ETV Bharat / bharat

ભારત 55 દેશને આપે છે HCQ, જ્યારે વિદેશમાંથી મંગાવે છે PPE, જાણો વિગતે - Hydroxychloroquine

ભારતે અત્યાર સુધીમાં મેલેરિયા વિરોધી હાઇડ્રોક્સીક્લૉરોક્વિન (HCQ) માટે 55 દેશોમાંથી વિનંતી આવી છે. જેને માન્ય કરી છે. HCQ પર પ્રતિબંધ મૂક્યા પછી ભારતે દરેક દેશની જરૂરિયાત અને માંગણી પ્રમાણે કેસ બાય કેસ મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો.

ભારત 55 દેશોને આપે છે HCQ, વિદેશથી મગાવે છે PPE

author img

By

Published : Apr 17, 2020, 12:46 AM IST

ન્યૂઝ ડેસ્કઃ ભારતે અત્યાર સુધીમાં મેલેરિયા વિરોધી હાઇડ્રોક્સીક્લૉરોક્વિન (HCQ) માટે 55 દેશોમાંથી વિનંતી આવી છે તેને માન્ય કરી છે. HCQ પર પ્રતિબંધ મૂક્યા પછી ભારતે દરેક દેશની જરૂરિયાત અને માંગણી પ્રમાણે કેસ બાય કેસ મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. આ દેશોમાંથી 21 દેશોને વેપારી ધોરણે ટેબ્લેટ્સની નિકાસ કરવામાં આવી છે, પરંતુ બાકીના નાના નાના દેશોને માનવતાના ધોરણે સહાય રૂપે મોકલવામાં આવી છે.

ભારત 55 દેશોને આપે છે HCQ, વિદેશથી મગાવે છે PPE
ભારત 55 દેશોને આપે છે HCQ, વિદેશથી મગાવે છે PPE

અમેરિકા, બ્રાઝીલ, જર્મની, અફઘાનિસ્તાન, નેપાળ સહિતના 13 દેશોમાં નિકાસ માટે પ્રથમ તબક્કામાં મંજૂરી આપવામાં આવી હતી. બીજા તબક્કાની નિકાસ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા જુદા જુદા તબક્કે ચાલી રહી છે. ત્રીજી યાદી પણ તૈયાર થઈ છે, જેમાં સંયુક્ય આરબ અમિરાતનો પણ સમાવેશ થાય છે, જેને બુધવારે વિદેશ મંત્રાલયને મંજૂરી આપી દીધી છે.

વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે પણ આ પ્રકારની મદદ માટે અરજી આવે છે, ત્યારે સંબંધિત સમિતિને તે આપવામાં આવે છે. આ રીતે સુવ્યવસ્થિત રીતે કાર્યવાહી ચાલી રહી છે.” જોકે હજી સુધી પાકિસ્તાન તરફથી HCQ ટેબ્લેટ્સ માટે વિનંત આવી હોવાની જાણ નથી એમ અધિકારીએ જણાવ્યું હતું.

વિદેશ મંત્રાલય ભારતીય રાજદૂત કચેરીઓ દ્વારા સપ્લાયર્સ સાથે સંપર્કમાં રહે છે અને ક્વોટેશન મગાવે છે. ક્લિયરિંગ એજન્ટ્સ સહિતના તંત્ર સાથે સંકલન સાધીને તબીબી સાધનોનો પુરવઠો જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવે છે. એરલાઇન્સની પણ મદદ લેવામાં આવે છે, જેથી સમયસર માલસામાનની હેરફેર થઈ શકે.

બિજિંગ ખાતેની ભારતીય એમ્બેસી અને ગુઆન્ઝો ખાતે કૉન્સ્યુલેટ કચેરીએ પ્રયત્નો કરીને સ્થાનિક સત્તાધીશો પાસેથી છેલ્લી ઘડીએ મંજૂરી મેળવીને બુધવારે (15 એપ્રિલે) ટેસ્ટિંગ કિટ્સનો મોટો જથ્થો ચીનથી રવાના કર્યો હતો. ત્રણ સપ્લાયર્સ પાસેથી કુલ 6.5 લાખ ટેસ્ટિંગ કિટ્સ મેળવવામાં આવી છે. નિકાસ માટેના ધારાધોરણો જાળવતી હોય તેવી કંપની પાસેથી કિટ્સ મેળવવામાં આવી છે, તેમ જાણકાર સ્રોતોએ જણાવ્યું હતું. ચીનની ટેસ્ટિંગ કિટ્સ ખામીવાળી નીકળે છે તે સંદર્ભમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.

“વધુ ટેસ્ટિંગ કિટ્સ દક્ષિણ કોરિયાથી મગાવવા માટે પણ વિદેશ મંત્રાલય જરૂરી તમામ સહાય કરી રહ્યું છે. યુકે, મલેશિયા, ફ્રાન્સ, કેનેડા અને અમેરિકાની કંપનીઓ પાસેથી પણ ટેસ્ટિંગ કિટ્સના ક્વૉટેશન્સ મેળવાયા છે. જર્મની અને જાપાનની કંપનીઓ સાથે પણ અમારી ચર્ચાઓ થઈ છે,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે PPEનો મોટો જથ્થો પણ ટૂંક સમયમાં ભારતમાં આવી પહોંચશે.

દરમિયાન વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે ભારતના વિદેશમાં રહેતા લોકોમાંથી 3336ને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમાંથી 25 ભારતીયોના મોત થયા છે. જોકે ભારત હજી પણ એવી સલાહ આપે છે કે હાલમાં તમે જ્યાં છો ત્યાં રહો. દરમિયાન અત્યાર સુધીમાં 48 દેશોના 35,000 વિદેશી નાગરિકોને ભારતની મદદ સાથે વતન મોકલી દેવામાં આવ્યા છે. તેમાં 41 પાકિસ્તાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જેમને બુધવારે અટારી-વાઘા સરહદેથી પાકિસ્તાન મોકલી આપવામાં આવ્યા હતા. હજી બીજા 145 પાકિસ્તાનીઓ ફસાયેલા છે, જે તેમના દેશ પરત જવાની રાહ જોઈ રહ્યા છે.

વિદેશ મંત્રાલયમાં ઇમરજન્સી માટે હેલ્પલાઇન ચાલે છે, તેમાં અત્યાર સુધીમાં 5000 ફોન કોલ્સ આવ્યા છે, 2000 જાહેર જનતાની ફરિયાદો મળી હતી અને આરોગ્યની બાબતમાં મદદ માટે 18,000 ઇમેઇલ્સ આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીયોએ સ્થાનિક રાજદૂત કચેરી, કૉન્સ્યુલેટ, ભારતીય સમુદાયની સ્થાનિક સંસ્થાઓ સાથે સંપર્કમાં રહેવા સલાહ આપવામાં આવી છે.

દરમિયાન મંત્રાલયના જાણકારોએ જણાવ્યું હતું કે BRICS (બ્રાઝીલ, રશિયા, ભારત, દક્ષિણ આફ્રિકા, ચીન) દેશોના વિદેશ પ્રધાનોની ઓનલાઇન કૉન્ફરન્સ આ મહિનાના અંત ભાગમાં યોજવા માટેની તૈયારી ચાલી રહી છે.

- સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.