ આદેશોનું પાલન ન થતા સેનાએ એક સમય સીમા નક્કી કરી છે. સેનાના વરિષ્ઠ અધિકારીએ ઈટીવી ભારતને કહ્યું કે, 'આ મામલે જૂનના બીજા સપ્તાહે જ આદેશ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં 40 એપ્સ એ છે, જેને 5 ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.'
આ 89 એપ્લિકેશન્સની યાદીમાં સોશિયલ નેટવર્કીંગ સાઈટ જેમકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, મેસેજિંગ પ્લેટફોર્મમાં વી-ચેટ, વાઈબર, હેલો, શેરચેટ વગેરે સાથે વીડિયો હોસ્ટિંગ સાઈટ જેમાં ટિકટોક અને વેબ બ્રાઉઝર જેવા યુસી બ્રાઉઝર, યુસી મીની અને લાઈવ સ્ટ્રીમિંગ એપ્સ, યુટિલિટી એપ્સ જેમાં કેમ સ્કેનર, ગેમિંગ એપ અને પબજી (પ્લેયર અનોન બેટલગ્રાઉન્ડ), ઈ-કોમર્સ સાઇટ્સ, ડેટિંગ એપ્સ જેમાં ટીંડર વગેરેનો સમાવેશ થાય છે.
આ આદેશ સેનાના એવી ટુકડીની તરફ શંકાનો ઈશારો કરે છે. જેના કારણે સેનાના જવાનોને અનેકવાર વિશેષરૂપથી હની ટ્રેપના માધ્યમથી ભારતના હિતો વિરૂદ્ધ ફસાવાનો પ્રયાસ કરવામાં આવે છે. અનેક બનાવટી સોશિયલ મીડિયા પ્રોફાઈલોના સંચાલન સામે આવતા આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જેમાં સંભવિત ખતરાઓના રૂપે પુષ્ટી થઈ હતી. જેનો ઉપયોગ સેનાના જવાનો પાસેથી સંવેદનશીલ અને સેનાની જાણકારી જાણવા માટે કરવામાં આવે છે.
ખાસ કરીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI મહિલાઓનો ઉપયોગ કરી ભારતી સેના, સુરક્ષા અને રાજકીય સંવેદનશીલ સુચનાઓ સાથે ભાગવા મજબૂર કરે છે.