નવી દિલ્હી: ભારત સ્પેનને પણ પાછળ છોડી કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીથી પ્રભાવિત દુનિયાનો પાંચમો દેશ બન્યો છે. અમેરિકાની જૉન્સ હૉપકિન્સ વિશ્વ વિદ્યાલય અનુસાર ભારતમાં કોવિડ-19ના પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 45 હજાર 670 થઈ ગઈ છે.
વિતેલા 24 કલાકમાં ભારતમાં પોઝિટિવ કેસમાં સંખ્યાની દ્રષ્ટિએ ઈટલી અને સ્પેનથી પણ આગળ નિકળ્યું છે. અમેરિકા, બ્રાઝીલ, રુસ અને બ્રિટેન હવે કોરોના મામલે ભારત કરતાં આગળ છે. ભારત કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીમાં સૌથી ખરાબ રીતે પ્રભાવિત વિશ્વનો પાંચમો દેશ બન્યો છે.
અમેરિકાની જૉન્સ હૉપકિન્સ વિશ્વ વિદ્યાલય અનુસાર સ્પેનમાં અત્યારસુધીમાં 2 લાખ 41 હજાર 310 કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9887 નવા કેસ સામે આવ્યા અને 294 દર્દીઓના મૃત્યુ થયા છે. મૃતકોની સંખ્યા વધીને 6642 થઈ છે. દેશમાં હવે સંક્રમણની સંખ્યા 2 લાખ 36 હજાર 657 થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 6642 થઈ છે. દેશમાં સતત ત્રીજા દિવસે 9 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, 1 લાખ 15 હજાર 942 સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 1 લાખ 14 હજાર 72 લોકો સ્વસ્થ થયા છે. જેમાંથી 4611 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થયા છે. સ્વાસ્થય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, દેશમાં કોવિડ-19ની રિકવરીનો કડાવારી દર 48.20 ટકા છે.
દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 6,642 લોકોના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ 2,849 મહારાષ્ટ્રમાં થયા છે. ત્યારબાદ ગુજરાતમાં 1190, દિલ્હીમાં 708, મધ્યપ્રદેશમાં 384, પશ્ચિમ બંગાળમાં 366, ઉત્તરપ્રદેશમાં 257, તમિલનાડુમાં 232, રાજસ્થાનમાં 218, તેલંગણામાં 113, આંધ્રપ્રદેશમાં 73, કર્ણાટકમાં 57, પંજાબમાં 48, જમ્મુ-કાશ્મીરમાં 36, બિહારમાં 29, હરિયાણામાં 24, કેરળમાં 14, ઉત્તરાખંડમાં 11, ઓડિશામાં 8, ઝારખંડમાં 7, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં 5-5 લોકો, આસામમાં 4, છત્તીસગઢમાં 2, મેઘાલય અને લદ્દાખમાં 1-1 લોકોના મૃત્યુ થયા છે.
સ્વાસ્થય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના સૌથી વધુ 80,229 કેસ મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ તમિલનાડુમાં 28,694, દિલ્હીમાં 26,334, ગુજરાતમાં 19,094, રાજસ્થાનમાં 10,084, ઉત્તરપ્રદેશમાં 9,733 , મધ્યપ્રદેશમાં 8,996, પશ્ચિમ બંગાળમાં 7,303, કર્ણાટકમાં 4,835, બિહારમાં 4,596 અને આંધપ્રદેશમાં 4,303, હરિયાણામાં 3,596, જમ્મૂ-કાશ્મીરમાં 3,324 , તેલંગણામાં 3,290 , ઓડિશામાં 2,608, પંજાબમાં 2,461, આસમમાં 2,153, કેરળમાં 1,699, ઉત્તરાખંડમાં 1,215, ઝારખંડમાં 881, છત્તીસગઢમાં 879, ત્રિપુરામાં 692, હિમાચલ પ્રદેશમાં 393, ચંદીગઢમાં 304, ગોવામાં 196, મણિપુરમાં 132, પોડુંચેરીમાં 99, લદ્દાખમાં 97, નાગાલેન્ડમાં 94, અરુણાચલ પ્રદેશમાં 45, અંડમાર અને નિકોબારમાં અને મેઘાલયમાં 33-33 કેસ છે. મિઝોરમમાં 22, દાદરા નગર હવેલીમાં 14 અને સિક્કિમમાં કોવિડ-19ના 3 કેસ છે.