ETV Bharat / bharat

ભારત અને નેપાળના સંબંધોમાં ચીનનું ત્રેખડ - ભારત અને નેપાળના સંબંધોમાં ચીનનું ત્રેખડ

નેપાળ સામ્યવાદી પક્ષની 8 જુલાઈએ મળનારી કારોબારીની બેઠક મુલતવી રહી. તેના કારણે નેપાળના વડા પ્રધાન અને પક્ષના નેતા ખડગા પ્રસાદ શર્મા ‘ઓલી’ને થોડા દિવસોની રાહત મળી ગઈ. પક્ષમાં આંતરિક જૂથબંધીને થાળે પાડવા બેઠક બોલાવાઈ હતી. ભારત અને નેપાળ વચ્ચે સંબંધો વણસ્યા છે ત્યારે ચીન દ્વારા ઉશ્કેરણી થઈ રહી છે તેવું લોકોને લાગે છે. નાગરિકો અને નેપાળી નેતાઓને લાગે છે કે ચીન દ્વારા તેમના દેશમાં દખલગીરી થઈ રહી છે.

a
ભારત અને નેપાળના સંબંધોમાં ચીનનું ત્રેખડ
author img

By

Published : Jul 12, 2020, 9:48 PM IST

ભારતમાં પણ વિપક્ષે આક્ષેપો લગાવ્યા છે કે સદીઓ જૂના સાથીદાર દેશ નેપાળ સાથેના સંબંધો જાળવી રાખવામાં સરકારની વિદેશ નીતિ નિષ્ફળ ગઈ છે. બંને દેશો વચ્ચે તો રોટીબેટીનો વ્યવહાર રહ્યો છે. જોકે આ આક્ષેપો વજૂદ વિનાના છે, કેમ કે કોઈ પણ બે દેશો વચ્ચે કાયમ માટે સારા સંબંધો રહે તેવું બનતું નથી. કુટુંબમાં પણ બધા સભ્યો વચ્ચે સમાન સદભાવ હોતો નથી. સંજોગો અનુસાર કુટુંબમાં અને મિત્રદેશોમાં પણ ખટરાગ ઊભો થતો હોય છે.

ભારત અને નેપાળ પણ તેમાં અપવાદ નથી. નેપાળમાં રાજાશાહી હતી ત્યારે રાજવી પરિવાર તરફથી આક્ષેપો થતા રહેતા હતા કે ભારતમાંથી તેમને હટાવવાના પ્રયત્નો થાય છે. રાજાશાહી હટાવી લોકશાહી સ્થાપનાને ભારત પ્રેરતું હોવાનો આક્ષેપો થતા હતા. 1975માં આ શંકા વધી પડી હતી, કેમ કે તે વર્ષે ભારતને સિક્કિમને ભેળવી દીધું હતું. તે વખતે નેપાળે દરખાસ્ત મૂકી હતી કે તેના પ્રદેશને “શાંતિપ્રદેશ” જાહેર કરવામાં આવે, જેથી અહીં કોઈ લશ્કરી સ્પર્ધા જાગે નહિ.

આ તક ઝડપીને ચીન અને પાકિસ્તાન તરત નેપાળને શાંતિપ્રદેશ જાહેર કરવા માટે કરાર પર સહિ કરવા તૈયાર થઈ ગયા. ભારતે એમ કહીને આવા કરારને નકાર્યો કે બંને દેશો વચ્ચે શાંતિ અને મૈત્રીપૂર્ણ સંબંધોની વ્યાપક સંધિ થયેલી જ છે. બાદમાં 1988માં આ સંધિને રિન્યૂ કરવા માટે ઇનકાર કરાયો ત્યારે ફરી તંગદિલી ઊભી થઈ હતી. ભારતે એક રીતે નેપાળની આર્થિક ઘેરાબંધી કરવી પડી હતી. ત્યારબાદ 1991માં બે નવી સંધિઓ પર સહિસિક્કા થયા અને આ મડાગાંઠનો ઉકેલ આવ્યો હતો.

2015માં ફરી એક વાર આવી સ્થિતિ ઊભી થઈ. નેપાળમાં નવું બંધારણ તૈયાર થયું તેના કારણે મધેશી (મેદાની પ્રદેશમાં સ્થિર થયેલા ભારતીય મૂળના) લોકોમાં અસંતોષ જાગ્યો હતો. હાલમાં તંગદિલી ઊભી થવાનું કારણ સરહદ મામલે વિખવાદ છે, જે બ્રિટિશ વખતનો છે. બ્રિટિશરોએ નેપાળ સાથે 1816માં સુગૌલી કરાર કર્યો હતો. તે સમજૂતિ અનુસાર નેપાળની પશ્ચિમ સરહદ કાલી નદીના ઉદગમ સુધી ગણવામાં આવી હતી. ભારતે પણ કાલી નદીને સરહદ તરીકે સ્વીકારી હતી, પરંતુ ભારત કાલી નદીનું ઉદગમ સ્થાન લીપુલેખ ઘાટ સુધીનું ગણે છે. નેપાળનું કહેવું છે કે કાલી નદી લિમ્પિયાધુરા ખાતેથી પ્રગટે છે અને ત્યાં સુધીનો ઉત્તરાખંડનો ગણાતો વિસ્તાર અમારો છે.

બીજી વાર નેપાળના પ્રધાન બનેલા ઓલીએ ફટાફટ નવો નકશો તૈયાર કરીને તેને સંસદમાં પસાર કરાવી લીધો, જેથી લોકોનું ધ્યાન તેમની સરકારના ગેરવહિવટથી બીજી તરફ ખેંચાય. ઓલી સરકારના ભ્રષ્ટાચારથી લોકો નારાજ છે અને સાથે જ ચીનના પ્રભાવી રાજદૂત હોઉ યાન્કૂઈ સાથેના તેમના નીકટના સંબંધોની પણ નારાજી છે. પક્ષમાં અત્યારે તેઓ અને બીજા સિનિયર નેતા પ્રચંડ સહપ્રમુખો છે. આ હોદ્દો પ્રચંડ માટે ખાલી કરી દેવાની વાત હતી, પણ તેઓ હોદ્દો છોડવા માગતા નથી.

પોતાના પક્ષમાં અસંતોષ ઊભો કરવાનો આરોપ ઓલીએ ભારત પર નાખ્યો છે. જોકે તેના કારણે પક્ષના નેતાઓ ઉલટાના નારાજ થયા છે અને ઓલી સામે અસંતોષ વધ્યો છે. આમ છતાં હોઉ યાન્કૂઇ વચ્ચે પડે છે અને સામ્યવાદી પક્ષના બીજા નેતાઓને મનાવીને ઓલીને બચાવી લે છે. યાન્કૂઇ છેલ્લા થોડા વખતથી વડા પ્રધાન અને રાષ્ટ્રપ્રમુખને વારંવાર મળી રહ્યા છે. એક રાજદૂત હોવા છતાં તેઓ આવી રીતે ટોચના નેતાઓને મળતા રહે છે તેમાં બધા પ્રોટોકોલ તૂટી ગયા છે અને તેના કારણે શંકાકુશંકાઓ જાગી છે.

સવાલ એ થાય કે ભારત અને નેપાળના સંબંધોમાં ચીન કેવી રીતે ત્રેખડ બની રહ્યું છે. તેના કારણો સ્પષ્ટ છે. પ્રથમ તો ચીન બોર્ડર રોડ ઇન્નિશિએટિવ હેઠળ નેપાળને આકર્ષક લોન આપીને તેને દેવાની જાળમાં ફસાવા માગે છે. ભારત તરફથી થતા રોકાણના ભોગે નેપાળને લલચાવીને ચીન ઘૂસવા માગે છે. ચીન નેપાળમાં પોતાનું પ્રભુત્વ વધારીને તેને ખંડિયા રાજ્ય જેવું કરવા માગે છે તેનાથી ભારતને ચિંતા પેઠી છે. ત્રીજું, ચીન સાર્કના દેશોને એવો સંદેશ આપવા માગે છે કે ભારત નહિ, પણ ચીન જ તમને વિકાસના કાર્યોમાં મદદ કરી શકે તેમ છે. અને છેલ્લે ભારત પર દબાણ વધારવા ચીન નેપાળનો વધુ એક મોરચો ભારત સામે ખોલવા માગે છે. તે રીતે માનવાધિકારના ભંગથી માંડીને અનેક મોરચે વિશ્વની ટીકાનો સામનો કરી રહેલું ચીન જગતનું ધ્યાન બીજે દોરવા માગે છે.

ચીનનો ઇરાદો નેપાળને ચીનના દેવામાં ડૂબાડી દેવાનો છે. હાલમાં ચીન નેપાળમાં અનેક પ્રોજેક્ટ કરી રહ્યું છે. પોખરામાં એર પોર્ટ, યુનિવર્સિટી, ભારત સુધીની સરહદે પહોંચતા રસ્તાનું બાંધકામ, બંધો અને તિબેટ સાથે કાઠમંડુને જોડતા, વિશાળ ટનલ સાથેના મેગા રેલવે પ્રોજેક્ટ ચીન કરી રહ્યું છે. પહાડોમાં આ રેલ યોજના પાછળ 6 અબજ ડૉલર (600 કરોડ રૂપિયાનો) ખર્ચ થઈ રહ્યો છે. નેપાળ પર અત્યારે ચીનનું અંદાજે $2 અબજ ડૉલર જેટલું દેવું છે, તે રેલવે પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટ્સને કારણે વધીને $8 અબજ ડૉલરનું થઈ જવાનું છે. આ દેવું નેપાળની જીડીપીના 29% જેટલું જંગી દેવું હશે.આટલું જંગી દેવું નેપાળ ચૂકવી શકશે નહિ એટલે ચીનના દેવાની જાળમાં ફસાઈ જશે. જોકે ચીનની આ રીત ઉલટી પણ પડે. સામ્યવાદી પક્ષમાં જ ઓલી સામે અસંતોષ

જાગ્યો છે અને ચીને નેપાળની અનેક ભૂમિ પર કબજો જમાવી દીધાની વાતો પણ ચાલી છે. એ જ રીતે રેલવેનો પ્રોજેક્ટ પરવડે તેવો નથી અને માત્ર કાગળ પરનો છે એવી ટીકા પણ નેપાળમાં થવા લાગી છે. ભારતના ભોગે ચીન સાથે સારા સંબંધો રાખવાની વાતથી લોકોમાં ઓલી સામે અસંતોષ જાગ્યો છે.

હાલના સમયમાં જોકે નેપાળ થોડું ઢિલું પડ્યું છે. ભારત સાથેની સરહદે ઘણી જગ્યાએ પોલીસ થાણાં લગાવાયા હતા તે હાલમાં હટાવાયા છે. જોકે બંને દેશો વચ્ચે સંબંધો ફરી રાબેતા મુજબના ક્યારે થશે તે ભવિષ્યમાં જ ખબર પડશે. આગામી દિવસોમાં નેપાળ સામ્યવાદી પક્ષની કારોબારીની બેઠક મળે તેમાં શું થાય છે તેના પર ઘણો આધાર છે.

- જે.કે.ત્રિપાઠી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.