ઇતિહાસકારોનું માનવું છે કે, ચેપી રોગના સંક્રમણમાં અને મૃત્યુમાં ઘટાડો તેમજ લોકોમાં ભયમાં ઘટાડો થાય તે સુચક છે કે રોગચાળો નિયંત્રણમાં છે. જો કે કોવિડ-19ના કિસ્સામાં આ પૈકી કોઇ સુચક જોવા મળ્યા નથી. કોવિડ-19ને કાબુમાં લેવા માટે કોઇ ઉપાય નથી શોધી શકાયો કે વેકસિનની શોધાવાની શક્યતા નથી. જે દેશમાં કોરોનાનો ચેપ થોડા અંશે કાબુમાં છે તે દેશોએ લોકડાઉનને ખતમ કરવાનું નક્કી કર્યું છે. કારણ કે તે સમજી ગયા છે કે, કોરોના કરતા પણ ભુખમરોએ મોટું જોખમ છે. વિશ્વના નેતાઓ પણ કહી રહ્યાં છે કે, કોરોના વાઇરસ સાથે રહેવું તે એક માત્ર ઉપાય છે. જો કે લોકડાઉન માત્ર રેડ ઝોન પુરતુ મર્યાદિત છે. ભારત જેવા દેશોમાં કોરોના મહામારીને લઇને જાગૃતતા અને વધતી જતી તબીબી સુવિદ્યાઓએ નાગરિકોમા ફરીથી આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે.
સમગ્ર દુનિયામા વિવિધ ઓફિસોને નવા નિયમો સાથે ખોલવા માટેની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. જેમા કર્મચારીઓને રોટેશનના આધારે ત્રણ અલગ અલગ પાળીઓમાં બોલાવવામાં આવશે. તો સોફ્ટવેર કંપનીઓ તેમના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમના વિકલ્પોથી કામગીરી વધારવા માટે કમર કસી રહી છે. કેટલાંક દેશોમાં તો શાળાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જો આ માટે સામાજીક અંતર, સ્વચ્છતા અને સેનિટાઇઝેશન જેવી બાબતને વર્ગખંડમાં ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. વિશ્વની અર્થ વ્યવસ્થાને ફરીથી શરુ કરવી અને શાળાઓને શરુ કરવી તે બાબત એક બીજાથી જોડાયેલી છે. કારણ કે, જ્યાં સુધી શાળા ફરીથી ન ખુલે ત્યાં સુધી કાર્યરત માતા પિતામાંથી એક પણ ફરીથી ઓફિસમાં આવી શકશે નહી. જેથી આ એક મુખ્ય કારણ હતું કે, જર્મની અને ડેન્માર્કને શાળાઓ અને ડે કેર સેન્ટર ફરીથી શરુ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તો સૌથી મહત્વની બાબત એ છે કે, લોકડાઉનમાં પણ સ્વીડને શાળાઓને બિલકુલ બંધ નહોતી કરી પણ સમગ્ર દેશમાં સામાજીક અંતરનું કડક પાલન કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રિયા આ સપ્તાહથી શાળાઓ ફરીથી શરુ કરવા જઇ રહ્યું છે. દરેક વર્ગમાં વિદ્યાર્થીઓને બે જૂથોમાં વહેંચવામાં આવશે. આ જૂથના વિદ્યાર્થીઓ સોમવારથી બુધવારના વર્ગમાં ભાગ લેશે અને બી જુથના વિદ્યાર્થીઓ ગુરુવાર અને શુક્રવારે શાળામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ ઘરે રહેવા માટે ઇચ્છતા હોય તેમના માટે ઓનલાઇન વર્ગનો પણ સમાવેશ કરાયો છે. ઘણા દેશોમાં 40 વિદ્યાર્થીઓના ખંડમાં 20 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જર્મનીના ન્યુસ્ટ્રેલિટ્ઝમાં એક હાઇસ્કૂલમાં તેમના સ્વંય સચાલિત પરીક્ષા કીટનું વિતરણ કરાયું છે. ભારતમાં હાલ ઉનાળો છે, જ્યારે મોટાભાગની શાળાઓમાં વેકેશનની રજાઓ છે. તો ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો ઘણી યુનિવર્સિટીઓ પહેલાથી ઓનલાઇન લેકચર લઇ રહી છે.
તો જર્મનીએ લોકડાઉન હળવુ કરવા શરત મુકી છે કે, તહેવારો તથા કાર્યક્રમોમાં બે કરતા વધારે પરિવારો મળી શકશે નહીં. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પણ આવા જ કંઇક નિયમો બનાવ્યા છે. લગભગ બે માસ પછી ફ્રાન્સમાં નિયમો હળવા બનાવાયા છે. પેરિસમાં મેટ્રોમાં સામાજીક અંતર જળવાઇ રહે તે માટે ખાસ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જ્યારે લગભગ અડધા સ્પેનમાં લોકડાઉન હટાવી દેવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયાના વિયેનામાં સામાજીક અંતરને ધ્યાનમાં રાખીને એક પાર્ક તૈયાર કરાયું છે. જેમાં પ્રવેશના નિયમો બનાવાયા છે. જેમાં એક જ પ્રવેશદ્વાર એક જ દરવાજો છે. તો આંતરિક રસ્તા પર એક જ વ્યકિતને મંજુરી મળશે અને અન્ય લોકોને તેમનો વારો આવવાની રાહ જોવી પડશે.
નિષ્ણાંતોનું સૂચન છે કે, લોકડાઉન હટાવતા પહેલા ચાર પરિબળો ધ્યાનમાં લેવા જોઇએ. જેમાં 1. દરેક કોરોના દર્દીને મેડીકલ ટ્રીટમેન્ટ આપવાની ક્ષમતા 2.દરેક એસિમ્પ્ટોમેટિક દર્દીને ચકાસવા માટે કીટની ઉપલબ્ધતા 3. દરેક દર્દી અને તેના સંપર્કમાં આવતા લોકોને મોનિટર કરવાના સાધનો 4. 14 દિવસ માટે ક્વોરન્ટાઇન દર્દીઓની ચકાસણી કરવી.
હવે મંગળવારથી નવી દિલ્હીથી દેશના રાજ્યોને જોડતી ટ્રેન શરુ થઇ છે, ત્યારે મર્યાદિત સંખ્યામાં બસો અને ટેક્સીઓ શરુ થવાની સંભાવના છે. કોરાના પહેલા ટ્રાફિક, બસમાં ભીડભાડડ અને ટ્રેનો, ટેક્સીઓ અને નિયમોનું ઉલ્લંધન કરતી રીક્ષાઓ સામાન્ય હતી. પણ હવેથી 40 સીટરની બસમાં ફક્ત 20 લોકો જ મુસાફરી કરી શકશે. કેટલાંક રાજ્યોમાં માર્ગ પરિવહન નિગમ પણ નિયમો લાગુ કરવાની યોજના છે.
એક અંદાજ મુજબ વર્ષે દહાડે સાડા ચાર કરોડ ભારતીયો કામની શોધમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થાળાંતર કરે છે. લોકડાઉનના કારણે લાખો પ્રવાસી શ્રમિકોએ રોજગાર ગુમાવ્યો છે અને લોકો બેઘર પણ બની ગયા છે. આ સંજોગોમાં તેમાંથી કેટલાક શ્રમિકો ચાલતા ચાલતા પણ પણ વતનમાં ચાલ્યા ગયા છે. હવે આ શ્રમિકનો વિશેષ ટ્રેનો અને બસો દ્વારા તેમને તેમના સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેની યોજના પણ અમલમાં મુકવામાં આવી છે.
શંધાઇમાં ડિઝનીલેન્ડ ફરીથી શરુ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રએ મુલાકાતીઓમે માસ્ક પહેરવાનું અને સામાજીક અંતરને અનુસરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. જેમાં ચીનની સરકારે દરરોજ 24 હજાર મુલાકાતીઓને મર્યાદા નક્કી કરી છે. જે નિયમિત આવતા પ્રવાસીઓના ત્રીજા ભાગ કરતા પણ ઓછા છે. લોકડાઉન પછી ફરીથી શરૂ થનારો પ્રથમ ડિઝનીલેન્ડ છે. આ પુનઃશરૂ થવાને પગલે ડિઝનીના શેરનું મૂલ્ય 8 ટકા વધ્યું છે.