ટ્રીલીયની અર્થવ્યવસ્થાએ ભારતનું લક્ષ્ય છે. શનિવારે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે IMF(આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ) અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું કે આ લક્ષ્ય ભારતને આદ્યુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરશે. 2008થી 2017ના દસકામાં ભારતે ફક્ત 1.1 ટ્રીલીયનનું રોકાણ કર્યુ હતું. હવે અમે ફક્ત 5 વર્ષના સમયગાળામાં 1.4 ટ્રીલીયનનું રોકાણ કરીશું.
ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ્ટ ફંડ (આઈડીએફ), રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઆઇટી), ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્ર જેવા ક્ષેત્રો શરૂ કરી મ્યુનિસિપલ બોન્ડ માટે એક માળખુ તૈયાર કર્યુ છે. જેથી આંતરરાષ્ટ્રીય રોકાણોમાં વધારો થઈ શકે. અમે દેશમાં પહેલાથી જ લોકોની ખાનગી ભાગીદારી શરૂ કરી દીધી છે. રાજમાર્ગોની જેમ હાલની માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે સંપતિનો ફેર ઉપયોગ શરૂ કર્યો છે. આ ઉપરાંત સરકારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા રોકાણ પણ કર્યુ છે.
જમીન સંપાદન અને પર્યાવરણીય અને જંગલની મંજૂરીના તબક્કાઓ પસાર કર્યા બાદ આવી સંપત્તિઓ નોંધપાત્ર રીતે જોખમી છે અને તેથી પેન્શન, વીમા અને સાર્વભૌમ સંપત્તિ ભંડોળમાંથી સંસ્થાકીય રોકાણ કરાશે. ભારત માટે ગ્રામીણ અર્થવ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવું નોંધતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં મોટાપ્રમાણમાં અનાજનું ઉત્પાદન પ્રાપ્ત થયું છે. પરંતુ, વૈશ્વિક સ્તરે કૃષિ ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો અને સ્થાનિક સ્તરે વધતી માગને કારણે વળતર ઘટી રહ્યું છે. જેથી ખેડૂતોને મદદ માટે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાની શરૂઆત કરી છે.
145 મીલીયનનો ખર્ચ કરી સરકારે તમામ જરૂરીયાત મંદ ખેડૂતોને આવરી લેવાનો પ્રયાસ આ યોજના થકી કર્યો છે. ઓર્ગેનીક ખેતી અને કુદરતી ખાતરની મદદથી ખેડૂતો જીરો બજેટ ખેતી કરી શકે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. તેનાથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે અને ધિરાણ પરનો ભાર દૂર થશે. જેને પગલે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પ્રોત્સાહન મળશે તેમ નાણાંપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું.