જેનાથી ભારતીય રડાર વ્યવસ્થાને મજબૂતી મળશે. તેને પૃથ્વીથી 576 કીમી ઉપર સ્થાપિત કરવામાં આવશે.
ISRO આ અભિયાનમાં બીજા દેશના વ્યાવસાયિક ઉપગ્રહોની સાથે રડાર ઇમેજિંગ અર્થ ઓબ્જર્વેશન ઉપહગ્રહને લોન્ચ કરશે. તેમાં 6 ઉપગ્રહ અમેરિકાના છે.
રિસૈટ-2 BR 1 નું વજન ઓછામાં ઓછુ 628 કીલોગ્રામ છે. જેને 576 કિલોમીટર વિસ્તારમાં 37 ડિગ્રી પર સ્થાપિત કરવામાં આવશે.
લોન્ચ યાન PSLV- C48 9 અન્ય વ્યાવસાયિક ઉપગ્રહોને પણ લઇ જશે, જેમાં 6 અમેરિકાના, એક-એક ઇઝરાયલ, ઇટલી અને જાપાનના પણ હશે.
ISROના જણાવ્યાં અનુસાર આ વ્યાવસાયિક ઉપગ્રહોને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સાથે વ્યાવસાયિક કરાર હેઠળ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.