નવી દિલ્હી: વંદે ભારત મિશનમાં પહેલા 2 તબક્કામાં 1 લાખ 65 હજારથી વધુ ભારતીય વિદેશથી સ્વદેશ પરત ફર્યા છે. ત્યારબાદ સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશનનો ત્રીજો તબક્કો શરુ કર્યો છે.
વિશ્વભરમાં કોરોના મહામારીમાં મોટાભાગના દેશોમાં લોકડાઉન લાગુ કર્યું છે. જેથી ભારતના અનેક લોકો વિદેશમાં ફસાઈ ગયા છે, જેને પરત લાવવા વંદે ભારત મિશન શરુ કરવામાં આવ્યું છે. વંદે ભારત મિશનના પહેલા 2 તબક્કામાં 1 લાખ 65 હજારથી વધુ ભારતીયો સ્વેદશ પરત ફર્યા છે. ત્યારબાદ સરકારે વંદે ભારત મિશનનો ત્રીજા તબક્કાનો શરુ કર્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ત્રીજા તબક્કો 2 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન 432 ફલાઈટસથી 43 દેશોથી ભારતીય લોકોને પરત લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, ખાનગી કંપનીઓની 29 ફલાઈટ્સ પણ ચાલુ રહેશે. જેમાં ઈન્ડિગોની 24 અને ગોએરની 3 ફલાઈટ્સ હશે. તેમજ માગને ધ્યાનમાં રાખી અમેરિકા અને કેનેડાની ફલાઈટ્સની સંખ્યા વધારવામાં આવી છે.
પ્રવક્તાએ કહ્યુ કે, 7 મેથી વિદેશથી ભારતીયને લાવવા માટે મિશન શરુ કર્યા બાદ 1,65,375 ભારતીયો પરત ફર્યા છે.