ETV Bharat / bharat

યુપીમાં પેટા ચૂંટણી જીતવા અપક્ષ ઉમેદવાર મતદારોના પગ ધોઈ રહ્યા છે..! - કેમ્પેઈન કરવાની અનોખી રીત

કહેવાય છે કે, નેતાઓ ચૂંટણી જીતવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. ચૂંટણી નજીક આવે એટલે નેતાઓને પ્રજા દેખાતી હોય છે. કેટલાક નેતાઓ તો લોકો પાસેથી વોટની ભીખ માગતા પણ નજરે પડતા હોય છે. તેવામાં યુપીના દેવરિયા જિલ્લામાં પણ પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને દરેક પાર્ટીઓ અનોખા પ્રકારની રીત અપનાવી રહી છે. આમાંથી સૌથી અનોખી રીત તો અપનાવી છે અપક્ષ ઉમેદવાર રાજન યાદવ ઉર્ફે અર્થી બાબા. રાજન યાદવ ઘરે ઘરે જઈને લોકોના જૂતા પોલિશ કરી રહ્યા છે.

યુપીમાં પેટા ચૂંટણી જીતવા અપક્ષ ઉમેદવાર મતદારોના પગ ધોઈ રહ્યા છે

author img

By

Published : Oct 31, 2020, 6:02 PM IST

  • યુપીમાં અપક્ષ ઉમેદવાર રાજન યાદવે શરૂ કર્યો અનોખો પ્રચાર
  • રાજન યાદવ ઘરે ઘરે જઈને મતદાતાઓને પગ ધોઈ રહ્યા છે
  • રાજન યાદવ લોકોને પોતાનું ચૂંટણી ચિહ્ન બતાવી રહ્યા છે

લખનઉઃ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં થનારી પેટા ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ મતદાતાઓને પોતાની તરફ આકર્ષવા માટે કમર કસી રહી છે. અપક્ષ ઉમેદવાર રાજય યાદવ ઉર્ફે અર્થી બાબા પણ હવે મેદાને ઉતરી ગયા છે. દેવરિયા જિલ્લામાં પેટા ચૂંટણી જીતવા માટે અર્થી બાબા મતદાતાઓને પોતાની તરફ આકર્ષવા માટે મતદાતાઓના પગ ધોઈ રહ્યા છે અને જૂતાની પોલિશ પણ કરી રહ્યા છે. જોકે, આ જોઈને મતદાતાઓ ગણગણાટ જોવા મળ્યો હતો.

યુપીમાં પેટા ચૂંટણી જીતવા અપક્ષ ઉમેદવાર મતદારોના પગ ધોઈ રહ્યા છે
યુપીમાં પેટા ચૂંટણી જીતવા અપક્ષ ઉમેદવાર મતદારોના પગ ધોઈ રહ્યા છે

રાજન યાદવે મતદાતાઓને ભગવાનનો દરજ્જો આપ્યો

પૂર્વાંચલમાં લોકો વચ્ચે પોતાનું સ્થાન બનાવી ચૂકેલા રાજન યાદવ ઉર્ફે અર્થી બાબા દેવરિયામાં થનારી પેટા ચૂંટણીમાં પોતાનો પણ સિક્કો ચલાવવા માગે છે. તેઓ એકલા લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. સૌથી અનોખી વાત તો એ છે કે, તેઓ મતદાતાઓને પોતાની તરફ આકર્ષવા માટે મતદારોને નારિયેળ પાણી પણ પીવડાવી રહ્યા છે. અર્થી બાબા ખેડૂતોના ખેતરમાં પહોંચીને પાકની લણણી પણ કરે છે. તે આટલેથી જ નથી અટકતા. તેઓ મતદાતાઓને બાટલીમાં ઉતારવા માટે મતદાતાઓના જાતે પગ ધોઈ રહ્યા છે અને ત્યારબાદ તેમના જૂતા પણ પોલિશ કરી આપે છે. હાલમાં રાજન યાદવે મતદાતાઓને ભગવાનનો દરજ્જો આપી દીધો છે. જ્યારે મોટા મોટા નેતાઓ પોતાનો પ્રચાર કરવા માટે સભાઓ અને પ્રમોશન કરી રહ્યા છે તો બીજી તરફ રાજન યાદવ પોતાનો જ પ્રચાર જાતે બોલી બોલીને કરી રહ્યા છે. આ સાથે જ તેઓ પોતાનું ચૂંટણી નિશાન પણ લોકોને બતાવી રહ્યા છે.

મતદાતાઓ જ અમારી પસંદગી કરશેઃ રાજન યાદવ

રાજન યાદવ ઉર્ફે અર્થી બાબાનું કહેવું છે કે, હું મહિલાઓ અને વડીલોના પગ ધોઈ રહ્યો છે. આની પાછળનું કારણ એ છે કે, તેઓ અમારા મતદાતા છે. તેઓ જ અમારી પસંદગી કરે છે. મતદાતાઓ અમારા માટે દેવ સમાન છે. આજે અમે તેમના જ વોટથી ચૂંટણી જીતીને બંગલા, વેતન કમાઈશું. હું મતદાતાઓને ભગવાન સમજીને તેમના પગ ધોઈ રહ્યો છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.