ETV Bharat / bharat

આતંકી સંગઠનો સામે ભારત અને અમેરિકાની લાલ આંખ

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા અલ કાયદા, આઈએસઆઈએસ(ISIS), લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ (JeM), હકની નેટવર્ક, તેહરીક-એ-તાલિબાન, ડી-કંપની અને હિઝબ-ઉલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવા સંકલ્પબદ્ધ થયા છે. ભારત-અમેરિકા વચ્ચે વૉશિંગ્ટનમાં યોજાયેલી વચ્ચે 2+2 બેઠક પછી જાહેર કરેલા આ ઠરાવ સંયુક્ત નિવેદનમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.

india and america on terrorist groups
india and america on terrorist groups
author img

By

Published : Dec 20, 2019, 8:49 AM IST

ભારત-અમેરિકા વચ્ચે વૉશિંગ્ટનમાં યોજાયેલી વચ્ચે 2 + 2 બેઠક બાદ જાહેર કરેલા આતંકવાદી સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવાનો ઠરાવ સંયુક્ત નિવેદનમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભારત અને અમેરિકાએ અલ કાયદા, આઈએસઆઈએસ, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા તમામ આતંકવાદી સંગઠનો સામે કડક પગલાં લેવાનું વચન આપ્યું છે.

સંયુક્ત નિવેદનમાં પ્રધાનોએ પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના વિસ્તારનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન કરવામાં આવે તે માટે પગલા લેવા ચર્ચા કરી છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, 26/11 એ મુંબઈ અને પઠાણકોટ સહિતની સરહદ પાર આતંકવાદી હુમલાના ગુનેગારોની ધરપકડ કરી સજા કરવામાં આવે તેવુ ભાર પુર્વક જણાવાયું છે. પાકિસ્તાનને તેના તાબા હેઠળના વિસ્તારોમાં આતંકવાદી ચાલતી ગતિવિધીઓ વિરૂદ્ધ તાત્કાલિક પગલા લેવા પણ સુચન કર્યું હતું.

ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદનમાં ભારતે જૈશ-એ-મોહમ્મદનાં નેતા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવા બદલ અમેરિકાના સમર્થનની પ્રશંસા કરી હતી. અમેરિકાએ ભારત દ્વારા આતંકવાદ વિરોધી કાયદાને પણ આવકાર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.