નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં 7,745 લોકોના મોત થયા છે. જેમાંથી છેલ્લા 24 કલાક દરમિયાન 279 લોકોના મોત થયા છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર 24 કલાક દરમિયાન 9,985 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમ જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,76,583 પર પહોંચી છે. હાલમાં કુલ 1,33,632 સક્રિય કેસ છે, જ્યારે કુલ 48.88 ટકાના દરે 1,35,206 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ હોસ્પિટલ માંથી 5,991 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. તો કોરોના દર્દીઓનો મૃત્યુ દર 2.80 ટકા છે.
રાજ્યોમાં શું છે કોરોના સંક્રમણની સ્થિતિ, જાણો મૃતકો અને સ્વસ્થ થયેલા લોકોનો આંકડો
કોરોના અને અનલોક-1
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 33 લોકોનાં મોત થયાં છે. આ સાથે મૃત્યુઆંક 1313 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 90 હજારને પાર ગઈ છે, 3200થી વધુ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં છેલ્લા 24 કલાકમાં 2259 કેસ વધ્યા છે, અને 120 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 42,638 સંક્રમિત લોકો સ્વસ્થ થયા છે.