નવી દિલ્હીઃ કોરોનાના સંકટ વચ્ચે ભારતે પાકિસ્તાનની ફરી એકવાર મદદ કરી છે. ભારતે પાકિસ્તાનની રજૂઆતનો સ્વીકાર કરતાં પાકિસ્તાની નાગરિકોને અટરી સીમા પર છોડી મૂક્યા છે. ગુરૂવારે વાઘા બોર્ડર દ્વારા તમામ લોકોને પાકિસ્તાન પર મોકલ્યા હતા.
આ તમામ લોકો તીર્થ યાત્રા અને મેડિકલ વીઝા પર ભારત આવ્યા હતા. પરંતુ લોકડાઉનના કારણે આગ્ર, દિલ્હી, પંજાબ અને હરિયાણાના શહેરોમાં ફંસાઈ ગયા હતા. ગુરૂવારે અલગ-અલગ જગ્યાએ આઠ અલગ-અલગ ગાડીઓમાં આ તમામ લોકોને વાઘા- અટારી ઓર્ડર દ્વારા પાકિસ્તાન મોકલ્યા છે.
નોંધનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ સીમાઓ સીલ કરવામાં આવી છે. આ નાગરિકોને પરત મોકલ્યા બાદ પહેલા આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર તમામ સ્વાસ્થ્ય સંબંધી તપાસ કરવામાં આવી હતી. આ બધાની કોવિડ 19ની તપાસ પણ અહી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ભારતના 205 નાગરિક પાકિસ્તાનમાં આ રીતે જ ફસાયેલા છે. જેમાં 105 કાશ્મીરના વિદ્યાર્થી પણ છે. ભારત પાકિસ્તાન સાથે તેમને પરત લાવવા માટે સંપર્ક કરી રહ્યો છે.