નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં સ્વાસ્થકર્મીઓના અનુભવને લોકો સાથે શેર કર્યો હતો. આ વિશે રાહુલ ગાંધીએ ટ્વિટર કરી જાણકારી આપી હતી.
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, બ્રિટેન અને ન્યૂઝીલેન્ડમાં રહેલી 4 ભારતીય નર્સ સાથે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધીએ ન્યૂઝીલેન્ડમાં કામ કરી રહેલા કેરલની અનુ રગનત, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સેવા આપી રહેલા રાજસ્થાનના નરેન્દ્ર સિંહ, બ્રિટેનમાં કાર્યરત કેરળની શેરિમોલ પુરાવદી અને દિલ્હી સ્થિત એઈમ્સમાં કામ કરી રહેલા કેરળના વિપિન કૃષ્ણન સાથે વાતચીત કરી હતી.
આ પહેલા રાહુલ ગાંધીએ પૂર્વ અમેરિકી વિદેશ ઉપપ્રધાન નિકોલસ બર્ન્સ, ઉદ્યોગપતિ રાજીવ બજાજ, જન સ્વાસ્થ્ય પ્રોફેશનલ આશીષ ઝા અને સ્વીડિશ મહામારી વિશેષજ્ઞ જોહાન ગિસેક, પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી રધુરામ રાજન અને નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી સાથે પણ વાતચીત કરી ચૂક્યા છે.