નવી દિલ્હી : ભારતે એન્ટી મેલેરીયા દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન પરથી બેન હટાવી દીધો છે. વિદેશ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું કે કોરોના મહામારીને ધ્યાને લેતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વચ્ચે ભારત તમામ પાડોશી દેશને પેરાસિટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્વીનના લાઇસન્સ આપશે.
આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે અમે આ તમામ જરૂરિયાતી દવાઓને મહામારી વચ્ચે ઝઝુમી રહેલા કેટલાક દેશને પણ પુરતી કરીશુ. કોરોના વાઇરસના દર્દી માટે એન્ટી મેલેરીયા દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન અસરકારક નિવડે છે.