નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં યથાવત સ્થિતિ બદલવા માટે ચીનની 'ઉશ્કેરણીજનક કાર્યવાહી' ના નિષ્ફળ પ્રયાસોના થોડા દિવસ બાદ ભારતે પેંગોંગ ત્સો વિસ્તારના દક્ષિણ કાંઠે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ત્રણ પર્વત શિખરો પર તેની હાજરીને મજબૂત બનાવ્યો છે. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી.
વાસ્તવિક નિયંત્રણ રેખાની ભારતીય સીમાની અંદર પેંગોંગ તળાવની ઉત્તરી કાંઠે સાવચેતીના પગલા તરીકે સૈનિકોની તહેનાતમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.
સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે, તણાવ ઘટાડવા માટે બંને પક્ષના સેનાના કમાન્ડરો દ્વારા બુધવારે યોજાયેલી બીજી વાતચીત અનિર્ણિત રહી છે. આ વાતચીત લગભગ સાત કલાક ચાલી.
સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે સોમવાર અને મંગળવારે 6 કલાકથી વધુ સમય માટે સમાન વાટાઘાટો યોજાઇ હતી, પરંતુ 'નક્કર પરિણામ' મળ્યા નથી.
ચીનની સાથે વધતા વિવાદની વચ્ચે ભારત હવે પોતાની પૂર્વ સરહદ પર સુરક્ષા દળોની સંખ્યા વધારી રહ્યું છે. 15 જૂને ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે લદ્દાખમાં અનેક દશકોનું સૌથી મોટું હિંસક થયું હતું. ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ભારતે સરહદોની સંપ્રભુતા માટે કડક વલણ અપનાવ્યું છે અને ચીનને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે.