નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિહારના લોકોને ઓનલાઈન સંબોધિત કરશે. આ ઓનલાઈન રેલી ભાજપના એક મહિનો ચાલનારા અભિયાનનો એક ભાગ છે. જેમાં મોદી સરકારની ઉપલબ્ધિઓને રેખાંકિત કરવામાં આવશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
બિહારમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે. ભાજપના ચૂંટણી અભિયાન માટેના એક કાર્યક્રમમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં જનસંવાદ રેલીને સંબોધન કરશે. ભાજપ આ ઓનલાઈન રેલીને સફળ બનાવવા ભરપુર પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે, કોવિડ-19ની મહામારીના કારણે કોઈ પણ મોટી રાજકીય સભાનું આયોજન શક્ય નથી.
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આ રેલીને ચૂંટણી અભિયાનની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. બિહારમાં ભાજપનું નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની પાર્ટી લોજપા સાથે ગઠબંધન છે. બિહારમાં ભાજપના નેતાઓએ કહ્યું કે, પાર્ટીએ શાહના ભાષણને સાંભળવા માટે કાર્યકર્તાઓ અને લોકો માટે 72,000થી વધુ મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે.
આપને જણાવીએ કે, આ ઓનલાઈન રેલી ભાજપના એક મહિના સુધી ચાલનારા અભિયાનનો ભાગ છે. જેમાં મોદી સરકારની ઉપલબ્ધિઓને જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર આયોજન કરવામાં આવી રહ્યું છે.