ETV Bharat / bharat

ભારત તેના મિત્રોને શક્ય એટલી મદદ કરવા તૈયાર છેઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને એચસીક્યુ નિકાસમાં છૂટછાટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોરોના વાઈરસ સામેની લડતમાં તેના મિત્રોને જે કંઈપણ મદદની જરૂર હશે તે મદદ કરવા માટે ભારત તૈયાર છે.

author img

By

Published : Apr 10, 2020, 12:39 PM IST

PM Modi
PM Modi

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇઝરાઇલ અને બ્રાઝિલને કહ્યું હતું કે, નોવેલ કોરોના વાઈરસ સામેની લડતમાં તેના મિત્રોની મદદ માટે શક્ય તેટલી મદદ કરવા ભારત તૈયાર છે.

ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ એન્ટી મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને તેના કાચા માલના ઉત્પાદનની મંજૂરી આપવા બદલ નવી દિલ્હીનો આભાર માન્યા પછી મોદીએ આ ટિપ્પણી કરી હતી.

રાષ્ટ્રપતિ બોલ્સોનારો દ્વારા કરેલા એક ટ્વીટનો જવાબ આપતાં તેમણે હાઈડ્રોક્સિક્લોરોક્વિન ઉત્પન્ન કરવા માટે જરૂરી કાચા માલની વહન કરવાની મંજૂરી આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.

  • We have to jointly fight this pandemic.

    India is ready to do whatever is possible to help our friends.

    Praying for the well-being and good health of the people of Israel. @netanyahu https://t.co/jChdGbMnfH

    — Narendra Modi (@narendramodi) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન નેતન્યાહુને કરેલા એક ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે, "આપણે આ મહામારીને સંયુક્ત રીતે લડવી પડશે. ભારત તેના મિત્રોને મદદ કરવા શક્ય એટલી મદદ કરવા તૈયાર છે." તેમણે આગળ કહ્યું હતું કે, "હું ઇઝરાઇલના લોકોની સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું."

નોંધનીય છે કે, ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. જેથી વિવિધ દેશમાંથી મદદ માટેની રજૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન મોદીએ તેઓને મદદ કરવાની ખાતરી આપી છે. આ અંગે વાત કરતા ભારતીય ફાર્માસ્યુટિકલ એલાયન્સ (આઈપીએ)ના સેક્રેટરી જનરલ સુદર્શન જૈનના જણાવ્યા અનુસાર, તે વિશ્વના હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન સપ્લાયના 70 ટકા ઉત્પાદન કરે છે.

  • Thank you President @jairbolsonaro. The India-Brazil partnership is stronger than ever in these challenging times.

    India is committed to contribute to humanity's fight against this pandemic. https://t.co/uIKmvXPUo7

ભારતને તેના નજીકના પડોશી દેશ શ્રીલંકા અને નેપાળ સહિત અન્ય ઘણા દેશો તરફથી આવી જ વિનંતીઓ મળી હતી. નોંધનીય છે કે, ભારતના હાઈડ્રોક્સાઇક્લોરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સ્થાનિક જરૂરિયાતોનો હિસ્સો લેવાની અને દેશમાં ડ્રગની પૂરતી માત્રા છે તેની ખાતરી કરવાની ઇચ્છાથી ચાલે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.