છત્તીસગઢઃ રાયપુરમાં બેનામી વ્યવહાર પર દરોડાની કાર્યવાહી દરમિયાન લગભગ 150 કરોડની બેનામી સંપત્તિ અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સાથે હવાલા દ્વારા ટ્રાન્ઝેક્શનની બાબત પણ સામે આવી છે. રાજ્યમાં થયેલી ઇન્કમટેક્ષ વિભાગની કડક કાર્યવાહી અંગે ઇન્કમટેક્ષ વિભાગે જણાવ્યું કે, આગામી સમયમાંં વધુ બેનામી સંપત્તિની મળે તેવી શક્યતા છે.
ઇન્કમટેક્ષ વિભાગે 27 ફેબ્રુઆરીએ કેટલાક વ્યક્તિઓ, હવાલાના ડિલર્સ અને વેપારીઓના જૂથના સ્થળો પર પણ તપાસ કરી હતી. મળતી માહિતી મુજબ, શોધ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન જમા થયેલી મોટી સંખ્યાની રોકડ રકમ, બેનામી સંપત્તિની શોધ દરમિયાન પુરાવાના આધારે અન્ય સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે.
150 કરોડની રોકડ અને સંપત્તિ
દરોડા દરમિયાન પકડાયેલા દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડેટા પરથી ખુલાસો થયો છે કે, દર મહિને જાહેર સેવકો અને અન્ય લોકોને લાંચ આપવામાં આવતી હતી. આ ઉપરાંત કરોડોના વ્યવહારવાળા કર્મચારીઓના નામે ખોલાવામાં આવેલા બેંક ખાતા પણ મળી આવ્યાં છે. દરોડા દરમિયાન શોધમાં મળી આવેલા પુરાવા અને કડીઓ મળ્યા બાદ 150 કરોડની રોકડ કબજે કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ આંકડોમાં હજુ પણ વધારો થઈ શકે છે.