ETV Bharat / bharat

COVID-19 સામેની લડતમાં ભારત એકજૂથ છે: અમિત શાહ - કોવિડ 19 ન્યૂઝ

અમિત શાહે બુધવારે ટિ્‌વટ કર્યું હતું કે, ભારત સલામત રહેશે અને COVID-19 સામેની આ લડતમાં વિજયી બનશે. કારણ કે, તમારા આરોગ્ય ક્ષેત્રમાં સાથે (આરોગ્ય કાર્યકરો અને આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકો) સંકળાયેલા તમામ કર્મચારી નિઃસ્વાર્થભાવે લોકોની સેવા કરી રહ્યાં છે.

Amit Shah
Amit Shah
author img

By

Published : Apr 9, 2020, 9:56 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે, ભારત કોવિડ-19 સામેની તેની લડતમાં એકજુથ છે.

શાહે ટ્વિટ કર્યું હતું કે, "માનવતાના ભવિષ્ય માટેની આ બહાદુર લડાઇમાં કોરોના યોદ્ધાઓ મોખરે છે. હું તેમની નિઃસ્વાર્થ સેવા માટે તેમને વંદન કરૂં છું."

શાહે કહ્યું કે, ભારત (સ્વાસ્થ્ય કાર્યકરો અને આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકો) નિઃ સ્વાર્થ પરિશ્રમ અને બલિદાનને કારણે COVID-19 સામેની આ લડતમાં ભારત સુરક્ષિત રહેશે અને વિજયી બનશે. ડૉકટરો, નર્સો, પેરામેડિક્સ, સેનિટેશન વર્કર્સ, પોલીસ કર્મચારી, આવશ્યક પુરવઠા કામદારો, બેન્ક કર્મચારી અને સરકારી કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની સેવા કરી રહ્યા છે. એટલે આપણે સલામત છીએ. હું તમામ લોકોનું આભાર માનું છું.

શાહે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ કોવિડ-19નો સામનો કરવામાં એક થયો છે. દરેક ક્ષેત્રના નાગરિકો તેમના ભાગ અને જવાબદારીઓ નિભાવવા માટે એકઠા થયા છે. તેમના આ વિચારને હું બિરદાવું છું."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.