ઑકલેન્ડ : ઓસ્ટ્રેલિયાની સામે વન ડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી છે, જ્યાં ટીમ આજે પ્રથમ T-20 રમી અભિયાનનો પ્રારંભ કરશે. આ તકે સીરિઝને લઇને કેપ્ટન કોહલીએ અનેક વાતચીત કરી હતી.
-
Captain @imVkohli wins the toss and elects to bowl first in the 1st T20I against New Zealand. pic.twitter.com/6NEIvq83w0
— BCCI (@BCCI) January 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Captain @imVkohli wins the toss and elects to bowl first in the 1st T20I against New Zealand. pic.twitter.com/6NEIvq83w0
— BCCI (@BCCI) January 24, 2020Captain @imVkohli wins the toss and elects to bowl first in the 1st T20I against New Zealand. pic.twitter.com/6NEIvq83w0
— BCCI (@BCCI) January 24, 2020
ન્યૂઝીલેન્ડે ગત વર્ષે રમાયેલા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને હાર આપી હતી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ ટીમ સામે બદલો લેવાનું વિચારતો નથી.
જો ન્યૂઝીલેન્ડ ટીમની વાત કરવામાં આવે તો ટીમનો આત્વિશ્વાસ લાગે છે. જેનું કારણ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં મળેલી 0-3 હાર છે. ભારત વિરુદ્ધની સીરિઝમાં ટીમને મુશ્કેલી ઓછી નથી. ટ્રેન્ટ બાઉલ્ટ, લૉકી ફગ્રયૂસન, મૈટ હેનરી અને જિમ્મી નીશમ ઈજાને કારણ ટીમ બહાર છે.
ભારતે ગત્ત પ્રવાસ પર ન્યૂઝીલેન્ડમાં તેમના ઘરઆંગણે 2-1થી જીત મેળવી હતી. આ સીરિઝમાં કેન વિલિયમ્સન T-20માં પરત ફરી રહ્યો છે. જે કીવી ટીમ માટે સારા સમાચાર છે.
સંભવિત ટીમ :
ભારતીય T-20 ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, સંજૂ સેમસન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત(વિકેટ કીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વૉશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જોડાજા, શાર્દૂલ ઠાકુર
ન્યૂઝીલેન્ડ T-20 ટીમ :
કેન વિલિયમસન (કેપ્ટન), હામિશ બેનેટ, ટૉમ બ્રૂસ (ચોથા -પાંચમાં ), કૉલિન ડી ગ્રૈડહોમે (ત્રીજા મેચમાં), માર્ટિન ગુપ્ટિલ, સ્કૉટ કુગલેઈજન, ડેરિયન મિશેલ, કૉલિન મુનરો, રૉસ ટેલર, બ્લેયર ટિકરનેર, મિશેલ સેન્ટનર, ટિંમ સેફર્ટ (વિકેટ કીપર ), ઈર્શ સોઢી, ટિમ સાઉથી.