નિઝામના વંશજ, પ્રિન્સ રાજકુમાર મુકર્રમ જાહ, હૈદરાબાદના આઠમા નિઝામ અને તેમના નાના ભાઇ મફખમ જાહે, લંડનમાં નેટવેબ બેંક પીએલસી પાસે રાખેલા ફંડોના સંદર્ભમાં પાકિસ્તાન સરકાર સામે કાનૂની લડાઈમાં ભારત સરકાર સાથે હાથ મિલાવ્યો છે.
હકીકતમાં, આ રકમ 1948 માં હૈદરાબાદના તત્કાલીન નિઝામ ઉસ્માન અલી ખાને નવા રચાયેલા પાકિસ્તાનના યુકેના ઉચ્ચ કમિશનર હબીબ ઇબ્રાહિમ રાહિમાટોલાના લંડનના બેંક ખાતામાં જમા કરાવી હતી. ભારત સર્મથક નિઝામના વંશજોનો દાવો છે કે તે રુપિયા પર તેમનો હક છે અને પાકિસ્તાનનો આ દાવો ખોટો છે.
પોતાના મૃત્યુંના બે વર્ષ પહેલા 1965 માં નિઝામે આ પૈસા ભારતને લેખિતમાં સોંપવામાં આવે તેવી વાત કરી હતી. જ્યારે પાકિસ્તાન બે દાયકા પહેલા સાચવવા આપવામાં આવેલી રકમ પર પોતાનો દાવો લગાવી રહ્યો છે.