ETV Bharat / bharat

લદ્દાખમાં 14 કલાક ચાલી ભારત-ચીન સેના વાર્તા, ફિંગર એરિયાની સમજૂતી પર ચર્ચા - લદ્દાખમાં ભારત ચીન કમાન્ડરની બેઠક

ભારત અને ચીનની વચ્ચે કોર કમાન્ડર સ્તરીય બેઠક લગભગ 14.5 કલાક સુધી ચાલી હતી. મંગળવારે આ બેઠક પૂર્વી લદ્દાખના ચુશુલમાં સવારે 11.30 કલાકે શરુ થઇ હતી. એક સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર બંને પક્ષોની બેઠક 14 કલાક સુધી ચાલી હતી. જેમાં ભારત-ચીન સેના મુદ્દે ચર્ચા થઈ હતી.

Indian and Chinese commanders hold talks

author img

By

Published : Jul 15, 2020, 10:12 AM IST

Updated : Jul 15, 2020, 10:45 AM IST

નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે કોર કમાન્ડર સ્તરીય વાર્તા લગભગ 14.5 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતીય સેનાની ટીમનું નેતૃત્વ લેહ સ્થિત 14 કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરેન્દ્ર સિંહે કર્યું હતું, જ્યારે ચીની પક્ષ તરફથી દક્ષિણ શિનજિયાંગ મિલિટ્રીના જિલ્લા કમાન્ડક મેજર જનરલ લિન લિયૂ હાજર રહ્યાં હતાં. મહત્વનું છે કે, આ પહેલા લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LEC) પર તણાવ ઓછો કરવા માટે ભારત-ચીન વચ્ચે શીર્ષ કમાન્ડર સ્તર પર ત્રણ બેઠક થઇ ચૂકી છે. બંને પક્ષો વચ્ચે થયેલી ત્રણ અન્ય બેઠકો પણ મોડી રાત સુધી ચાલી હતી.

જો કો, બંને દેશો વચ્ચે સૈન્ય વાર્તા ઉપરાંત રાજકીય સ્તર પર પણ વાતચીત શરુ છે. સેનાના સૂત્રો અનુસાર, બેઠકનો મુખ્ય એજન્ડા ફિંગર એરિયાને સમજૂતી, ગંભીર ક્ષેત્રોથી સૈનિકોને દૂર કરવા અને વિઘટનની પ્રક્રિયાને પુરી કરવાનો છે. વધુમાં જણાવીએ તો ગત્ત દિવસો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ફોન પર વાર્તામાં એલએસી પર તણાવ દૂર કરવા પર સહમતિ દર્શાવી હતી. જે બાદ ભારત અને ચીનના સૈનિકો ગલવાન ઘાટીમાં અગ્રિમ મોર્ચાથી લગભગ એક કિલોમીટર પાછા હટ્યા હતા. બંને દેશોની સેનાઓએ પુરી રીતે પીછે હટ કરવાની પ્રક્રિયા હજૂ શરુ છે.

વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બનેલી સહમતિને અનુરૂપ ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ્સ, ગોગ્રા, તથા અન્ય અગ્રિમ મોર્ચાથી પોતાના સૈનિકોને પરત બોલાવ્યા છે. પૈંગોંગ નદીના ઉત્તરી પર સ્થિત ફિંગર ફોર પર અત્યારે પણ ચીની સૈનિકો હાજર છે, પરંતુ ચીની સેના અહીં પણ પોતાની ઉપસ્થિતિ ઓછી કરી રહી છે.

ક્યાંથી શરુ થાય છે નવો ગતિરોધ

લદ્દાખની ગલવાન ઘાટીમાં વિગત 15-16 જૂન દરમિયાન રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. જેમાં એક કર્નલ સહિત 20 સૈન્યકર્મી શહીદ થયા હતા. મોડી રાત્રે સૈન્ય સૂત્રોના હવાલાથી આવેલી માહિતી મુજબ ચીની પક્ષમાં 43 લોકો માર્યા ગયા હતા. અમેરિકા જાસૂસ વિભાગે હવાલો આપતા ગલવાનમાં થયેલી હિંસક ઝડપમાં ચીની સેનાના એક કમાન્ડર સહિત 35 લોકો માર્યા ગયા હતા, પરંતુ ચીને હિંસક ઝડપના લગભગ એક મહિના વિત્યા બાદ પણ જણાવ્યું નહીં કે, પીપલ્સ લિબરેશન આર્મીના કેટલા સૈનિકો માર્યા ગયા હતાં.

હિંસક ઝડપ બાદ માહિતી સામે આવી રહી હતી કે, ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોના પરિજનોને ચીની સરકાર શાંત કરવામાં લાગી છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ધ ગ્લોબલ ટાઇમ્સના સંપાદક હૂ જિન દ્વારા લખવામાં આવ્યું કે, મૃતકોની સર્વોચ્ચ સમાન આપવામાં આવ્યું છે અને આ જાણકારી અંતતઃ બધાને આપવામાં આવશે. જેથી નાયકોને યાદ કરી શકાય.

વધુમાં અમેરિકી જાસુસ વિભાગે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, ચીન લદ્દાખમાં થયેલી ભુલ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમેરિકા જાસુસ વિભાગના આકલન અનુસાર, ગલવાનમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારો પર સરકાર દબાણ કરી રહી છે કે, તે શવયાત્રા અને વ્યક્તિના અંતિમ સંસ્કાર સમારોહનું આયોજન ન કરે. અમેરિકન ઇન્ટેલિજન્સ અનુસાર ચીન એવું એ માટે કરી રહ્યું છે કે, કારણ કે, તે સ્વીકારવા ઇચ્છતું નથી કે, ગલવાન ઘાટીમાં સૈનિકો સાથેની હિંસક ઝડપ બાદ પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો પણ માર્યા ગયા હતાં.

Last Updated : Jul 15, 2020, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.