ETV Bharat / bharat

નિષ્ફળ ગયેલા દેશોની ભૂલોનું પુનરાવર્તન ભારતે ના કરવું જોઈએ: કૌશિક બસુ - ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી

વિશ્વ બેન્કના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી પ્રોફેસર કૌશિક બસુએ ઇનાડુના સહતંત્રી એન. વિશ્વપ્રસાદ સાથે ભારતનું અર્થતંત્ર, 5 ટ્રિલિયનનું લક્ષ્ય, લૉકડાઉનની અસરકારકતા, 20 લાખ કરોડ રૂપિયાનું સહાય પેકેજ, ચીનના આક્રમણ સામે ભારતની વેપારી આક્રમણની પ્રતિસાદ સહિતના વિવિધ વિષયો પર વાતચીત કરી. 2020ના વર્ષમાં ભારતનો જીડીપી વિકાસદર માઇનસ -5.2% હશે, જે છેલ્લે 1979માં જોવા મળ્યો હતો. આઝાદી પછીનો આ સૌથી ધીમો વિકાસ દર હશે એમ પ્રોફેસર બસુનું કહેવું છે.

ો
નિષ્ફળ ગયેલા દેશોની ભૂલોનું પુનરાવર્તન ભારતે ના કરવું જોઈએ: કૌશિક બસુ
author img

By

Published : Jul 13, 2020, 10:43 PM IST

હૈદરાબાદઃ વિભાજનવાદી રાજકારણમાં વધારો અને વિજ્ઞાનને પાછળ ધકેલવાની વૃત્તિ સામે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ભારતે મોટા ભાગના નિષ્ફળ દેશોએ કરી તે ભૂલોનું પુનરાવર્તન કરવું જોઈએ નહિ. દરેક પ્રકારની ટીકા એ કોઈ કાવતરું છે તે રીતે જોવાની વૃત્તિ એ ભૂલ છે એમ તેમણે કહ્યું. 2012થી 2016 સુધી વિશ્વ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે રહેલા કૌશિક બસુ કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર પણ હતા. હાલમાં તેઓ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. વાતચીતના અંશો:

ો
નિષ્ફળ ગયેલા દેશોની ભૂલોનું પુનરાવર્તન ભારતે ના કરવું જોઈએ: કૌશિક બસુ
1) 2019-20માં ભારતનો જીડીપી વિકાસ દર ઘટીને 4.2% થયો હતો. 11 વર્ષમાં સૌથી ઓછો. વર્તમાન નાણાકીય વર્ષમાં તેમાં વધારે 3થી 5%નો ઘટાડો થશે તેમ મોટા ભાગના કહે છે. બીજી બાજુ કોરોના ચેપ પ્રસરી રહ્યો છે ત્યારે કેટલું કપરું આર્થિક સંકટ દેશ સામે છે?ભારતના અર્થતંત્રની સ્થિતિ ચિંતાજનક છે. કોવીડ-19ના કારણે કામકાજ અટકી પડ્યું એટલે મંદી આવે તે સમજી શકાય, પણ સામાન્ય સંજોગોમાં મંદી આવે તે યોગ્ય ના ગણાય. હાલમાં ભારતમાં આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ગ્લોબલ રેન્કિંગમાં તે નીચે જઈ રહ્યો છે.ઇકોનોમિસ્ટ મેગેઝીનના ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા દર અઠવાડિયે 43 મોટા અર્થતંત્રનું રેન્કિંગ જાહેર થાય છે તેમાં ભારતનું સ્થાન ઝડપથી વધી રહેલા ટોચના ત્રણ દેશોમાં ઘણા વર્ષો સુધી રહ્યું હતું. હવે તે ઘટીને 23મા સ્થાને જતું રહ્યું છે.ભારતની મંદી મહામારીના બે વર્ષ પહેલાં જ શરૂ થઈ ગઈ અને જે રીતે લૉકડાઉનનો અમલ થયો તેના કારણે અર્થતંત્રને નીચેની તરફ મોટો ધક્કો મળ્યો છે.લૉકડાઉન પછી ભારતમાં બેરોજગારીનો દરે 20%થી વધી ગયો હતો, જે દુનિયામાં સૌથી વધુ ઊંચો હતો. ભારતીય નાગરિક તરીકે મને બહુ નિરાશા થઈ હતી.રાજકીય બાબતોમાં સરકાર સાથે જે પણ મતભેદ હોય, મારી અપેક્ષા હતી કે આ સરકાર આર્થિક વિકાસ કરશે. તેથી મને ભારતના દેખાવની વધારે નિરાશા થઈ છે.પાયાના પરિબળો અને પ્રતિભાની બાબતમાં ભારતમાં ક્ષમતા છે કે ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બની શકે. પરંતુ આપણે ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ. એવું લાગે છે કે 2020ના વર્ષમાં ભારતનો વિકાસ દર -5.2% જેટલો હશે, જે છેલ્લે 1979માં જોવા મળ્યો હતો. તે રીતે આઝાદી પછીનો આ સૌથી નિમ્ન વિકાસ દર હશે.2) સરકારે 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે તેને કઈ રીતે જુઓ છો? તેનાથી અર્થતંત્રને જરૂરી પ્રોત્સાહન મળશે?20 લાખ કરોડ રૂપિયા રકમની રીતે જોઈએ તો મોટું પેકેજ છે. તેની જાહેરાત થઈ તેનાથી મને આનંદ થયો હતો. યોગ્ય રીતે ઉપયોગ થાય તો ઘણો ફાયદો થાય.3) એવી દલીલો થઈ રહી છે કે સીધી આવકમાં સહાયની કોઈ યોજના નથી આ પેકેજમાં. તે વાતને તમે કેવી રીતે જુઓ છો?આ યોગ્ય ટીકા છે. આવા સંકટ વચ્ચે જરૂરી એ હતું કે ગરીબ માણસના હાથમાં નાણાં આવે. યુદ્ધના ધોરણે તે કરવું જોઈએ. કમનસીબે એવી નીતિ જોવા મળી નથી. એ રીતે હું જ્યારે એમ કહું છું કે 20 લાખ કરોડના પેકેજથી હું રાજી છું, ત્યારે એમ કહું છું કે તેની જાહેરાતથી રાજી થયો તો. મારે ઉમેરવું જોઈએ કે સાથે મને ચિંતા પણ છે કે મોટા ભાગે તે જાહેરાતો હેડલાઇન્સમાં જ રહી જશે. તેનો યોગ્ય અમલ નહિ થાય.આપણા દેશમાં સમસ્યાનું એક કારણ એ છે કે આપણે હેડલાઇન્સ ઊભી કરવામાં પાવરધા છીએ, પણ પછી તેના અનુસંધાને કંઈ કામ થતું નથી.4) અર્થતંત્રને બચાવવા સરકારે શું કરવાની જરૂર હતી? કોવીડ-19ની અસર અર્થતંત્ર પર ક્યાં સુધી ચાલશે?

પશ્ચાદ રીતે વિચારીએ તો લૉકડાઉન બહુ ખરાબ રીતે અમલમાં મૂકાયો અને તેના કારણે ધારણા કરતાં અર્થતંત્ર વધારે ધીમું પડી ગયું. સાથે જ વાઇરસ પણ ફેલાયો. વિશ્વમાં ભારતનું લૉકડાઉન સૌથી આકરું હતું. જાહેરાત થઈ ત્યારે મને સારું લાગ્યું હતું, અને વિચાર્યું હતું કે સરકાર પાસે લૉકડાઉન માટે યોગ્ય આયોજન હશે.કામદારો કામ વિનાના થઈ જાય ત્યારે તેમનું શું થશે તેનું આયોજન તમારી પાસે હોઉં જોઈતું હતું. પુરવઠો જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા વિચારી રાખવી પડે. સાથે જ આરોગ્યની સુવિધા અને વધુ ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરવાનું આયોજન હોઉં જોઈએ. એવું ના થાય ત્યારે લૉકડાઉન પછી કશું જ હાંકલ ના થાય. તેવું જ ભારતમાં થયું છે.થોડા જ વખતમાં સ્પષ્ટ થઈ ગયું કે લૉકડાઉન સાથેનું બીજું કોઈ આયોજન હતું જ નહિ. કામદારો રોજગારી વિનાના થઈ ગયા, તેમને એક જગ્યાએ ટોળું કરીને રખાયા. તે પછી તેઓ ચાલતા ચાલતા નીકળી પડ્યા, ત્યારે સાથે વાઇરસ પણ ફેલાવા લાગ્યો.એશિયા અને આફ્રિકામાં વાઇરસ એટલો તીવ્ર નહોતી. આમ છતાં તેમાં ભારતની કામગીરી સૌથી ખરાબ રહી. હજીય વાઇરસ ફેલાઇ રહ્યો છે. આ ટાળી શકાય તેવું હતું. ક્યાં સુધી રોગચાળો ચાલશે તેની મને કોઈ વિશેષ કોઈ જાણકારી નથી.તેની આર્થિક અસરોની વાત કરીએ તો ભારત ત્રિભેટે આવીને ઊભો છે. પાયાની બાબતોની રીતે જોઈએ તો ભારત બહુ મજબૂત દેખાય છે. ઊચ્ચ શિક્ષણ છે, સંશોધન ક્ષેત્ર છે અને આઈટી સેક્ટરમાં બહુ મજબૂત છે. પરંતુ નીતિની બાબતમાં આપણે એટલી બધી ભૂલો કરી રહ્યા છીએ કે અર્થતંત્રની આ મજબૂતાઇ નબળી પડી જાય તેવું જોખમ ખરેખર રહેલું છે.મહામારીને કારણે અર્થતંત્ર પર વધુ નિયંત્રણોની કોશિશો થઈ છે અને સરકારોએ પોતપોતાની રીતે નિર્ણયો લીધા છે. તેના કારણે મને બહુ ચિંતા થાય છે.ભારતમાં પરવાના રાજનો લાંબો ઇતિહાસ રહેલો છે. પરવાના અને વધારે પડતી અમલદારોની દખલગીરી જે જોવા મળે છે તે આમ પણ ખરાબ હોય છે. પરંતુ પરવાના રાજ સાથે વધારે પડતું રાજકીય નિયંત્રણ પણ જોડાય ત્યારે વધારે નુકસાનકારક સાબિત થતું હોય છે.5) મોટા ભાગના શ્રમિકો ગામડે જતા રહ્યા છે. શહેરોમાં ચેપ ફેલાયેલો હશે ત્યાં સુધી તેઓ પરત આવશે નહિ. તેના કારણે શહેરી અને ગ્રામીણ બંને જગ્યાએ આર્થિક નુકસાન થશે. તેનો સામનો કેવી રીતે કરવો? આવી સમસ્યા ઊભી કરવાની જરૂર જ નહોતી. લૉકડાઉન સાથે આયોજન કરવાનું હતું તેના અભાવને કારણે આ સ્થિતિ આવીને ઊભી રહી છે. મોટા ભાગના રોગચાળા વખતે લોકોનો ભરોસો ઊઠી ડાય છે. ભારતમાં આપણા સમાજમાં લોકોને સાવ જ ભરોસો ઊઠી ગયો.નાણાકીય અને આર્થિક બંને પ્રકારની નીતિઓ લાવીને માગ ઊભી કરવી પડશે કે જેથી આપણી સંસ્થાઓમાં લોકોને ફરીથી ભરોસો ઊભો થાય.6) ભારતમાં અસમાનતા બહુ વધારે છે અને કોરોના મહામારી તે વધશે તેવું તમે એક મુલાકાતમાં કહ્યું. શું આ ખરેખર ગંભીર બાબત છે અને તેનો ઉકેલ શું?ભારતમાં અસમાનતાનું પ્રમાણ બહુ ઊંચું છે. એક વર્ષ પહેલાંના OXFAMના અભ્યાસ અનુસાર ભારતના 1% ધનિકો પાસે દેશની 73% સંપત્તિ છે. અર્થશાસ્ત્રી તરીકે હું જાણું છું કે અસમાનતા રહેવાની, અને ઇન્સેવટિવ તરીકે થોડી રાખવી પણ પડે. પણ આટલી આઘાતજનક હદની અસમાનતા ના હોવી જોઈએ.આજે પણ દેશમાં જ્યારે કરોડો લોકો ગરીબી રેખાની નીચે રહેતા હોય ત્યારે આટલો મોટો આર્થિક ભેદ નૈતિક, રાજકીય અને આર્થિક રીતે તાર્કિક નથી.મને લાગે છે કે કોરોના મહામારીને કારણે ડિજિટલ ટેક્નોલૉજીનો વ્યાપ વધશે. એક રીતે તે સારા સમાચાર છે, પણ સાથે જ એવી નીતિ હોવી જોઈએ કે તેનો ફાયદો માત્ર થોડા ભદ્ર વર્ગના લોકો જ ના લઈ જાય.7) 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનું સપનું જોવામાં આવી રહ્યું છે. પણ મહામારીએ દર્શાવ્યું કે જાહેર આરોગ્યની સુવિધાઓ કેટલી અપૂરતી છે. આપણે જીડીપીના માત્ર 3.6% આરોગ્ય પાછળ વાપરીએ છીએ. યુકે જેવા દેશોમાં તે પ્રમાણ 9.8% અને જર્મનીમાં તો 11.1% જેટલું છે. શું આરોગ્ય સુવિધાઓ પાછળ પૂરતા ખર્ચ વિના કોઈ દેશ આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકે?મહામારી પહેલાં પણ 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્ર અશક્ય હતું. વધારે વાસ્તવિક લક્ષ્યાંક જ રાખવો રહ્યો. હા, એ વાત સાચી કે આરોગ્ય પાછળ વધુ મૂડીરોકાણની જરૂર છે.ભારતમાં આ લાંબા ગાળાની સમસ્યા છે અગાઉની સરકારોની દાયકાઓ સુધીની નિષ્ફળતા પણ તેમાં છે. આરોગ્ય પાછળ આપણે પૂરતો ખર્ચ કર્યો નથી. બાંગ્લાદેશ જેવા વધારે ગરીબ દેશોમાં વધારે સારી સ્થિતિ છે. આજે ભારત કરતાં બાંગ્લાદેશમાં સરેરાશ આયુષ્ય 3 વર્ષ વધારે થઈ ગયું છે. 8) લદ્દાખમાં વિખવાદને કારણે ભારત ચીનમાંથી આયાત ઓછી કરવા પ્રયત્નશીલ છે. શું તેનાથી ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફાયદો થશે?આ માત્ર પ્રતિકાત્મક પગલું છે. મને નથી લાગતું તેની ખાસ કોઈ અસર થાય. સારી કે ખરાબ કશી નહિ.9) ઉદ્યોગના લોકો કહે છે કે સરકારે નવી સ્થિતિ પ્રમાણે ઔદ્યોગિક નીતિ અપનાવવી પડે. ઘણી મોટી કંપનીઓ ચીનની જગ્યાએ ભારત આવી શકે છે. શું તેવું થશે ખરું? ભારતમાં જંગી વિદેશી મૂડીરોકાણ આકર્ષી શકવાની શક્યતા છે. હું અગાઉ જે વાત કરતો હતો તેની સાથે આ સંબંધિત છે. ભારતના ફન્ડામેન્ટલ્સ મજબૂત છે જે વિદેશી મૂડી આકર્ષી શકે અને ભારતને સૌથી વધુ વિકસિત દેશોમાં મૂકી શકે. પણ આપણે નીતિ નિર્ધારણમાં બહુ ઓછું પ્રોફેશનલિઝમ દાખવી રહ્યા છીએ. બજારો પર રાજકીય નિયંત્રણ એટલું વધ્યું છે કે ઉલટું પરિણામ આવી રહ્યું છે.ગયા માર્ચમાં ભારતમાં 16 અબજ ડૉલરનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું. એક જ મહિનામાં આ સૌથી મોટો વિકાસ હતો. ચીનમાંથી મૂડી બહાર જઈ રહી છે તે વિયેટનામ, મેક્સિકો અને બીજા દેશોમાં જઈ રહી છે, ભારતમાં બહુ ઓછી આવી રહી છે.જોકે હજીય ભારત માટે મોડું થયું નથી. આપણે એવું દેખાડવું પડે કે અમે આધુનિક દેશ છીએ અને પ્રોફેશનલ રીતે નીતિ નિર્ધારણ કરીએ છીએ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગનું મૂલ્ય અમે સમજીએ છીએ. નાગરિકોમાં ધિક્કાર નહિ, પણ ભરોસાની લાગણી જગાવીએ છીએ તેવું દેખાડવું પડે.વિકાસમાં વિશ્વાસની ભૂમિકા શું છે તે સુવિદિત છે. કમનસીબે ભારત તે બાબતમાં પાછળ પડી રહ્યું છે.10) કોરોના પછી વૈશ્વિક અર્થતંત્રમાં તમે શું બદલાવ જોઈએ રહ્યા છો? વૈશ્વિક અર્થતંત્રનું માળખું ઘણું બદલાઈ જવાનું છે. મને લાગે છે કે ડિજિટલ ટેક્નોલૉજીમાં જોરદાર ઉછાળો આવશે. આઈટી સેક્ટરમાં બહુ મોટી પ્રગતિ થશે.મને લાગે છે કે આરોગ્યનું તંત્ર પણ વિકસશે. વધુ હોસ્પિટલો, વધારે સારી દવા, નવું સંશોધન અને લોકો માટે આરોગ્ય સુવિધાઓનો વધારો થશે. આઈટી અને આરોગ્ય આ બંને બાબતોમાં ભારત સહજ રીતે આગળ છે. આ વાત સ્વંય સ્પષ્ટ છે. આ ક્ષેત્રોમાં તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યો ઘણા આગળ છે.પરંતુ આપણી આ ક્ષમતાનો લાભ લેવા અને વિકાસ કરવા માટે ભારતના રાજકીય અને સંસ્થાકીય માળખાએ તૈયાર થવું જરૂરી છે. થોડા વર્ષો પહેલાં સુધી વિશ્વભરના મીડિયા - અખબારો, સામયિકો, ટીવી બધા માનતા હતા કે ભારતમાં જોરદાર વિકાસ જોવા મળશે. આજે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે.વિશ્વભરમાં ભારત વિશે ચિંતા પ્રગટ થઈ રહી છે. ખાસ કરીને વિભાજનવાદી રાજકારણ વધી રહ્યું છે અને વિજ્ઞાનને પાછળ ધકેલવાની વાત છે તેનાથી. સવાલો પૂછાય અને ટીકા થાય તેની સામે વિરોધની ચિંતા છે. આપણે વિચારવું રહ્યું અને ચર્ચા કરવી રહી કે આ સ્થિતિને કેવી રીતે સુધારી શકીએ.દરેક ટીકા એ કોઈ કાવતરાનો ભાગ છે એવી વિચારસરણી કેળવવાની ભૂલ વિશ્વના મોટા ભાગના નિષ્ફળ દેશોએ કરી છે તે ભૂલનું પુનરાવર્તન ભારતે ના કરવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.