નવી દિલ્હી : પૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કોરોના વાઇરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લેતા કહ્યું કે, દેશમાં આર્થિક સદ્ધરતા બાદ આઝાદી પછી સૌથી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ.
તેઓએ વઘુમાં જણાવતા કહ્યું કે, સરકારને આ મહામારીમાંથી ઉગરવા વિપક્ષી દળ સહિત વિશેષજ્ઞોની મદદ લેવી જોઇએ. રાજને હાલના સમયમાં સંભવત: ભારતનો સૌથી મોટો પડકારને લઇ બ્લોગ પોસ્ટ પર હેડિંગ દ્વારા આક્ષેપ કર્યો હતો.
રાજને વધુમાં જણાવતા કહ્યું કે, 'આ આર્થિક પરિસ્થિતિમાં સંભવિત આઝાદી બાદ સૌથી કપરી પરિસ્થિતિ સર્જાઇ છે. 2008-09માં વૈશ્વિક નાણાકીય સંકટ સમયે માગમાં ગીરાવટ આવી હતી, પરંતુ ત્યારે લોકો કામ પર જઇ રહ્યા હતા. કંપનીઓ વર્ષોની વૃદ્ધિને કારણે મજબૂત સ્થિતિમાં હતી. દેશ હાલમાં મહામારી સામે ઝઝુમી રહ્યો છે, તેને જોતા હાલમાં કંઇ પણ ઠીક નથી.
રાજને વધુમાં કહ્યું કે દેશની સ્થિતિને જોતા વધુ સમય સુધી લોકડાઉન ન રાખી શકીએ. તેવામાં આ વાત પર વિચાર કરવો જોઇએ અને સંક્રમિતને સીમિત રાખી અને આર્થિક ગતિવિધિઓને પુન:સ્થાપિત કરવી જોઇએ.