ETV Bharat / bharat

ભારત અને અમેરિકાની અતૂટ ભાગીદારી - India-US relationship

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની ૨૪ ફેબ્રુઆરીએ ભારતની પ્રથમ મુલાકાતમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં નવું સમીકરણ સર્જાવાની આશા છે. વિદેશ નીતિના નિષ્ણાતો માને છે કે લાંબા ગાળે બંને દેશોને એકબીજાથી લાભ થવાનું પાકું છે.

India-US Individual Partnership
India-US Individual Partnership
author img

By

Published : Feb 23, 2020, 5:40 PM IST

લાંબા સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ચકડોળ જેવા રહ્યા છે- ૧૯૫૦ના દાયકામાં અમેરિકા ભારત વિરોધી હતું તે પછી વર્ષ ૨૦૦૫થી તે ભારત તરફી બન્યું અને ભારત હવે અમેરિકાનું અવિભાજ્ય ભાગીદાર બની ગયું છે. બંને બાજુના ટોચના નીતિઘડવૈયાઓ આ સંબંધોને માત્ર 'કુદરતી' જ માની રહ્યા છે કારણકે બંને દેશો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે. સમયે સમયે અમેરિકાના પ્રમુખોની મુલાકાતો દ્વારા આ સંબંધો મજબૂત થતા રહ્યા છે. ભારતનું સૉફ્ટવેર, સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહકારના ક્ષેત્રમાં પ્રદાનને અમેરિકાએ બરાબર સ્વીકાર્યું છે. વળતામાં, ભારતે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ, પરમાણુ સહકાર અને ત્રાસવાદ સામેની લડત માટે ભારતના પ્રયાસનું સમર્થન કર્યું છે.

અમેરિકાની દક્ષિણ એશિયા નીતિ

પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન ભારતની મુલાકાત લેનારા ૧૯૭૮ પછી પહેલા અમેરિકા પ્રમુખ બન્યા હતા. તેમની મુલાકાત ૧૯૯૮માં ભારત દ્વારા પરમાણુ શસ્ત્રોનાં પરીક્ષણ પછી બગડેલા સંબંધોને સુધારનારી બની રહી હતી. જોકે ક્લિન્ટન સરકારે ભારતને સઘન પરીક્ષણ પ્રતિબંધ સમજૂતી (સીટીબીટી) પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું હતું.

ભારત-અમેરિકા સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી ફૉરમ આ મુલાકાત દરમિયાન જ સ્થપાયું હતું. ભારતનું અર્થતંત્ર વેગ પકડવા લાગ્યું હતું તેના લીધે, આ પ્રવાસે પાકિસ્તાન સાથે શીત યુદ્ધના સમય દરમિયાન કરેલા જોડાણમાંથી અમેરિકાનું ક્ષેત્રીય ધ્યાન દૂર ખેંચીને વધુ બદલાવ આણ્યો હતો.

ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ સમજૂતી

અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યૉર્જ ડબ્લ્યુ બુશે વર્ષ ૨૦૦૬માં ભારતની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બુશ અને તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે નાગરિક પરમાણુ સમજૂતીના કાર્યમાળખાને નક્કી કર્યું હતું અને સુરક્ષા તેમજ આર્થિક સંબંધોને મજબૂત કર્યા હતા.

જુલાઈ ૨૦૦૭માં પૂર્ણ થયેલી પરમાણુ સંધિએ ભારતને બિનપ્રસાર સમજૂતીની બહાર એક માત્ર દેશ બનાવ્યો હતો જેની પાસે પરમાણુ ક્ષમતાઓ છે અને તેને પરમાણુ વેપારમાં ભાગ લેવા છૂટ છે.

વર્ષ ૨૦૦૭માં, મૉટરસાઇકલ માટે કેરીઓ સમજૂતીએ બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધુ મજબૂત થવાનો સંકેત આપ્યો. ભારતીય કેરીઓનો પહેલા જથ્થા પૈકીનો કેટલોક અમેરિકા પહોંચ્યો જેનાથી ફળ આયાત કરવા પર અઢાર વર્ષ પહેલાં લાગેલો પ્રતિબંધ હટ્યો.

વર્ષ ૨૦૦૬માં બુશ અને મનમોહનસિંહ વચ્ચે થયેલી સમજૂતીના ભાગ રૂપે આ પ્રતિબંધ ઉઠ્યો હતો જે બંને દેશો વચ્ચે ત્રણ વર્ષમાં વેપાર બમણો કરવા માટે કરાઈ હતી. જવાબમાં ભારતે એમ કહ્યું કે તે અમેરિકા તરફથી હાર્લી ડેવિડસન મૉટરસાઇકલ આયાત કરવા પરનાં નિયંત્રણો હળવાં કરશે.

વર્ષ ૨૦૦૬માં ભારત અને અમેરિકા વચ્ચે માલ અને સેવાનો વેપાર ૪૫ અબજ ડૉલર આસપાસ હતો અને વર્ષ ૨૦૧૦માં તે ૭૦ અબજ ડૉલર કરતાં વધુ રકમે પહોંચ્યો હતો તેમ અમેરિકી બ્યુરો ઑફ ઇકૉનૉમિક એનાલિસિસનું કહેવું છે.

રણનીતિત્મક સંવાદ

અમેરિકા અને ભારતે વર્ષ ૨૦૧૦માં પહેલી વાર અમેરિકા-ભારત વ્યૂહાત્મક સંવાદ સત્તાવાર રીતે યોજ્યો હતો.

ભારતીય અધિકારીઓના ઉચ્ચ સ્તરીય વિશાળ પ્રતિનિધિમંડળે વૉશિંગ્ટનની મુલાકાત લીધી હતી અને તત્કાલીન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને ભારતને 'અવિભાજ્ય ભાગીદાર' તરીકે ગણાવી પ્રશંસા કરી હતી.

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું હતું કે આ સંબંધ "એકવીસમી સદીમાં વ્યાખ્યાયિત કરનારી ભાગીદારી હશે." તે પછી દર વર્ષે સંવાદો યોજાયા હતા.

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં સભ્ય માટે ભારતને અમેરિકાનો ટેકો

વર્ષ ૨૦૧૦માં બરાક ઓબામાએ આ ઉપખંડની તેમની પહેલી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સંસદને સંબોધ્યું હતું અને અમેરિકાની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની ભારતની લાંબા સમયથી માગણીને ટેકો આપ્યો હતો.

આ પ્રવાસમાં વેપાર સમજૂતીમાં ૧૪.૯ અબજ ડૉલરની ઓબામાની જાહેરાતથી ભારતના અમેરિકા સાથે આર્થિક સંબંધો પણ બહાર આવ્યા હતા. જોકે ભારતીય બજારોમાં પ્રવેશ આસપાસ વેપારની જે ચિંતા અને નાગરિક પરમાણુ સહકારને લગતા પ્રશ્નો આ મંત્રણાઓ પર છવાયેલા રહ્યા હતા.

ઓબામાની બીજી ભારત મુલાકાત

બરાક ઓબામાએ આ ઉપખંડની તેમની બીજી મુલાકાત વર્ષ ૨૦૧૫માં ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે લીધી હતી. તેમણે વિશ્વની બંને સૌથી મોટી લોકશાહી વચ્ચેના સંબંધોની ઘોષણા એમ કરીને ઘોષણા કરી હતી કે “અમેરિકા ભારતનું શ્રેષ્ઠ ભાગીદાર બની શકે છે.”

ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા-ભારત નાગરિક પરમાણુ સમજૂતીમાં મદદ કરી શકનાર પરમાણુ સંબંધિત મુદ્દાઓમાં સફળતાની જાહેરાત કરી હતી. છ મહિના પછી અમેરિકાના સંરક્ષણ પ્રધાન એશ્ટન કાર્ટર અને તત્કાલીન સંરક્ષણ પ્રધાન મનોહર પારીકરે દસ વર્ષની અમેરિકા-ભારત સંરક્ષણ કાર્યમાળખું સમજૂતી નવીકૃત કરવાના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.

સંરક્ષણ ભાગીદાર

વર્ષ ૨૦૧૬માં નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકાએ ભારતને મોટા સંરક્ષણ ભાગીદાર તરીકે દરજ્જો આપી ભારતને બઢતી આપી હતી. આ દરજ્જો બીજો કોઈ દેશ ભોગવતું નથી.

વર્ષ ૨૦૧૫માં નવીકૃત કરાયેલી દસ વર્ષની સંરક્ષણ સમજૂતીના વિસ્તરણ રૂપે, ડેઝિગ્નેશન કે જે ઑગસ્ટ ૨૦૧૮માં કાયદો બન્યો હતો જેણે સૂચવ્યું હતું કે ભારત અમેરિકાના સંધિ સાથી હોવાના કેટલાક લાભો ભોગવશે જેમ કે સંરક્ષણ ટૅક્નૉલૉજીમાં પ્રવેશ. જોકે આ જોડાણ સત્તાવાર નહોતું.

એક દિવસ પછી અમેરિકી કૉગ્રેસ સમક્ષ પોતાના ભાષણમાં, મોદીએ અમેરિકા સાથે ભારતના વધતા રાજદ્વારી અને આર્થિક સંબંધોને ઉજવ્યા હતા. બે મહિના પછી અમેરિકા અને ભારતે લગભગ એક દાયકાની વાટાઘાટો પછી સઘન સૈન્ય સહકાર પર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.