ડૉ. કુમારે વધુમાં કહ્યું હતું કે, આનાથી સ્વાસ્થ્ય સેવાના ક્ષેત્રમાં પોષણક્ષમ અને સેવા આપવામાં અલગ અલગ સ્તરે વિભાજનની સમસ્યાઓથી સમાધાન મળશે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, દેશમાં નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની જરુર છે. તથા નવા ભારતમાં દેશની આશાઓ અને અપેક્ષાઓનું ધ્યાન રાખી નવા અવસરોને તૈયાર કરવાની પણ જરુર છે.
આ રિપોર્ટમાં સ્વાસ્થ્યના મુદ્દાને બરાબરનું મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં ભારતની સ્વાસ્થ્ય સિસ્ટમમાં સંપૂર્ણ સુધારા માટે એક સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે.
બિલ ગેટ્સે નવા ભારતમાં સ્વાસ્થ્ય સેવાના વિસ્તારમાં મહત્વપૂર્ણ પગલાના વખાણ કરતા કહ્યું હતું કે, પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધા દરેક લોકો માટે અતિ મહત્વની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત હાલ અત્યંત આશાવાદના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેથી અન્ય દેશો માટે ઉદાહરણરુપ બની શકે છે. તેમણે કહ્યું હતું કે, અમુક પ્રકારની અડચણોને દૂર કરવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી પણ જરુરી છે.
આ રિપોર્ટમાં ભવિષ્યની સ્વાસ્થ્ય સિસ્ટમની પાંચ મુખ્ય બાબતોની હાઈલાઈટ્સ કરવામાં આવી છે. સાથે જ તેમાં બાકી રહેલા એજન્ડાને પુરા કરવા તથા વીમા કંપનીઓમાં રોકાણને ઓછું કરવા, સેવા વહેંચણીને એકબીજા સાથે વહેંચવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.