વર્ષ ૨૦૧૯માં અશક્ય લાગતાં અનેક કાનૂની અને બંધારણીય પરિવર્તનો થયાં, જેમાંનાં કેટલાંક તો સીમાચિહ્નરૂપ હતાં. વર્ષ દરમિયાન વર્તમાન સરકાર દ્વારા રચાયેલા રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિદૃશ્યએ કૉંગ્રેસના એવા ગાણાંનો નાશ કર્યો કે કોઈ પણ બાબત જે રાષ્ટ્રને આશ્ચર્યમાં મૂકે છે તે બિનલોકતાંત્રિક છે. મોટા ભાગના ભાજપના નિર્ણયોમાં આશ્ચર્યનાં તત્ત્વો હતાં અને સીએએ (નાગરિકત્વ સુધારા અધિનિયમ ૨૦૧૯) સિવાય તે લોકોને બરાબર ગળે ઉતર્યા છે.
સૌથી ચંચળ ત્રિતલાક પર ચુકાદા પર મુસ્લિમ સમુદાયમાં કેટલાક સ્વાભાવિક અવાજોને બાદ કરતાં કોઈ ખાસ પ્રતિક્રિયા આવી નહીં. અગાઉની સરકારોમાંના લોકોએ આપણને એવું માનવા પ્રેર્યા હતા કે જે કંઈ ધાર્મિક હોય તે અસ્પૃશ્ય છે અને તેના પર વાત પણ ન કરી શકાય કે તેને સ્પર્શી પણ ન શકાય. કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ઈશનિંદાના ડરે તેને ઉદાસીન બનાવી દીધા. પરંતુ ભાજપ સરકારે નેતૃત્વ લીધું અને આવા કાયદાઓ સામે ઝુંબેશ ચલાવી જેને તેઓ રૂઢિવાદી, મહિલાવિરોધી, પિતૃસત્તાક, માનવવિરોધી ગણાવ્યા અને તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરી દીધા. વિપક્ષો અને તેમના દૃષ્ટિકોણ એટલી હદે અપ્રસ્તુત બનાવી દીધા કે જે કોઈ સરકારના વલણ પર પ્રશ્ન ઉઠાવે તેના રાષ્ટ્રવાદ પર શંકા જાય. તેમણે લગભગ દરેક વિવાદાસ્પદ મુદ્દાને રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા સાથે જોડી દીધા જેથી તેની ટીકા માટે કોઈ અવકાશ રહ્યો જ નહીં.
કલમ ૩૭૦ની નાબૂદી માસ્ટરસ્ટ્રૉક હતો અને એક ઐતિહાસિક પગલું હતું જે કોઈ સરકાર કરવા હિંમત નહોતું કરતું, પરંતુ આ સરકારે તે કર્યું. નાબૂદી પૂર્વેનું આયોજન કુશળ અને કઠોર હતું અને તે નિર્ણય પછીના આંચકાની ધારણા કરીને તેની બરાબર યોજના બનાવાઈ હતી. વ્યવસ્થા એટલી જડબેસલાક હતી કે સરકારે જે ધારણા કરી હતી તેના પાંચ ટકા પણ જમ્મુકાશ્મીરની શેરીઓ પર જોવા ન મળ્યું. આયોજન અને માનવ વ્યવસ્થા એટલી ચુસ્ત હતી કે પ્રથમ કેટલાંક સપ્તાહ ભાગ્યે જ કોઈ નાગરિકની હિલચાલ થવા દેવાઈ. રાજ્યના અને બાકીના લોકો વચ્ચે ફૉન, લેન્ડલાઇન અને ઇન્ટરનેટ સહિત તમામ સંદેશાવ્યવહારની કડીને બંધ કરીને સમગ્ર વસતિને આભાસી (વર્ચ્યુઅલ) જગ્યા વગરના કરી દીધા. સંપૂર્ણ રાજકીય નેતૃત્વ-અલગતાવાદીઓ અને મુખ્ય પ્રવાહના લોકો સમૂહ આંદોલન માટે લોકોને એકઠા કરી શકે તેવા ભયે તેમને નજરકેદ અથવા જેલમાં બંધ કરી દેવાયા. કલમ ૩૭૦ની નાબૂદી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાથી સમગ્ર રાજકીય વર્ણપટને આઘાતમાં મૂકી દીધા.
ઇન્ટરનેટ હજુ પણ આ પ્રદેશમાં બંધ છે જેનાથી તે વિશ્વનું સૌથી મોટો ઇન્ટરનેટ બંધ બની ગયો છે. આંતરરાષ્ટ્રીય મિડિયાએ આ પગલાંની જોરદાર ટીકા કરી પરંતુ આ અસરને શાંત કરવા તેના બચાવમાં અસરકારક દલીલો કરાઈ. પાકિસ્તાન તેમાં કૂદી પડ્યું તેનાથી ભારત માટે એવું ચિત્ર ઉપસાવવામાં મદદ મળી જે ચીન, તુર્કી અને મલેશિયા સિવાયની સત્તાઓને સમજાઈ ગયું.
મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચેના સૌથી જૂના ધાર્મિક વિવાદ રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદને પણ કુશળતાપૂર્વક ઉકેલી દેવાયો. પરિવર્તનમાં ફેરફારનો નમૂનો યોજનાનો અમલ કરતા પહેલાં સુપેરે વિચારાયો હતો. મોટા ભાગના મુસ્લિમ વિદ્વાનોએ સપ્તાહો પહેલાં જાહેર નિવેદનો કર્યાં હતાં કે મુસ્લિમોએ સદ્ભાવનાની ચેષ્ટારૂપે રામમંદિરના નિર્માણ માટે હિન્દુઓને જમીન સોંપી દેવી જોઈએ. જો આપણે રાજકીય પ્રતિકારોના શાસ્ત્રને જોઈએ તો રામમંદિરના ચુકાદા પછી આ સરકારને જો પ્રતિરોધ ન જોઈતો હોય તો વર્ષ ૨૦૧૯ની પ્રવૃત્તિઓ પર પૂર્ણવિરામ મૂકી દેવાની જરૂર હતી.
સરકારે અવિરત રીતે કાનૂની અને બંધારણીય પરિવર્તનો કરવા લાગતા, કંઈક અનિચ્છનીય થવાનું જ હતું. નાગરિકત્વ સુધારા અધિનિયમ (સીએએ) પહેલાં કરાયેલાં ફેરફારો ભારતના એક ખાસ સમુદાય માટે સામાન્ય હેતુ નહોતો બનાવી રહ્યો જેનાથી રાષ્ટ્રવ્યાપી મોટી નાગરિક અશાંતિની કોઈએ કલ્પના નહોતી કરી.
છેલ્લે, નાગરિકત્વ સુધારા અધિનિયમ ૨૦૧૯ લાવીને કાયદામાં ચિહ્નિત ફેરફારથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમેત્તર સ્થળાંતરિતો, જેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં ભારતમાં આવ્યા છે તેમને ભારતના નાગરિક બનવાની છૂટ મળતી હતી. આ વખતે સરકાર ઉંઘતી ઝડપાઈ હતી કારણકે તેણે કદાચ આટલી વિશાળ પ્રતિક્રિયાની ધારણા નહોતી કરી જે ઉત્તર પ્રદેશમાં લોહીયાળ સંઘર્ષમાં પરિણમી અને અન્યત્ર પણ હિંસક દેખાવો થયા અને માત્ર ઉત્તર પ્રદેશમાં જ અંદાજે ૨૦ નાગરિકોનાં મૃત્યુ થયાં.
બંને ગૃહોમાં ખરડો પસાર થયા પછી ગૃહ પ્રધાન ટીવી શૉમાં એવું સતત કહેતા રહ્યા કે વિશ્વભરમાં જ્યાં પણ મુસ્લિમેત્તર લોકોને ધાર્મિક પ્રતાડના થઈ રહી છે તેઓ પોતાની સુરક્ષા માટે ભારત પ્રત્યે આશા રાખી શકે છે, તે વાતથી દેશના બિનસાંપ્રદાયિક સ્વભાવના આધારને ધ્રૂજાવી દીધો છે. આ ચોક્કસ નિવેદનને મુસ્લિમો માટે દરવાજા બંધ કરી દેવા તરીકે જોવા મળે છે, તે મુસ્લિમો માટે પણ જેઓ પણ કોઈ પ્રકારની પ્રતાડના અનુભવી રહ્યા છે. અગાઉ બંધારણમાં જે સુધારાઓ કરાયા તે સમાનતા અને ઐક્યતાના વધુ ઘટકોમાં પૂર્તિ કરી રહ્યા છે તે રીતે તેને જોવાયા હતા. તેઓ કહે છે તેમ, આત્મસંતોષ રાજકારણમાં ખૂબ ખરાબ છે. દેશથી ઉપર અને જનાદેશથી ઉપર પક્ષ હોવાના આત્મસંતોષથી તીવ્ર ટીકા સહન કરવી જ પડે. બોધપાઠ: જનાદેશથી આગળ ક્યારેય ન જાવ.
-બિલાલ ભટ (ઇટીવી ભારત)