નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે ગાઝિયાબાદના મેયર આશા શર્માએ સંજયનગર વિસ્તારમાં હોટલ ફોર્ચ્યુનરથી રાયસપુર ગામ સુધી વેસ્ટ પ્લાસ્ટિક દ્વારા તૈયાર કરાયેલા 5મા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું.
સંજયનગરના વોર્ડ નંબર 67થી રાયસપુર ગામ સુધી હોટલ ફોર્ચ્યુનરથી રસ્તો લગભગ 10 વર્ષથી બન્યો નહોતો, પરંતુ હવે લાંબા સમય પછી વેસ્ટ પ્લાસ્ટિક દ્વારા આ રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન સ્થાનિક મેયર આશા શર્માએ કર્યું હતું. જ્યાં મ્યુનિસિપલ કમિશનર દિનેશચંદ્રા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ રસ્તાના નિર્માણ માટે અસ્થાપના ફંડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેની કિંમત લગભગ 118 લાખ છે અને રસ્તાની લંબાઈ 1500 મીટર પહોળાઈ 12 મીટર છે. જેમાં આશરે 3622 કિલો વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદમાં પાંચમો વેસ્ટ પ્લાસ્ટિકનો રસ્તો બનાવવામાં આવ્યો છે.
આ વેસ્ટ પ્લાસ્ટિકના રસ્તાથી 4 વોર્ડને ફાયદો શે, જેમાં સંજયનગરના વોર્ડ નંબર 23, ગુલધર, રહીસપુર ગામ અને ન્યૂ ફ્રેન્ડ કોલોનીમાં આવતા લાખો લોકોને લાભ થશે, જેના માટે કાઉન્સિલર અજય શર્માએ મેયર આશા શર્માનો આભાર માન્યો હતો.